<urlset xmlns="https://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1"><url><loc>https://tv9gujarati.com/gujarat/captain-smit-machhar-has-deep-faith-in-lord-hanuman-shared-fligh-incident-with-pm-modi-1526114.html</loc><video:video>
	<video:title>ગુજરાતી પાયલટ સ્મિતને હનુમાનજીમાં અતૂટ આસ્થા, કહ્યુ &quot;ફ્લાઈટની એ મુશ્કેલ ઘડીમાં પણ &#039;હનુમાન ચાલિસા&#039; બોલી રહ્યો હતો&quot;- જુઓ Video</video:title>
	<video:publication_date>2026-10-02T19:50:20+05:30</video:publication_date>
	<video:description>દુબઈથી ઈઝરાયેલ જનારી ફ્લાઈટના કેપ્ટન સ્મિત પાયલટ પર કો પાયલટે હુમલો કરી દીધો અને એક સમયે પ્લેન હાઈજેકિંગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો સ્મિતે સમયસર સૂજબુજ અને સાહસનો પરિચય ન આપ્યો હોત તો એ પ્લેનક્રેશ થઈ જતુ. કો પાયલટ પ્લેન હાઈજેક કરી ને 9/11 જેવી ઘટનાને અંજામ આપી શક્તો હતો. પરંતુ ફ્લાઈટના ભારતીય પાયલટ સ્મિત મચ્છરે બહાદુરીથી તેનો સામનો કર્યો અને 180 લોકોના જીવ બચાવી લીધા એ ખુદ પણ ગંભીર રીતે એ હુમલામાં ઘાયલ હોવા છતા તેમણે પ્લેન પરનો કંટ્રોલ જાળવી રાખ્યો હતો.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2જી ઓક્ટોબરે જ્યારે સ્મિત મચ્છર સાથે આ સમગ્ર ઘટના અંગે તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવવા માટે વીડિયો કોલ પર વાતચીત કરી. ત્યારે સ્મિત મચ્છરે PM મોદીને જણાવ્યુ કે એ તેઓ જ્યારે પણ પીડામાં કે કોઈ મુશ્કેલીમાં હોય છે ત્યારે હનુમાનજીને યાદ કરે છે. ફ્લાઈટ કો-પાયલટ સાથે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન જીવન મરણ ના એ ખેલ વચ્ચે પણ તેઓ હનુમાન ચાલિસા બોલી રહ્યા હતા. સ્મિતે એવુ પણ કહ્યુ કે તેમને હનુમાનજીએ બચાવી લીધા.  સ્મિતે જણાવ્યુ કે તેમને બજરંગબલિ પ્રત્યે તેમને અપાર આસ્થા છે અને તેમનો અને ફ્લાઈટમાં સવાર તમામ યાત્રિકોનો જીવ પણ હનુમાનજીએ બચાવ્યો છે. સૌથી મોટી વાત તેમણે એ કરી કે તેઓ જ્યારે અત્યંત ગંભીર રીતે ઘાયલ હતા. લોહીલુહાણ હાલતમાં હતા એવા સમયે પણ તેઓ મનોમન હનુાન ચાલિસાનું રટણ કરી રહ્યા હતા. દુબઈની ફ્લાઈટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરતા પહેલા ઓમાની પાયલટ શું બોલ્યો? આ કથિત આતંકી પાયલોટનું નામ કેમ જાહેર નથી કરાયુ?</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>રાષ્ટ્રીય સમાચાર</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/UzHbMhc6-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/mina-pandya">Mina Pandya</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/10/Smit-Shared-his-faith-with-pm-modi-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/new-girnar-4-and-5-groundnut-junagadh-research-boosts-yield-health-low-water-1526046.html</loc><video:video>
	<video:title>જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન, જાણો શું છે વિશેષતા ગિરનાર-4 અને ગિરનાર-5 જાતની</video:title>
	<video:publication_date>2026-10-02T17:48:14+05:30</video:publication_date>
	<video:description>જૂનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા &#039;ગિરનાર 4&#039; અને &#039;ગિરનાર 5&#039; નામની મગફળીની નવી સંશોધિત જાતોનું સફળ ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ નવી જાતો ખેડૂતો માટે આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. સામાન્ય મગફળીની સરખામણીએ આ પાકમાં હેક્ટર દીઠ 35 થી 45 મણ સુધીનું વિક્રમજનક ઉત્પાદન મેળવી શકાશે. આ નવી જાતોની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં રોગપ્રતિકારક શક્તિમાં ઉત્તમ ફેરફાર કરવામાં આવ્યા છે, જેના કારણે પાકને રોગ-જીવાત ઓછી લાગે છે. એટલું જ નહીં, આ પાક ઓછી સિંચાઈ એટલે કે ઓછા પાણીમાં પણ ભરપૂર ઉત્પાદન આપે છે. આ ઉપરાંત, પાક તૈયાર થયા બાદ પશુઓ માટે પૌષ્ટિક અને કિંમતી લીલો ચારો પણ વિપુલ પ્રમાણમાં મળી રહે છે. માત્ર ખેડૂતો માટે જ નહીં, પરંતુ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે પણ આ મગફળીનું તેલ અમૃત સમાન છે.  આ મગફળીના તેલમાં &#039;ઓલેઈક એસિડ&#039;નું પ્રમાણ 60 ટકાથી વધીને 80 ટકા સુધી પહોંચ્યું છે. જેના કારણે આ તેલ હૃદયરોગના દર્દીઓ માટે અત્યંત રામબાણ ઈલાજ સમાન બની રહે છે. બજારમાં મળતા ખૂબ જ મોંઘા ઓલિવ ઓઈલનો આ એક શ્રેષ્ઠ અને સસ્તો વિકલ્પ છે, જે માત્ર 250 થી 300 રૂપિયા પ્રતિ લીટરમાં ઉપલબ્ધ થઈ શકશે. ​આ તેલની સંગ્રહ ક્ષમતા પણ ખૂબ જ વધારે છે, જેથી તે લાંબા સમય સુધી તાજું રહે છે અને ખરાબ થતું નથી. સામાન્ય રીતે તેલ એકવાર વાપર્યા પછી કાળું પડી જતું હોય છે, પરંતુ આ તેલને 4 થી 5 વાર તળવા માટે વપરાશમાં લીધા છતાં તેની ગુણવત્તા સુરક્ષિત રહે છે અને તે સ્વાદિષ્ટ રહે છે. હાલમાં યોજાયેલા કૃષિ સેમિનારમાં બિયારણ પ્રદર્શન સ્ટોલ પર ખેડૂતોને આ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેને ખેડૂતો તરફથી ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. આમ, જુનાગઢના વૈજ્ઞાનિકોનું આ સંશોધન ખેડૂતોની સમૃદ્ધિ વધારવાની સાથે સાથે સામાન્ય લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવામાં પણ માઇલસ્ટોન સાબિત થશે.  Input Credit- Vijaysinh Parmar- Junagadh દુબઈની ફ્લાઈટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરતા પહેલા ઓમાની પાયલટ શું બોલ્યો? આ કથિત આતંકી પાયલોટનું નામ કેમ જાહેર નથી કરાયુ?</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>જૂનાગઢ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/SF-omr9svKE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/10/JND-Groundnut-.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-the-gujarat-marine-police-have-brought-the-boat-seized-with-drugs-to-nargol-jetty-1525692.html</loc><video:video>
