સુરેન્દ્રનગરના થાનગઢમાં આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી 50 લાખ લૂંટી લેવાયા

આંગડીયા ( aangadiya ) પેઢીના કર્મચારીને લૂંટીને ફરાર થઈ રહેલા લૂટારાઓ થાનગઢની ( thangadh ) બજારમાં રહેલા સીસીટીવીમાં ( cctv ) કેદ થઈ ગયા છે.

  • Bipin Prajapati
  • Published On - 13:14 PM, 16 Apr 2021

સુરેન્દ્રનગરના ( surendranagar ) થાનગઢમાં ( thangadh ) આંગડીયા પેઢીના 50 લાખ રૂપિયા લૂંટી લેવાયા હોવાની ઘટના બનતા સુરેન્દ્રનગર પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરીને લૂટારાઓને ઝબ્બે કરવાની કામગીરી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરની મધ્યમાં, આંગડીયા ( aangadiya ) પેઢીના કર્મચારીની આંખમાં મરચુ નાખીને ત્રણ અજાણ્યા શખ્શોએ રૂપિયા ભરેલો થેલો ઉપાડી ગયા છે. જો કે શંકાસ્પદ લૂટારાઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. પોલીસે સીસીટીવીના આધારે લૂંટારાઓની તપાસ હાથ ધરી છે.

થાનગઢ શહેરની મધ્યમાં આવેલ બજારમાંથી આંગડીયા પેઢીનો કર્મચારી રૂપિયા ભરેલો  થેલો લઈને જઈ રહ્યાં હતો ત્યારે એક બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓએ, આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી હતી. અને આંગડીયા પેઢીના કર્મચારી સાથે થેલો આંચકી લેવા ઝપાઝપી કરીને થેલો આંચકી લીધો હતો.

આંગડીયા પેઢીના કર્મચારીને લૂટીને ફરાર થઈ રહેલા લૂટારાઓ થાનગઢની બજારમાં રહેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. પોલીસે આ પ્રકરણમાં કોઈ જાણભેદુ હોવાની પ્રાથમિક તપાસના આધારે સીસીટીવીમાં દેખાયેલા લૂંટારાઓને પકડી પાડવા માટે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા ખાસ કરીને થાનગઢની આસપાસના તમામ ગામ અને  નગરોમાં નાકાબંધી કરીને તપાસ હાથ ધરી છે.