Adani Enterprises AGM 2022: ભારત માટે ક્લીન એનર્જી ક્ષેત્રે આગળ વધવાની વિશાળ તક : ગૌતમ અદાણી

છેલ્લા એક વર્ષમાં અમદાવાદ સ્થિત ગ્રુપે સિમેન્ટ અને ડેટા સેન્ટર્સ જેવા નવા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે. આ ઉપરાંત ખાણકામ અને લોજિસ્ટિક્સના તેના મુખ્ય ક્ષેત્રોમાં વધુ વિકાસ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 11:46 AM

દિગ્ગ્જ કારોબારી અને દેશના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી(Gautam Adani) અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ(Adani Enterprises Ltd)ની વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને સંબોધિત  કર્યા હતા. ગ્રુપ કંપનીઓ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સ લિમિટેડ(Adani Ports and Special Economic Zones Ltd) અને અદાણી ટોટલ ગેસ લિમિટેડ(Adani Total Gas Ltd.) માટેના શેરધારકોની મીટિંગ પણ આજે યોજી છે જ્યારે અદાણી પાવર આવતીકાલે માટે સુયોજિત છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ સ્થિત ગ્રુપે સિમેન્ટ અને ડેટા સેન્ટર્સ જેવા નવા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે. આ ઉપરાંત ખાણકામ અને લોજિસ્ટિક્સના તેના મુખ્ય ક્ષેત્રોમાં વધુ વિકાસ કર્યો છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે ​​અદાણી એન્ટરપ્રાઇઝિસની વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યું હતું કે ભારત આવનારા વર્ષોમાં સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે અગ્રેસર બનવા જઈ રહ્યું છે. અદાણી ગ્રૂપ ભારતમાં રોકાણ કરવાથી ક્યારેય ડર્યું નથી અને અહીં અમે અમારા રોકાણમાં વધારો કરવાનું ચાલુ રાખીશું. અમારું લક્ષ્ય આગામી વર્ષોમાં 70 બિલિયન ડોલરથી વધુ ખર્ચવાનું છે.

શેરધારકોને સંબોધતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અમે ડેટા સેન્ટર, ડિજિટલ સુપર એપ, ઇન્ડસ્ટ્રિયલ ક્લાઉડ, ડિફેન્સ, એરોસ્પેસ, મેટલ્સ અને મટિરિયલ્સના ક્ષેત્રોમાં એન્ટ્રી કરી છે. આ આત્મનિર્ભર ભારત સાથે એક-એક સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવ્યું છે. આ વર્ષે અમારું ગ્રુપ માર્કેટ કેપિટલાઇઝેશન 200 બિલિયન યુએસ ડોલરને વટાવી ગયું છે.

રિન્યુએબલ એનર્જીની ક્ષમતામાં 300%નો વધારો

ગૌતમ અદાણીએ આજે ​​એજીએમમાં ​​જણાવ્યું હતું કે ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા વર્ષ 2015ની સરખામણીમાં 300 ટકાથી વધુ વધી છે. વર્ષ 2020-21ની સરખામણીમાં, ગયા વર્ષે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણમાં 125 ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશમાં વીજળીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન વધુ વધારવું અને આ માંગને પૂરી કરવી જરૂરી છે.

ગૌતમ અદાણીએ એમ પણ કહ્યું કે હું માનું છું કે તેલ અને ગેસના ક્ષેત્રમાં આયાત પર ખૂબ જ નિર્ભર દેશ તરીકે – અમે ભારતની ઓળખ બદલવા અને તેને આગળ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. હું નિકાસકાર બનવા માંગુ છું. અદાણી ગ્રૂપ એક મુખ્ય વૈશ્વિક રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો ધરાવે છે છેલ્લા 12 મહિના અથવા એક વર્ષમાં અમે અન્ય ઘણા ઉદ્યોગોમાં પણ અસાધારણ વૃદ્ધિ દર્શાવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">