	<video:title>Breaking News :  3000 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલી બોટને ગુજરાત મરીન પોલીસ નારગોલ જેટી પર લાવી, જુઓ વીડિયો</video:title>
	<video:publication_date>2026-10-02T13:28:38+05:30</video:publication_date>
	<video:description>વલસાડમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ ઝડપેલ ડ્રગ્સનો મામલો સામે આવ્યો છે. પકડાયેલી બોટને ઉમરગામના નારગોલ દરિયાકિનારે લાવવામાં આવી છે.ગુજરાત મરીન પોલીસ બોટને નારગોલ જેટી પર લાવી છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બોટને કિનારે લાવવામાં આવી છે.સુરક્ષાના ભાગરૂપે બોટને નારગોલ લવાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. બોટનું નામ ‘આઝાદ’ અરબ સાગરના પશ્ચિમ લક્ષદ્વીપ વિસ્તારમાં પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. પકડાયેલી બોટનું નામ આઝાદ હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 3 હજાર કરોડ હોવાનો અંદાજ છે. બોટમાં 4થી 5 પાકિસ્તાની નાગરિકો સવાર હોવાની માહિતી પણ સામે આવી છે. તમને જણાવી દઈએ કે,અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીકથી પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ ઝડપાયેલી બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું છે. આખી ઘટના જાણી લો 30 સપ્ટેમ્બર 2026ના રોજ લક્ષદ્વીપ નજીક અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી શંકાસ્પદ ઈરાની ધોને અટકાવી હતી. ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરાયેલા આ ઓપરેશન દરમિયાન ધોની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી.ઓપરેશન દરમિયાન ધોમાંથી કુલ 526 કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું હતુ. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજાર કિંમત 3 હજાર કરોડથી વધુ હોવાનો અંદાજ છે.  આ જથ્થો દરિયાઈ માર્ગે ભારતમાં લાવવામાં આવી રહ્યો હતો કે અન્ય કોઈ સ્થળે પહોંચાડવાનો હતો તે અંગે એજન્સીઓ તપાસ કરી રહી છે.ડ્રગ્સ સાથે ધોમાં સવાર પાંચ પાકિસ્તાની ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી હતી. Breaking News : PM નરેન્દ્ર મોદીએ પાયલોટ સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી, જાણો શું કહ્યું અહી ક્લિક કરો</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>વલસાડ</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/umelpizq-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/10/Breaking-News-The-Gujarat-Marine-Police-have-brought-the-boat-seized-with-drugs-to-Nargol-Jetty.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-allegation-of-hair-found-in-pizza-ordered-pizza-hut-anand-customer-shares-video-1525706.html</loc><video:video>
	<video:title>Breaking News : પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ, વીડિયો બનાવી શેર કર્યો</video:title>
	<video:publication_date>2026-10-02T12:52:48+05:30</video:publication_date>
	<video:description>આણંદના મારુતિ સોલારિસ મોલમાં આવેલા Pizza Hutમાં ગ્રાહકને કથિત રીતે પિઝામાંથી વાળ નીકળતાં કડવો અનુભવ થયો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ગ્રાહકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી પિઝાની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સવાલો ઉઠાવ્યા છે. Pizza Hutમાં પિઝામાંથી નિકળ્યો વાળ ગ્રાહકના આક્ષેપ મુજબ, પિઝા ખાતી વખતે તેમાં વાળ જોવા મળ્યો હતો. ત્યારબાદ ગ્રાહકે પિઝાનો વીડિયો બનાવી સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર શેર કર્યો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં પિઝામાં વાળ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગ્રાહકે સોશિયલ મીડિયામાં શેર કર્યો વીડિયો આ ઘટનાને પગલે ફૂડની ગુણવત્તા અને રેસ્ટોરન્ટમાં જાળવવામાં આવતી સ્વચ્છતા અંગે પણ સવાલો ઉભા થયા છે. ગ્રાહકે આ મામલે ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે અને ફૂડ તૈયાર કરતી વખતે હાઇજિન તથા ગુણવત્તાના નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ પણ હજુ થઈ નથી જોકે, આ ઘટનાને લઈને Pizza Hut અથવા સંબંધિત મેનેજમેન્ટ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી છે કે નહીં તે અંગે માહિતી ઉપલબ્ધ નથી. ગ્રાહક દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ પણ હજુ થઈ નથી.  આ સમગ્ર મામલે સંબંધિત ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે કે નહીં અને રેસ્ટોરન્ટ તરફથી આ અંગે શું જવાબ આપવામાં આવે છે તે જોવું રહ્યું. Rajkot Breaking News : રાજકોટમાં નિવૃત્ત મહિલા તબીબ બની ડિજિટલ અરેસ્ટનો ભોગ, રૂ. 58.50 લાખ પડાવ્યા ! જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો </video:description>
<video:category>આણંદ</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/0gi8l3votCg</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/devankashi-rana">Devankashi rana</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/10/hair-in-pizza-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-cleanliness-campaign-launched-in-rajkot-video-1525639.html</loc><video:video>
	<video:title>Breaking News  : રાજકોટમાં જાહેરમાં કચરો નાખનાર અને થૂંકનારના ફોટા જાહેર કરાશે, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-10-02T12:44:20+05:30</video:publication_date>
