છોટા ઉદેપુર: 4 ખેતરમાંથી ઝડપાયા 2015 ગાંજાના છોડ, 38 લાખથી વધારેનો ગાંજો જપ્ત

| Edited By: | Updated on: Oct 29, 2023 | 11:07 AM

છોટા ઉદેપુરના એક ગામમાંથી ગાંજાની ખેતી જ ઝડપાઈ છે. 38 લાખથી વધુની કિંમતનો ગાંજો SOG દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે તમને જાણીને નવાઈ લાગશે આરોપીએ ખેતીની આડમાં ગાંજાના છોડ વાવ્યા હતા. પણ પોલીસને ગાંજાની ગંધ આવતા 4 ખેતરમાં દરોડા પાડી ગાંજાના છોડ જપ્ત કર્યા હતા. જ્યારે એકની ધરપકડ કરી છે જ્યારે બાકીના ત્રણને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

વાવેતરની આડમાં 4 ખેતર માલિકો દ્વારા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. SOGની ટીમે બાતમીના આધારે ગાંજાના વાવેતર વાળા 4 ખેતરોમાં દરોડો પાડી ખેતરમાં ઉગાડેલ 38.80 લાખ ઉપરાંતની કિંમતના બિનઅધિકૃત લીલા ગાંજાના 2015 નંગ છોડ ઝડપી પાડી કાયદેસરની કાયર્વાદી હાથ ધરી એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ગાંજાનું વાવેતર કરેલ ખેતરોમાં દરોડા પાડ્યા હતા

છોટા ઉદેપુર જિલ્લાના ધડા ગામના ભુમસેલ ફળિયામાં રહેતા અને ખેતી કરતા છગન ઉર્ફે છગલા નાયકા, વિકા નાયકા, બલસીંગ નાયકા, સરતાન નાયકા તેમની માલિકીના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલ હોવાની બાતમીના આધારે છોટા ઉદેપુર SOG પોલીસને મળી હતી. આ બાતમીના આધારે છોટા ઉદેપુર એસઓજી પોલીસની ટીમે ધડા જ મુમસેલ ફળિયામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનુ વાવેતર કરેલ ખેતરોમાં દરોડા પાડ્યા હતા.

ત્રણ જણાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં

મહત્વનું છે કે, આટલી મોટી માત્રામાં ગેરકાદેસર રીતે ગાંજાનું વાવેતર કોની નજર રહેમ હેઠળ કરવામાં આવ્યું હશે? તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે સમગ્ર મામલે એસઓજી પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરી ફરાર ત્રણ જણાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

આ પણ વાંચો: Chhota Udepur News: નકલી કચેરીનું કૌભાંડ સામે આવ્યું, 4.15 કરોડના ગ્રાન્ટની કરી ઠગાઈ, જુઓ Video

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Makbul Mansuri)

 

Published on: Oct 29, 2023 11:07 AM