Ahmedabad: હેબતપુરનાં ડબલ મર્ડર કેસમાં આરોપીની વિકૃત માનસિકતા, હત્યા કરીને મૃતદેહ અને છરી સાથે લીધી સેલ્ફી

Ahmedabadનાં હેબતપુરમાં સિનિયર સિટીઝન દંપતીની હત્યાના કેસમાં આરોપીની વિકૃત માનસિકતા સામે આવી છે.. પોલીસની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે નીતિન નામના આરોપીએ હત્યા કર્યા બાદ લોહીથી લથબથ મૃતદેહ અને છરી સાથે સેલ્ફી લીધી હતી.

| Updated on: Mar 15, 2021 | 12:35 PM

Ahmedabadનાં હેબતપુરમાં સિનિયર સિટીઝન દંપતીની હત્યાના કેસમાં આરોપીની વિકૃત માનસિકતા સામે આવી છે. પોલીસની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે નીતિન નામના આરોપીએ હત્યા કર્યા બાદ લોહીથી લથબથ મૃતદેહ અને છરી સાથે સેલ્ફી લીધી હતી.

ઝડપાયેલા પાંચેય આરોપીઓ હાલ 10 દિવસના રિમાન્ડ હેઠળ છે. આ દરમિયાન પોલીસે તેમની સઘન પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, બે આરોપીઓની બહેનના લગ્ન હોવાથી તેમને 2 લાખ રૂપિયાની જરૂર હતી. આથી તેમણે લૂંટનો પ્લાન કર્યો હતો. જોકે તેમણે પકડાઈ જવાની બીકે સિનિયર સિટીઝન દંપતીની હત્યા કરી નાખી હતી. આરોપીઓમાંથી નીતિન ગૌડે વૃદ્ધ દંપતીની હત્યા કર્યા બાદ લોહીથી લથપથ તેમના મૃતદેહો પાસે છરી હાથમાં લઈ સેલ્ફી લીધી હતી.

પોલીસે નીતિનનો મોબાઇલ FSLમાં મોકલી આપ્યો છે.. આ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે, હત્યા કર્યા બાદ ચાર જણ બે અલગ અલગ બાઇક પર નાસી ગયા હતા અને વૈષ્ણોદેવી એકઠા થઈ ત્યાંથી હિંમતનગર ગયા હતા. ત્યારબાદ ત્યાંથી ચિત્તોડગઢ અને ત્યાંથી પોતાના વતન ગ્વાલિયરના ગિઝોરા ગામ પહોંચી ગયા હતા. બે આરોપીએ પૂછપરછમાં કહ્યું હતું કે, બહેનના લગ્નમાં દહેજ પેટે બુલેટ અને દાગીના આપવાના હોવાથી પૈસાની જરૂર હતી, જેથી લૂંટ કરી હતી. જોકે અન્ય બે આરોપી મોજશોખના પૈસા માટે લૂંટમાં જોડાયા હોવાનું પોલીસનું અનુમાન છે. આરોપીઓ હાલ 10 દિવસના રિમાન્ડ પર છે.

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">