	<video:description>આજકાલ પાન-મસાલાનું સેવન એટલું વધી ગયું છે કે, એક બાજુ લોકોને અવનવી બીમરીઓ થઈ રહી છે. તો બીજી બાજુ પાન મસાલાના ખાનારા જાહેર રસ્તાઓ, મોલ, હોસ્પિટલ પર પાનમસાલાની પિચકારીઓ મારી રહ્યા છે. તો હવે આને લઈ રાજકોટ મહાનગર પાલિકા મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છો. જો તમને પણ પાનમસાલા ખાવાની ટેવ છે. તો ચોંકી જશો કારણ કે, જ્યાં ત્યાં પિચકારી મારવી હવે મોંઘી પડશે. ટુંકમાં પાન મસાલા કરતા દંડના પૈસા વધુ આપવાના રહેશે. સ્ક્રિન પર ફોટો લગાડવામાં આવશે રાજકોટ શહેરમાં જાહેરમાં કચરો ફેંકનાર સામે મનપા કડક કાર્યવાહી કરશે. જાહેરમાં કચરો નાખનાર અને થૂંકનારના ફોટા જાહેર કરાશે.ન્યૂસન્સ પોઈન્ટ પર CCTV કેમેરા લગાવાશે. CCTVના આધારે કચરો ફેંકનારની ઓળખ કરાશે.મનપા કચેરીમાંથી ફોટા મેળવી જાહેર સ્થળોએ ડિસ્પ્લે કરાશે. મનપાના સોશિયલ મીડિયા પર પણ ફોટા મૂકવામાં આવશે. મનપાનાં સોશિયલ મિડીયા અને શહેરમાં લાગેલી સ્ક્રિન પર ફોટો લગાડવામાં આવશે. છેલ્લા એક સપ્તાહથી મહાનગરપાલિકા દ્રારા શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર રાત્રી દરમિયાન સ્વચ્છતાની સમિક્ષા કરવા નીકળે છે.  તમને જણાવી દઈએ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા &#039;સ્વચ્છતા હી સેવા 2026&#039; અને 100 દિવસીય સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરમાં સઘન સફાઈ, જનજાગૃતિ અને રાત્રિ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે સ્માર્ટ સીટીને વધુ સ્વચ્છ બનાવવા માટે રાજકોટ વાસીઓ કામે લાગ્યા છે.         સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી ઘટના કારણે ઘાસચારાના ભાવમાં ભડકો, પશુપાલકો કફોડી સ્થિતિમાં અહી ક્લિક કરો</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>રાજકોટ</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/tqKz2oX4-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/10/Breaking-News-Cleanliness-campaign-launched-in-Rajkot-Video.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/rajkot-breaking-news-retired-woman-doctor-digital-arrest-rs-58-50-lakh-cyber-fraud-video-1525627.html</loc><video:video>
	<video:title>Rajkot Breaking News : રાજકોટમાં નિવૃત્ત મહિલા તબીબ બની ડિજિટલ અરેસ્ટનો ભોગ, રૂ. 58.50 લાખ પડાવ્યા ! જુઓ Video</video:title>
	<video:publication_date>2026-10-02T11:58:13+05:30</video:publication_date>
	<video:description>રાજકોટમાં સાયબર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા નિવૃત્ત મહિલા ગાયનેકોલોજિસ્ટને સાઇબર ઠગોએ ચાર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખી રૂ. 58.50 લાખ પડાવી લીધા હોવાની માહિતી સામે આવી છે. ઇન્કમટેક્સ અને કથિત ફ્રોડની રકમના નામે મહિલાને ધમકાવવામાં આવી હતી.  સૂત્રો અનુસાર, ઠગોએ પોતાને બહારના રાજ્યની પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવી મહિલા તબીબને ડરાવ્યું હતું. તપાસના નામે વીડિયો કોલ મારફતે સતત નજર હેઠળ રાખી અને તેના બેંક ખાતામાંથી મોટી રકમ ટ્રાન્સફર કરાવી હતી. ચાર દિવસ દરમિયાન મહિલાએ આશરે રૂ. 58.50 લાખ ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. સાયબર ક્રાઇમની ટીમ તાત્કાલિક મહિલાના નિવાસસ્થાને પહોંચી આ દરમિયાન ઠગો દ્વારા વધુ રકમની માંગણી કરવામાં આવી હતી. જોકે, તે પહેલાં જ રાજકોટ સાયબર ક્રાઇમની ટીમને સમગ્ર મામલાની જાણ થઈ હતી. સાયબર ક્રાઇમની ટીમ તાત્કાલિક મહિલાના નિવાસસ્થાને પહોંચી હતી અને તેમને ઠગોના ચુંગાલમાંથી બહાર કાઢ્યા હતા. તે સમયે મહિલા ખૂબ જ ડરી ગયેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. ટીમે તેમનું કાઉન્સેલિંગ કરીને તેમને ભયમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો.    આ સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે નાગરિકોને અજાણ્યા વીડિયો કોલ, પોલીસ અધિકારી તરીકેની ધમકી અને ડિજિટલ અરેસ્ટના નામે થતી છેતરપિંડીથી સાવચેત રહેવાની અપીલ કરી છે. આ પણ વાંચો, Breaking News : ખૂબ ખરાબ રીતે મારીશ… ભારતીય પાઇલટ સ્મિત માટે ટ્રમ્પે આપી ઈરાનને ધમકી, કહ્યું ટેન્શન ન લો કામ ચાલુ છે !</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>રાજકોટ</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/refwpsir-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/10/Rajkot-Digital-Arrest.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/surat-udaipur-vande-bharat-express-launched-boosting-gujarat-rajasthan-rail-connectivity-1525685.html</loc><video:video>
	<video:title>Breaking News : ગુજરાતને મળી મોટી ભેટ, સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-10-02T11:57:09+05:30</video:publication_date>
	<video:description>ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરત રેલવે સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી સેવા સપ્તાહમાં છ દિવસ કાર્યરત રહેશે, જે બંને રાજ્યોના મુસાફરો માટે યાત્રાને વધુ સુવિધાજનક બનાવશે.  આ વંદે ભારત એક્સપ્રેસ સુરતથી સવારે 6:10 વાગ્યે ઉપડી, બપોરે 1:40 વાગ્યે ઉદયપુર પહોંચશે. આ ટ્રેનથી શ્રીનાથજી જતા ભક્તો તેમજ ગાંધીનગર સચિવાલય કે અન્ય કામ અર્થે જતા વેપારીઓ અને લોકોને ઘણો ફાયદો થશે. પ્રવાસન અને વેપાર ક્ષેત્રને પણ આ નવી ટ્રેન સેવા દ્વારા વેગ મળશે. ઉદયપુરથી પરત ફરતી વખતે, આ ટ્રેન સાંજે 3:30 વાગ્યે ઉપડીને રાત્રે 8:00 વાગ્યે અમદાવાદ પહોંચશે, જે ખાસ કરીને ગાંધીનગરથી પરત ફરતા મુસાફરો માટે અત્યંત લાભદાયી નીવડશે.  સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ ઉપરાંત, વલસાડ અને સુરત વચ્ચે નવી દૈનિક મેમુ (MEMU) ટ્રેન સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટ્રેન વલસાડથી બપોરે 1:20 વાગ્યે ઉપડી સાંજે 4:40 વાગ્યે સુરત પહોંચશે. આ વધારાની ટ્રેન સેવા દૈનિક અપડાઉન કરતા હજારો મુસાફરોને સુવિધા પૂરી પાડશે અને તેમની યાત્રાને સરળ બનાવશે. આ બંને નવી રેલવે સેવાઓથી પ્રાદેશિક કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે.  PM નરેન્દ્ર મોદીએ પાયલોટ સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી, જાણો શું કહ્યું</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>રાષ્ટ્રીય સમાચાર</video:category>
