Jamnagar: કાલાવડમાં ભાજપ દ્વારા અટલ કોવિડ સેન્ટરનો પ્રારંભ, કોવિડ કેર સેન્ટરમાં 50 બેડની વ્યવસ્થા

ભાજપના અગ્રણીઓ દ્વારા શહેરના રણુજા રોડ પર આવેલી જેપીએસ સ્કૂલ ખાતે અટલ કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં 40 બેડ સામાન્ય અને 10 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • TV9 Webdesk13
  • Published On - 12:17 PM, 30 Apr 2021

જામનગરના કાલાવડમાં 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. કાલાવડ 108 ગામોનો તાલુકો છે અને અહીં એક પણ કોવિડ કેર સેન્ટરની સુવિધા નથી. ત્યારે સ્થાનિક ભાજપના અગ્રણીઓ દ્વારા શહેરના રણુજા રોડ પર આવેલી જેપીએસ સ્કૂલ ખાતે અટલ કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં 40 બેડ સામાન્ય અને 10 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે સમયની જરૂરિયાત મુજબ વધારાના 50 બેડની વ્યવસ્થા કરવાનું ભાજપના નેતાઓ આયોજન કરી રહ્યા છે.