જમ્મુ-કાશ્મીરના રામબનમાં વાદળ ફાટ્યું, 2 લોકો લાપતા… જુઓ વિનાશનો Exclusive Video

વાદળ ફાટવાના (Cloudburst) કારણે અકસ્માતનો ભોગ બનેલા બે લોકો ગુમ હોવાનું કહેવાય છે. બીજી તરફ વારંવાર ભૂસ્ખલન અને પથ્થરો પડવાના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ખોરવાઈ ગયો છે. ત્યાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 3:02 PM

ગુરુવારે સવારે રામબન જિલ્લામાં અચાનક વાદળ ફાટતાં જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) ભારે તબાહી સર્જાઈ હતી. વાદળ ફાટવાના (Cloudburst) કારણે અકસ્માતનો ભોગ બનેલા બે લોકો ગુમ હોવાનું કહેવાય છે. બીજી તરફ વારંવાર ભૂસ્ખલન અને પથ્થરો પડવાના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ખોરવાઈ ગયો છે. ત્યાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. વાદળ ફાટ્યા બાદ લોકોને ચેનાબ નદીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ચેનાબ નદી અને તમામ સ્થાનિક નાળાઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યા છે. લોકોને સલામત સ્થળે રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેવી જ રીતે, હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં આજે વાદળ ફાટવાને કારણે ભારે વરસાદમાં 10 દુકાનો અને ત્રણ વાહનો ધોવાઈ ગયા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">