<video:category>સુરત</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/oHf6k6tbOJQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/sagar-solanki">Sagar Solanki</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/10/Surat-Udaipur-Vande-Bharat-Express-Launched-Boosting-Gujarat-Rajasthan-Rail-Connectivity.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/gujarats-historic-entry-into-nuclear-power-sector-with-gsecl-npcil-agreement-1525517.html</loc><video:video>
	<video:title>Breaking News : Nuclear Power ક્ષેત્રમાં ગુજરાતની એન્ટ્રી, GSECL-NPCIL વચ્ચે મોટો કરાર, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-10-02T09:10:31+05:30</video:publication_date>
	<video:description>ગુજરાત રાજ્યે ઊર્જા ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ કરી છે. ગુજરાત સરકારની કંપની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (NPCIL) વચ્ચે પરમાણુ ઊર્જા પ્રોજેક્ટ સ્થાપવા માટે એક મહત્ત્વનો કરાર સંપન્ન થયો છે. આ કરાર ગુજરાતના ઊર્જા ભવિષ્ય માટે એક નવા અધ્યાયનો પ્રારંભ સૂચવે છે.  આ સમજૂતી સાથે, GSECL પ્રથમવાર ન્યુક્લિયર પાવર ક્ષેત્રે પ્રવેશ કરી રહ્યું છે, જે રાજ્ય માટે એક સીમાચિહ્નરૂપ ઘટના છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ધુવારણ ખાતે આશરે 4,000 મેગાવોટ ક્ષમતાનો પરમાણુ ઊર્જા પ્લાન્ટ સ્થાપવાની યોજના છે. આ વિશાળ પ્રોજેક્ટમાં અંદાજે ₹1 લાખ કરોડનું જંગી રોકાણ થવાની સંભાવના છે.  આ પરમાણુ ઊર્જા પ્રોજેક્ટથી ગુજરાતના ઊર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવવાની અપેક્ષા છે. તે રાજ્યની વીજળીની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ થશે અને ભવિષ્યની ઊર્જા યોજનાઓ માટે એક મજબૂત આધાર પૂરો પાડશે. આના પરિણામે રાજ્યમાં રોજગારીની તકોમાં વૃદ્ધિ થશે અને ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે. ન્યુક્લિયર ક્ષેત્રે આ પગલું સ્વચ્છ અને નવીનીકરણીય ઊર્જાના સ્ત્રોતોને પણ પરોક્ષ રીતે સમર્થન આપશે. ફરી ભારે વરસાદની આગાહી, મહારાષ્ટ્રમાં આગામી 24 કલાક માટે IMDનું એલર્ટ</video:description>
<video:category>ગાંધીનગર</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/X5cNwwPkDUk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/sagar-solanki">Sagar Solanki</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/10/Gujarats-Historic-Entry-into-Nuclear-Power-Sector-with-GSECL-NPCIL-Agreement.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/bhakti-videos/today-gujarati-rashifal-horoscope-02-october-2026-astrology-predictions-for-all-12-zodiac-signs-watch-video-1523987.html</loc><video:video>
	<video:title>02 October 2026 રાશિફળ: મેષ રાશિને વિદેશી સંપર્કોથી મોટો ધનલાભ, વૃશ્ચિક રાશિનું સમાજમાં વધશે માન-સન્માન</video:title>
	<video:publication_date>2026-10-02T08:05:01+05:30</video:publication_date>
	<video:description>આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી યુગલો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં.  મેષ રાશિ:-  આજે તમારામાં એક નવો ઉત્સાહ અને સકારાત્મક ઊર્જા જોવા મળશે, જેનાથી કાર્યક્ષેત્રે તમારી યોજનાઓ ઝડપથી આગળ વધશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થવાની વિપુલ શક્યતાઓ છે.  વૃષભ રાશિ:-  આજે તમારું મન કલાત્મક અને રચનાત્મક કાર્યોમાં વધુ લાગશે, જેનાથી માનસિક શાંતિ અને સંતોષ મળશે. કાર્યક્ષેત્રમાં તમારી કાર્યશૈલીની પ્રશંસા થશે અને વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે.  મિથુન રાશિ:-  આજે તમારી વાતચીત કરવાની શૈલી અને બૌદ્ધિક ક્ષમતાથી નવા વ્યાવસાયિક અવસરો પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગને કોઈ નવો પ્રોજેક્ટ કે જવાબદારી મળી શકે છે, જેનાથી કરિયરને નવી દિશા મળશે.  કર્ક રાશિ:-  આજે તમારું ધ્યાન મિલકત અને પરિવારને લગતા બાબતો પર વધુ રહેશે. વેપારમાં કોઈ નવી ડીલ કે કરાર થવાની શક્યતા છે, જેનાથી ભવિષ્યમાં મોટો લાભ થશે.  સિંહ રાશિ:-  આજે તમારા નેતૃત્વના ગુણો અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં તમારી નવી નીતિઓથી ધંધાકીય વિકાસના નવા માર્ગો ખુલશે.  કન્યા રાશિ:-  આજે વ્યવસ્થિત રીતે કામ કરવાની તમારી કળા તમને મોટી સફળતા અપાવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સાનુકૂળ છે.  તુલા રાશિ:-  આજનો દિવસ ખુશીઓ અને સકારાત્મક ઊર્જાથી ભરેલો રહેશે. ભાગીદારીના કામોમાં ઉત્તમ તાલમેલ જોવા મળશે અને નવો બિઝનેસ શરૂ કરવાના વિચારને ગતિ મળશે.  વૃશ્ચિક રાશિ:-  આજે તમારી કાર્યક્ષમતા અને દ્રઢ નિશ્ચયથી મુશ્કેલમાં મુશ્કેલ લક્ષ્યો પણ સરળતાથી પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશન કે નવી જવાબદારીઓ મળવાના શુભ સંકેતો છે.  ધન રાશિ:-  આજે તમારી રૂચિ અધ્યાત્મ, અભ્યાસ અને નવી વસ્તુઓ શીખવામાં વધુ રહેશે. ધંધાકીય પ્રવાસ સફળ થશે અને નવા સંપર્કોથી લાભના યોગ બનશે.  મકર રાશિ:-  આજે તમારી સખત મહેનત અને સમર્પણનું ફળ મળવાનો સમય છે. કાર્યક્ષેત્રમાં તમારા સૂચનોનું સ્વાગત થશે અને તમારી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મુકાશે.  કુંભ રાશિ:-  આજે નવા વિચારો અને રચનાત્મક અભિગમ તમારા કાર્યોમાં સફળતા લાવશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ સાનુકૂળ છે, ભૂતકાળના પ્રયાસોથી લાભ પ્રાપ્ત થશે.  મીન રાશિ:-  આજે તમારી કલ્પનાશક્તિ અને સંવેદનશીલતા તમને સાચી દિશામાં માર્ગદર્શન આપશે. કળા, સાહિત્ય અને સમાજ સેવા સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખાસ કરીને શુભ છે. નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.</video:description>
<video:category>ભક્તિ વીડિયો</video:category>
<video:category>ભક્તિ સમાચાર</video:category>
