Ahmedabad: સોમવારથી ફરી દોડશે AMTS-BRTS, ટર્મિનલમાં બસોના સેનિટાઇઝની કામગીરી હાથ ધરાઇ

Ahmedabad:શહેરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથે જ એએમસી દ્વારા એક મહત્વપૂર્ણ લેવાયો છે. શનિવારે આ મામલે એએમસી દ્વારા શહેરમાં AMTS-BRTS બસો દોડાવવાનો નિર્ણય જાહેર કર્યો છે.

| Updated on: Jun 06, 2021 | 1:49 PM

Ahmedabad:શહેરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથે જ એએમસી દ્વારા એક મહત્વપૂર્ણ લેવાયો છે. શનિવારે આ મામલે એએમસી દ્વારા શહેરમાં AMTS-BRTS બસો દોડાવવાનો નિર્ણય જાહેર કર્યો છે.

ટર્મનિલમાં AMTS-BRTS બસોનું સેનિટાઇઝ કરાયું

અમદાવાદ શહેરમાં છેલ્લા 2 મહિનાથી શહેરમાં બસોનું પરિવહન બંધ હતું. જે હવે રાબેતા મુજબ શરુ થશે. સાથે જ બસોના મરમત્તની કામગીરી પણ હાથ ધરાઇ હતી. છેલ્લા 2 મહિનાથી બસો ટર્મિનલમાં બંધ હાલતમાં પડી હતી. જેથી સોમવારથી બસો ચાલુ થતી હોવાથી સેનિટાઇઝ સહિતની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. નોંધનીય છેકે AMTS-BRTS બસોમાં 50 ટકા મુસાફરોને જ બેસાડવામાં આવશે. અને, શહેરમાં સીટી બસ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જ ચાલું રહેશે.

બસનું પરિવહન બંધ રહેતા AMCને કરોડોની આવક ગુમાવવી પડી હતી
અમદાવાદમાં નોકરિયાત, કોલેજ સ્ટુડન્ટ તેમજ ધંધાદારીઓ સૌથી વધુ AMTS અને BRTSનો ઉપયોગ કરે છે. સામાન્ય દિવસોમાં AMTSમાં અંદાજે 5 લાખ લોકો મુસાફરી કરતા હતા. જેથી AMTSની રોજની આવક 25 લાખની આસપાસ થતી હતી. કોરોના મહામારી શરૂ થતા મુસાફરોની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

બસો બંધ હોવાથી નોકરીયાત વર્ગ અને શહેરીજનોને પડી હતી અગવડ

જેથી દૈનિક માત્ર 3 લાખની આસપાસ લોકો સિટી બસનો ઉપયોગ કરતા હતા. AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન થયું છે. સાથે જ કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઇવર્સ અને કંડકટર્સની રોજગારી પણ બંધ પડી ગઈ છે. જે સરકારે રાજયના તમામ શહેરોમાં પચાસ ટકા ક્ષમતા સાથે શહેરીબસ સેવા શરૂ કરવા ગાઈડલાઈન આપી દીધી છે.

બે મહિનાથી AMTS અને BRTS બસ સેવા બંધ છે
કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી AMTS અને BRTS બસ સેવા બંધ છે. AMTS બસસેવા પહેલાંથી જ ખોટમાં ચાલી રહી છે. ત્યારે કોરોનાને કારણે ફરી મોટી આર્થિક કટોકટીનો સામનો AMTSને કરવો પડી રહ્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓને પગારના ચૂકવવામાં ફાંફાં પડી રહ્યાં છે. લાખો રૂપિયાનો પગાર કરવાનો હોય છે અને કોન્ટ્રેક્ટની બસોને પણ કેટલાક ટકાની રકમ ચૂકવવાની હોય છે. એક તરફ, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે અને રિક્ષાચાલકો બેફામ લૂંટ ચલાવે છે, ત્યારે ફરી સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈન્સ સાથે AMTS અને BRTS બસ સેવા ફરી શરૂ કરવામાં આવે એવી લોકો માગ કરી રહ્યા છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">