Jamnagar: 1000 બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધના ધોરણે નિર્માણ કાર્ય ચાલું, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કરશે સંચાલન
જામનગરની ડેન્ટલ કોલેજમાં એક હજાર બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધના ધોરણે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જરૂરી સાધનો, સુવિધા હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે.
જામનગરની ડેન્ટલ કોલેજમાં એક હજાર બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધના ધોરણે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કોવિડ હોસ્પિટલમાં જરૂરી સાધનો, સુવિધા હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે. અહીં બે દિવસમાં જ ઓક્સિજનની સુવિધા સાથેના 400 બેડ કાર્યરત થઈ જશે. તો એકાદ અઠવાડિયામાં જ વધુ 600 બેડ તૈયાર કરવામાં આવશે. આ હોસ્પિટલ કાર્યરત થતા જામનગરની સાથે જ દેવભૂમિદ્વારકા, પોરબંદર સહિતના જિલ્લાના કોરોના દર્દીઓને પણ ઉત્તમ સારવાર મળી રહેશે.
Latest Videos
Latest News