<video:category>રાશિફળ</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/8de0x-QDnW4</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/sachin">Sachin Agrawal</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Gujarati-Horoscope-of-02-October-2026-v.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/vadodaras-navlakhi-ground-enforces-no-tilak-no-entry-rule-for-navratri-1525438.html</loc><video:video>
	<video:title>નવરાત્રિમાં નવલખી મેદાનમાં ‘નો તિલક, નો એન્ટ્રી’ ના લાગ્યા બોર્ડ, ખેલૈયાઓ-આયોજકોએ નિર્ણયને આવકાર્યો- Video</video:title>
	<video:publication_date>2026-10-02T13:19:01+05:30</video:publication_date>
	<video:description>સંસ્કારી નગરી વડોદરાની નવરાત્રિ તેના ભવ્ય આયોજન, શિસ્ત અને પરંપરાગત ગરબા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે. હવે નવરાત્રિ મહોત્સવને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સંસ્કારી નગરીમાં આયોજકો દ્વારા તૈયારીઓ આખરી ઓપ તરફ તેજ કરી દેવામાં આવી છે. ગરબા રસિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમીયાન વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે યોજાતા ક્રેડાઇ નવરાત્રી ફેસ્ટિવલના આયોજન સ્થળે લગાવવામાં આવેલા એક વિશિષ્ટ બોર્ડે ભારે આકર્ષણ અને ચર્ચા જગાવી છે. બોક્સ ઓફિસ બહાર ‘નો તિલક, નો એન્ટ્રી’ના બેનરો નવલખી મેદાન ખાતે ક્રેડાઇ દ્વારા આયોજિત ગરબા મહોત્સવની બોક્સ ઓફિસ બહાર જ &quot;નો તિલક, નો એન્ટ્રી&quot; લખેલા બેનરો લગાવી દેવામાં આવ્યા છે. આ આયોજનમાં પ્રવેશ મેળવવા માટે કપાાળે તિલક હોવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સતત ત્રીજા વર્ષે આયોજકો દ્વારા આ નિયમનું કડક પાલન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે પણ આ નિયમ અમલી બનાવાયો હતો અને આ વર્ષે પણ ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશતા તમામ ખેલૈયાઓ અને દર્શકો માટે આ શરત અનિવાર્ય રહેશે. અસામાજિક તત્વો અને વિધર્મીઓ પર રોક લગાવવાનો હેતુ હિંદુ ધર્મના આ પવિત્ર આરાધના પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગરબાની પવિત્રતા જળવાઈ રહે તે માટે આયોજકો દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. અસામાજિક તત્વો કે વિધર્મીઓ ખોટી રીતે ઓળખ છુપાવીને કે ખોટા આશયથી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ ન કરી શકે અને ખેલૈયાઓની સુરક્ષા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે આ કડક આચારસંહિતા ઘડવામાં આવી છે. તિલકના માધ્યમથી ઓળખ ચકાસણી સરળ બને છે અને સંભવિત અસામાજિક પ્રવૃત્તિઓને શરૂઆતમાં જ અટકાવી શકાય છે. ખેલૈયાઓ અને વાલીઓએ નિર્ણયને વધાવ્યો આયોજકોના આ નિર્ણયને વડોદરાના ખેલૈયાઓ તેમજ ગરબાપ્રેમીઓએ હૃદયપૂર્વક આવકાર્યો છે. ગરબા રમવા આવતી યુવતીઓ અને તેમના વાલીઓએ રાહતનો શ્વાસ લેતાં જણાવ્યું હતું કે, આ પ્રકારના નિયમોથી ગરબા મહોત્સવનું વાતાવરણ સુરક્ષિત અને ધાર્મિક બને છે. જો કોઈ અસામાજિક તત્વ ખોટી રીતે પ્રવેશવાનો પ્રયાસ કરે તો પણ તેને પ્રવેશદ્વાર પર જ અટકાવી શકાય છે, જેનાથી કોઈ અનિચ્છનીય ઘટના બનતી અટકે છે.  વડોદરાની વિશ્વપ્રસિદ્ધ નવરાત્રિની ગરિમા અને સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે લેવાયેલો આ ‘નો તિલક, નો એન્ટ્રી’નો નિર્ણય આ વર્ષે પણ ગરબા રસિકો માટે સુરક્ષિત અને ભક્તિમય માહોલ પૂરો પાડવામાં મહત્વનો ભાગ ભજવશે    દેશ પર વાગી રહ્યા છે સૌથી મોટા અનાજ સંકટના ભણકારા, વિદેશમંત્રી એસ જયશંકરની ચેતવણીથી ખળભળાટ- વાંચો</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>વડોદરા</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/G_vnCBz9-P4</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/anjali-oza">Anjali oza</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/10/Vadodara-Tilak-.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/saurashtra-kutch-fodder-price-hike-low-rain-hits-cattle-breeders-hard-1525431.html</loc><video:video>
	<video:title>સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી ઘટના કારણે ઘાસચારાના ભાવમાં ભડકો, પશુપાલકો કફોડી સ્થિતિમાં</video:title>
	<video:publication_date>2026-10-01T21:50:14+05:30</video:publication_date>
	<video:description>ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે જળ સંકટની સાથે હવે પશુપાલકોની પણ પરેશાની વધી છે. ઘાસચારાના ભાવમાં થયેલા ત્રણ ગણા વધારાથી પશુપાલકોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. પશુપાલકોની માગ છે કે સરકાર સસ્તા દરે ઘાસચારો આપે. વરસાદના અભાવે લીલુ ઘાસ મળી નથી રહ્યુ અને સૂકા ઘાસ મગફળીના પાલાની માગ વધી છે પરિણામે ઘાસચારાના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ પડતા હવે જળસંકટની સાથે પશુપાલકોની મુશ્કેલી પણ વધી છે. વરસાદના અભાવે ખેતરોમાં લીલોતરી ઘટી છે અને લીલા ઘાસની ઉપલબ્ધતા પણ ઓછી થઈ છે. બીજી તરફ પશુઓ માટે સૂકા ઘાસ અને મગફળીના પાલાની માગ વધતા તેના ભાવમાં બે થી ત્રણ ગણો વધારો થયો છે.  હાલમાં એક મણ સૂકા ઘાસનો હોલસેલ ભાવ રૂ.650 અને રિટેઇલ ભાવ રૂ.750 સુધી પહોંચ્યો છે. જ્યારે ગત વર્ષે આ જ ઘાસ રૂ.250થી 300માં મળતું હતું. લીલા ઘાસના ભાવમાં પણ વધારો થયો છે. હાલ એક મણ લીલા ઘાસનો હોલસેલ ભાવ રૂ.120 અને રિટેઇલ ભાવ રૂ.160 છે, જે ગત વર્ષે રૂ.60થી 70 હતો. મગફળીના પાલાનો ભાવ પણ ગત વર્ષના રૂ.100થી વધીને હાલ રૂ.300 પ્રતિ મણ થયો છે.  ઘાસચારો મોંઘો થયો હોવા છતાં પશુપાલકો માટે તેની ખરીદી ટાળવી શક્ય નથી. પશુઓને દરરોજ ખોરાક આપવો પડતો હોવાથી વધેલા ભાવનો સીધો બોજ તેમના ખિસ્સા પર પડી રહ્યો છે. કચ્છના ભુજ તાલુકાના મિરજાપરના માલધારીઓ પણ ઘાસચારાની અછતને લઈને ચિંતિત છે. માલધારીઓનો આક્ષેપ છે કે સરકાર દ્વારા રૂ.2 પ્રતિ કિલોના ભાવે ઘાસચારો આપવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં તેમના વિસ્તારમાં હજુ સુધી પૂરતી વ્યવસ્થા થઈ નથી. પશુપાલકો સરકાર પાસે વહેલી તકે સસ્તા દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની માગ કરી રહ્યા છે. પતિ-પત્ની બંનેની મળીને ₹300 કરોડથી વધુની સંપત્તિ, જાણો કેટલા અમીર છે સપાના ઉમેદવાર ધનરાજ નથવાણી</video:description>
<video:category>કચ્છ</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>જામનગર</video:category>
<video:category>દેવભૂમિ દ્વારકા</video:category>
<video:category>રાજકોટ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Zceej48r0fo</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/10/Fodder-Shortage-.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-ssg-hospital-vadodara-350-medicines-in-short-supply-stretcher-shortage-raises-questions-1525372.html</loc><video:video>
	<video:title>Vadodara Breaking: SSG હોસ્પિટલમાં દવાની અછત અને સ્ટ્રેચરના ફાંફાં, સરકારી તંત્ર ક્યારે લાવશે કાયમી ઉકેલ?</video:title>
	<video:publication_date>2026-10-01T18:50:33+05:30</video:publication_date>
	<video:description>મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી SSG હોસ્પિટલ ફરી એકવાર ગેરવહીવટના કારણે વિવાદમાં ઘેરાઈ છે. હોસ્પિટલમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી અતિમહત્વની દવાઓની દર્દીઓની સંખ્યા સામે 25 થી 30 ટકા જેટલી અછત સર્જાઈ છે. કુલ 1000 દવાઓમાંથી આશરે 350 દવાઓનો સ્ટોક ઓછો અથવા શોર્ટ સપ્લાયમાં હોવાની ગંભીર સ્થિતિ સામે આવી છે. ગુજરાત મેડિકલ સર્વિસિઝ કોર્પોરેશન લિમિટેડ (GMSCL) તરફથી છેલ્લા ત્રણ મહિનાથી નિયમિત સપ્લાય ન મળતાં તંત્રએ લોકલ ટેન્ડરથી ખરીદી કરી હોવાનો દાવો કર્યો છે.  દવાઓની અછત વચ્ચે વધુ એક શરમજનક તસવીર સામે આવી છે. ગંભીર હાલતમાં સારવાર માટે આવેલા દર્દીને સ્ટ્રેચર કે વ્હીલચેર ન મળતાં પરિવારજનો દર્દીને ઊંચકીને દોડવા મજબૂર બન્યા હતા. એક જ મહિનામાં આ પ્રકારની ત્રીજી ઘટના બનતાં હોસ્પિટલ મેનેજમેન્ટ સામે રોષ ફાટી નીકળ્યો છે.  વારંવાર સામે આવતી આવી બેદરકારી પાછળ સવાલ એ થાય છે કે શું સરકાર પૂરતું બજેટ નથી ફાળવતી કે પછી સ્થાનિક અધિકારીઓ જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે? લાખો ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન આ હોસ્પિટલની ખામીઓનું નિરાકરણ લાવવામાં સરકાર ક્યારે કડક પગલાં ભરશે તે મોટો સવાલ છે.   ભારતમાં તબીબી વિજ્ઞાનનો અજીબોગરીબ કિસ્સો, મોં છોડીને આંખની ઉપર નીકળી આવ્યા 2 દાંત, જોઈને ખુદ ડૉક્ટરો પણ ચોંકી ગયા</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>વડોદરા</video:category>
<video:category>હેલ્થ ન્યૂઝ,</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/1DJFMZXn8I0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/sachin">Sachin Agrawal</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/10/SSG-Hospital-Vadodara.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/ahmedabad-breaking-news-amc-vegetable-market-misuse-shelter-civic-negligence-video-1525180.html</loc><video:video>
	<video:title>Ahmedabad Breaking News : કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ, તંત્રની કામગીરી સામે સવાલ ! જુઓ Video</video:title>
	<video:publication_date>2026-10-01T14:46:20+05:30</video:publication_date>
	<video:description>અમદાવાદના જોધપુર વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવેલું વેજીટેબલ અને ફ્રૂટ માર્કેટ હાલ તેની મૂળ કામગીરીને બદલે અન્ય ઉપયોગ માટે વપરાતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પ્રહલાદનગર ગાર્ડન નજીક આવેલા આ માર્કેટમાં શાકભાજી અને ફળોના વેચાણ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ સ્થળની વર્તમાન સ્થિતિ AMCની કામગીરી અને એસ્ટેટ વિભાગની દેખરેખ સામે સવાલો ઉભા કરી રહી છે. લોકો મચ્છરદાણી લગાવીને રહે છે સામે આવેલા દ્રશ્યોમાં માર્કેટના સ્લેબ વિસ્તારમાં ધાર્મિક સાધુ-સાધવીઓ માટે ટેન્ટ લગાવવામાં આવ્યા હોવાનું જોવા મળે છે. કેટલાક લોકો મચ્છરદાણી લગાવીને ત્યાં રહેતા હોવાનું પણ નજરે પડે છે. એટલું જ નહીં, શાકભાજી અને ફળોના વેચાણ માટે બનાવવામાં આવેલા સ્થળે કપડાં સુકવાતા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે.  એક તરફ AMC દ્વારા જાહેરમાં ફળ અને શાકભાજી વેચતા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવે છે. આ માટે પરિપત્ર અને નોટિસ પણ આપવામાં આવે છે. બીજી તરફ, વિક્રેતાઓ માટે તૈયાર કરવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થાનો જ યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં, તેની દેખરેખ સામે સવાલો ઊભા થયા છે.   AMC આ મામલે શું કાર્યવાહી કરશે ? સ્થાનિક સ્તરે આ સમગ્ર મામલે AMCના એસ્ટેટ વિભાગની કામગીરી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી સુવિધાનો યોગ્ય ઉપયોગ, જાળવણી અને વ્યવસ્થાપન થાય તે જરૂરી છે. હવે સવાલ એ છે કે AMC આ મામલે શું કાર્યવાહી કરે છે અને માર્કેટને તેની મૂળ કામગીરી માટે ક્યારે ઉપયોગમાં લેવામાં આવશે. આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : દિવાળી પહેલા સોનું થયું સસ્તું, જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં 10 ગ્રામ સોનાનો આજનો ભાવ શું છે !</video:description>
<video:category>અમદાવાદ</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ORmne5av-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/10/Vegetable-Market-Misuse-Shelter.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/navsari-overbridge-bike-stunt-two-arrested-for-dangerous-reel-1525121.html</loc><video:video>
	<video:title>Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ, બે યુવકોની ધરપકડ, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-10-01T13:24:43+05:30</video:publication_date>
	<video:description>નવસારીના રેલવે ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ કરીને રીલ બનાવનારા બે યુવકોને નવસારી પોલીસે ઝડપી પાડ્યા છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા અને લાઇક્સ મેળવવાની ઘેલછામાં આ યુવકોએ બાઇક ઊંચી કરીને અત્યંત જોખમી સ્ટંટ કર્યો હતો, જેનો વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી.  પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે આ મામલે કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓના નામ સુરજ અને આશિક અલી છે, અને બંને મિથીલાનગરીના રહેવાસી છે. આ જોખમી સ્ટંટને કારણે માત્ર સ્ટંટ કરનારા યુવકો જ નહીં, પરંતુ રસ્તા પરના અન્ય વાહનચાલકો અને રાહદારીઓનો જીવ પણ જોખમમાં મુકાયો હતો.  નવસારી પોલીસે આ યુવકો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવા જોખમી સ્ટંટ રોડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરે છે અને ગંભીર અકસ્માત નોતરી શકે છે. પોલીસે યુવાનોને આવા જીવલેણ સ્ટંટથી દૂર રહેવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. આ બનાવ સમાજમાં રોડ સેફ્ટી પ્રત્યે જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. ઇથોપિયામાં બંધક બનાવાયેલા 3 ગુજરાતીઓનો સરકારના પ્રયાસોથી ખંડણી વિના છૂટકારો, જુઓ Video</video:description>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>નવસારી</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/x5waxXFYRQk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/sagar-solanki">Sagar Solanki</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/10/Navsari-Overbridge-Bike-Stunt-Two-Arrested-for-Dangerous-Reel.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-cough-syrup-scam-exposed-video-1525084.html</loc><video:video>
	<video:title>Breaking News  :  સમગ્ર રાજ્યને ચોંકાવતું નશીલી કફ સિરપનું મોટુ કૌભાંડ સામે આવ્યું, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-10-01T11:56:12+05:30</video:publication_date>
	<video:description>ભાવનગરમાંથી સમગ્ર રાજ્યને ચોંકાવતું નશીલી કફ સિરપનું મોટાપાયે કૌભાંડ સામે આવ્યું છે. એસ.ઓ.જી. (SOG) પોલીસે કફ સિરપના ગેરકાયદેસર કારોબાર પર વિરુદ્ધ ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ બોગસ ડોક્યુમેન્ટ અને બનાવટી પ્રમાણપત્રોના આધારે મેડિકલ લાયસન્સ મેળવીને રાજ્યમાં નશાકારક કફ સિરપનો કાળો કારોબાર ચલાવતા હતા. પોલીસે છેલ્લા 5 મહિનામાં કુલ 1,996 બોટલો જપ્ત કરી NDPS એક્ટ હેઠળ 11 કેસ નોંધીને 31 આરોપીઓની ધરપકડ કરી છે. સિરપનું કૌભાંડ સામે આવ્યું હાલ ​પકડાયેલ મુખ્ય આરોપી ​ભાવેશ દુધેલા અગાઉ 1,920 બોટલો સાથે પકડાયો હતો જેમાં ખુલાસો થયો છે કે નરેન્દ્ર જોશી પાસેથી &#039;મારુતિ મેડિકલ એજન્સી&#039;નું લાયસન્સ મેળવવા &#039;ગુરુકૃપા એજન્સી, સિહોર&#039;ના સહી-સિક્કાવાળું બોગસ પ્રમાણપત્ર બનાવ્યું હતું. જોકે અગાવ પણ અક્રમ વડદરીયાને કફ સિરપ સપ્લાય કરનાર S.R. ફાર્માસ્યુટિકલ્સના માલિક સરફરાજ કુરેશીની જેનું મેડિકલ લાયસન્સ બોગસ ડોક્યુમેન્ટ્સ આધારે લેવાયું હોવાનું ખુલ્યું છે. આમ શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે કફ સીરપનો કાળો કાળો બહારનો પર્દાફાશ થયો છે. કુલ 31 આરોપીઓની ધરપકડ ભાવનગરમાં નશાકારક કફ સિરપના ગેરકાયદેસર વેચાણ સામે એસઓજી પોલીસની કાર્યવાહીમાં છેલ્લા પાંચ મહિનામાં એસઓજી પોલીસે કફ સિરપની કુલ 1996 બોટલો ઝડપી પાડી છે. આ મામલે NDPS એક્ટ હેઠળ 11 ગુના નોંધવામાં આવ્યા છે અને કુલ 31 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, પકડાયેલા કેટલાક આરોપીઓ મેડિકલ ધારક પાસેથી ગેરકાયદેસર રીતે કફ સિરપની બોટલો મેળવી નશો કરતા લોકોને વેચતા હતા. આ ઉપરાંત, આરોપીઓ દ્વારા મેડિકલ લાયસન્સ મેળવવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કરી લાયસન્સ મેળવવામાં આવતું હતું. ત્યારબાદ પ્રતિબંધિત શેડ્યુલ-એચ અને એચ-1 કેટેગરીમાં આવતા નશાકારક કફ સિરપ અને મેડિસિનનો જથ્થો કંપની પાસેથી ખરીદી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. એસઓજીની તપાસ હજુ પણ ચાલુ એસઓજીની તપાસમાં અગાઉ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS કેસમાં ઝડપાયેલા આરોપી ભાવેશ દુધેલા પાસેથી પણ મેડિકલ લાયસન્સ મેળવવા માટે બનાવટી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. આ મામલે ખોટા ડોક્યુમેન્ટ બનાવી આપનાર નરેન્દ્ર જોશી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત, NDPS કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ પાસેથી કફ સિરપનો જથ્થો પૂરો પાડનાર મેડિકલના માલિક સામે પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ભાવનગરમાં નશાકારક કફ સિરપના નેટવર્ક સામે એસઓજીની તપાસ હજુ પણ ચાલુ છે.         કાનુની સવાલ : પિતાએ બનાવેલા ઘરમાં દીકરો અને પુત્રવધુનો હક નહી, 13 વર્ષ જૂના કેસમાં અમદાવાદ સિવિલ કોર્ટે ચુકાદો આપ્યો અહી ક્લિક કરો</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>ભાવનગર</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/wzmAjgdR-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/10/Breaking-News-Cough-syrup-scam-exposed-Video.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/jamnagar-farmers-protest-against-power-towers-demand-fair-compensation-and-land-rights-1524906.html</loc><video:video>
	<video:title>Breaking News : જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ, યોગ્ય વળતર અને જમીન અધિકારોની માંગ</video:title>
	<video:publication_date>2026-10-01T08:53:58+05:30</video:publication_date>
	<video:description>જામનગર જિલ્લામાં ટ્રાન્સમિશન ટાવર અને વીજ લાઈનની કામગીરી સામે ખેડૂતોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 30 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને ધરણા યોજ્યા હતા. ખેડૂતોનો મુખ્ય મુદ્દો ટ્રાન્સમિશન ટાવર માટે મળતા વળતર, જમીનના બજારભાવ અને વારંવાર અપાતી વહીવટી નોટિસો સામે છે.  ખેડૂતોની મુખ્ય માંગ છે કે ટાવર ઊભા કરવા માટે જમીનનું યોગ્ય અને સંપૂર્ણ વળતર બજારભાવ આધારિત આપવામાં આવે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે લેખિતમાં સંમતિ વિના જમીનમાં એક પણ થાંભલો નાખવા દેવાશે નહીં. વીજ લાઈનથી ખેતીની જમીન પર થતી અસર અને જીવના જોખમને કારણે પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જમીનના રેકોર્ડમાં રહેલી ભૂલો સુધારવાની અને વહીવટી નોટિસો તાત્કાલિક બંધ કરવાની પણ તેમની માંગણી છે.  આ આંદોલન દરમિયાન ખેડૂતોએ બાકી પાક વીમાનું વળતર ચૂકવવા, જામનગર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા અને ₹3 લાખ સુધીનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવાની પણ માંગણીઓ કરી હતી. ખેડૂત આગેવાનોએ જણાવ્યું છે કે જો વહેલી તકે આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લાના ખેડૂતોનું એક ભવ્ય મહાસંમેલન બોલાવીને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. નિયમમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ફરી કોંગ્રેસમાં જોડાશે, શંકરસિંહ વાઘેલાનો પરિવાર જુઓ</video:description>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>જામનગર</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/h6_EcJSnQLE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/sagar-solanki">Sagar Solanki</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/10/Jamnagar-Farmers-Protest-Against-Power-Towers-Demand-Fair-Compensation-and-Land-Rights.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/bhakti-videos/01-october-2026-rashifal-daily-horoscope-financial-gains-career-and-love-predictions-watch-video-1522997.html</loc><video:video>
	<video:title>01 October 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોની યોજનાઓ ઝડપથી આગળ વધશે અને કોણ નવી વસ્તુઓ શીખવામાં રસ ધરાવશે? જુઓ Video</video:title>
	<video:publication_date>2026-10-01T08:05:01+05:30</video:publication_date>
	<video:description>આજનું રાશિફળ (Video): આજનો દિવસ કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?  મેષ રાશિ:  આજે જૂના મિત્રો કે સંબંધીઓ સાથે આનંદદાયક મુલાકાત થઈ શકે છે. બિઝનેસ અને કામકાજમાં વિદેશી સંપર્કોથી કે મોટા ઓર્ડરથી લાભ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે નવું શીખવા માટે ખૂબ જ અનુકૂળ સમય છે.  વૃષભ રાશિ:  આજે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાથી મનને સકારાત્મક ઊર્જા મળશે. બિઝનેસ અને કામકાજમાં ડિજિટલ માધ્યમોનો ઉપયોગ વધારવાથી ગ્રાહકો વધશે અને સારો નફો થશે.  મિથુન રાશિ:  આજે ભાગ્યનો સાથ મળવાથી મુશ્કેલ કામો પણ સરળતાથી પૂરા થશે. બિઝનેસ અને કામકાજમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહથી મોટો ફાયદો થઈ શકે છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની પરીક્ષાઓમાં સફળતા મળશે.  કર્ક રાશિ:  આજે કાર્યક્ષેત્રમાં તમારી કાર્યક્ષમતા અને મહેનતની પ્રશંસા થશે. બિઝનેસ અને કામકાજમાં નવી યોજનાઓ સફળ થશે અને નફો વધશે. વિદ્યાર્થીઓએ તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સતત ધ્યાન આપવું પડશે.  સિંહ રાશિ:  આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં પરિસ્થિતિનો યોગ્ય રીતે અભ્યાસ કરવો. બિઝનેસ અને કામકાજમાં વિરોધીઓ સક્રિય થઈ શકે છે, માટે તમારી યોજનાઓ ગુપ્ત રાખવી. વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં સારું પરિણામ મળશે.  કન્યા રાશિ:  આજે ટીમવર્ક અને સહયોગથી મોટા કાર્યો સરળતાથી પૂરા થઈ શકશે. બિઝનેસ અને કામકાજમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કામને ઝડપી અને નફાકારક બનાવશે.  તુલા રાશિ:  બિઝનેસ અને કામકાજમાં સહકર્મીઓનો સહયોગ મળશે અને નવા ઓર્ડર મળી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધુ મહેનત કરવી પડશે. લવ લાઈફમાં નાની-મોટી બાબતે મનમુટાવ થઈ શકે છે,  વૃશ્ચિક રાશિ:  આજે સમાજમાં તમારું માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. બિઝનેસ અને કામકાજમાં તમારું નેતૃત્વ ગુણ કામને નવી ઊંચાઈ પર લઈ જશે. વિદ્યાર્થીઓ માટે વિદેશ જઈને ભણવાના યોગ બની રહ્યા છે.  ધન રાશિ:  આજે ધાર્મિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સમય વિતાવવાથી મન શાંત રહેશે. બિઝનેસ અને કામકાજમાં હિસાબ-કિતાબમાં ચોકસાઈ રાખવી, નહિતર નુકસાન થઈ શકે છે. વિદ્યાર્થીઓએ નકામી વાતોમાં સમય બગાડવો નહીં.  મકર રાશિ:  આજે ઘરના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી મહત્વના નિર્ણયો લઈ શકાશે. બિઝનેસ અને કામકાજમાં કાર્યપદ્ધતિમાં બદલાવ લાવવાથી કામ ઝડપથી પૂરું થશે.  કુંભ રાશિ:  આજે મિત્રો સાથેની મુલાકાતથી મન પ્રસન્ન રહેશે અને નવો આત્મવિશ્વાસ જાગશે. બિઝનેસ અને કામકાજમાં નેટવર્કિંગ અને નવી ભાગીદારીથી લાભ થવાની શક્યતા છે.  મીન રાશિ:  આજે તમારા અટકેલા કામોમાં સફળતા મળવાથી ઉત્સાહ વધશે. બિઝનેસ અને કામકાજમાં નવી યોજનાઓ અમલમાં મૂકવાથી ભવિષ્યમાં સારો નફો થશે. નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.</video:description>
<video:category>ભક્તિ વીડિયો</video:category>
<video:category>ભક્તિ સમાચાર</video:category>
<video:category>રાશિફળ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/9UA4rki7e9M</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/ravi-prajapati">Ravi Prajapati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rashifal-3-2.jpg</video:thumbnail_loc></video:video></url></urlset>