દર વખતે ફોન પર વાત કરતી વખતે તમે અજાણતાં ઓછામાં ઓછું 1 વાર કોઈ બીજાની ગર્લફ્રેન્ડને યાદ કરો છો, જાણો તમારી આ ભૂલનું એક રોચક સત્ય

ભઈ, આપણે સૌ એ જાણીએ છે કે મોબાઈલ કે લેન્ડલાઈન ફોનની રીંગ વાગે તો તમારે સૌથી પહેલો શબ્દ બોલવાનો છે એ છે ‘Hello’. આપણે પણ નાનપણથી જ આપણા પરિવારમાં અને આસપાસની દુનિયામાં ફોન ઉપાડતા કે કરતા પહેલો શબ્દ જે બોલાય છે તે ‘Hello’ જ સાંભળ્યો છે. ત્યાર પછી જ બધી કામની વાતો શરૂ થાય.  પરંતુ શું […]

દર વખતે ફોન પર વાત કરતી વખતે તમે અજાણતાં ઓછામાં ઓછું 1 વાર કોઈ બીજાની ગર્લફ્રેન્ડને યાદ કરો છો, જાણો તમારી આ ભૂલનું એક રોચક સત્ય
Follow Us:
| Updated on: Jan 20, 2019 | 11:24 AM

ભઈ, આપણે સૌ એ જાણીએ છે કે મોબાઈલ કે લેન્ડલાઈન ફોનની રીંગ વાગે તો તમારે સૌથી પહેલો શબ્દ બોલવાનો છે એ છે ‘Hello’. આપણે પણ નાનપણથી જ આપણા પરિવારમાં અને આસપાસની દુનિયામાં ફોન ઉપાડતા કે કરતા પહેલો શબ્દ જે બોલાય છે તે ‘Hello’ જ સાંભળ્યો છે. ત્યાર પછી જ બધી કામની વાતો શરૂ થાય. 

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ‘Hello’ જ બોલવામાં આવે છે. તેની પાછળ એક રસપ્રદ ઈતિહાસ છે. જોકે ‘Hello’ બોલવા પાછળ 2 વાતો સાંભળવા મળે છે. આવો, જાણીએ ‘Hello’ બોલવા પાછળો ઈતિહાસ

શું થાય છે ‘Hello’નો અર્થ?

ઑક્સફોર્ડ ઈંગ્લિશ ડિક્સનરી પ્રમાણે ‘Hello’ શબ્દ, જૂના જર્મન શબ્દ હોલાથી બન્યો છે. આ શબ્દ જૂના જર્મન શબ્દ ‘હોલા’થી જન્મયો છે. હોલાનો મતલબ થાય છે કે કેમ છો, કેવો હાલ છે તેમ.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

પ્રાચીન સમયમાં આ શબ્દનો ઉપયોગ સમુદ્રમાં યાત્રા દરમિયાન નાવિકો કરતા હતા. અંગ્રેજ કવિ ચૉસરના જમાનામાં એટલે કે 1300 બાદ આ શબ્દ હાલો (Hallow) બની ગયો હતો. તેના 200 વર્ષ બાદ એટલે કે શેક્સપિયરના જમાનામાં તે હાલૂ (Halloo) બની ગયો. ત્યારબાદ શિકારીઓના ઉપયોગથી પાછો બદલાવ આવ્યો અને હાલવા, હાલૂવા, હોલો (Hallloa, Hallooa, Hollo) બન્યા.

શું ફોનનો આવિષ્કાર કરનાર ગ્રાહમ બેલની ગર્લફ્રેન્ડનું નામ ‘Hello’ હતું?

હેલ્લો શબ્દ બોલવા પાછળ જે એક થીયરી સાંભળવા મળે છે તે છે ફોનનો આવિષ્કાર કરનાર એલેક્ઝેંજર ગ્રાહમ બેલની ગર્લફ્રેન્ડનું નામ.

કહેવાય છે કે હેલ્લો શબ્દ બોલવા પાછળ એલેકઝેંડરની લવ સ્ટોરી છે. ગ્રાહમ બેલની ગર્લફ્રેન્ડનું નામ ‘મારગ્રેટ હેલ્લો’ હતું. ગ્રાહમ બેલે ફોનની શોધ કર્યા બાદ સૌથી પહેલો ફોન પોતાની ગર્લફ્રેન્ડને કર્યો અને ફોન પર તેને પ્રેમથી ‘Hello’ તરીકે બોલાવી. અને ત્યારથી જ ‘Hello’ ચલણમાં આવી ગયું.

પરંતુ આ થીયરીને સાચી ન માનનારા ઘણાં લોકો છે. કહેવાય છે કે ગ્રાહમ બેલની ગર્લફેન્ડનું નામ હેલ્લો હતું તેનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી. જ્યારે કે ગ્રાહમની ગર્લફ્રેન્ડનું નામ Mabel Hubbard હતું અને  તેમણે 1877માં Mabel સાથે લગ્ન કર્યા હતા. આ ફોટોમાં ગ્રાહમ બેલ સાથે દેખાતી મહિલા મારગ્રેટ હેલ્લો નહીં પરંતુ તેમની પત્ની Mabel Gardiner Hubbard છે.

તો શું ‘Hello’ શબ્દ પાછળનો ખરો ઈતિહાસ?

કહેવાય છે કે ગ્રાહમ બેલે ક્યારેય ‘Hello’ શબ્દનો ઉપયોગ કર્યો જ ન હતો. ફોનની શોધ કર્યા બાદ ગ્રાહમે સૌથી પહેલો ફોન તેમની આસિસ્ટન્ટને કર્યો હતો અને ફોન પર કહ્યું હતું, ‘Come here. I want to see you.’ પરંતુ આ તેમને પસંદ ન પડ્યું. એટલે તેમણે લાંબા વાક્યની જગ્યાએ ‘Ahoy Ahoy’ બોલવાનો પ્રસ્તાવ મૂક્યો. ગ્રાહમ બેલ પહેલેથી જ ‘Ahoy’ શબ્દ બોલતા હતા. અને આ શબ્દનો ઉપયોગ ફોન પર વાત કરતી વખતે શરૂઆતમાં થવા લાગ્યો.

જ્યારથી લોકોએ ટેલિફોનનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો ત્યારે શરૂઆતમાં લોકો પૂછતા હતા, ‘Are you there?’ આમ પૂછવા પાછળનું કારણ એ હતું કે સામેવાળી વ્યક્તિ સુધી ફોન કરનારનો અવાજ પહોંચે છે કે નહીં.

જોકે કહેવાય છે કે જ્યારે વર્ષ 1876માં એલેક્ઝેંડર ગ્રાહમ બેલને ટેલિફોનની શોધની પેટન્ટ મળી. ત્યારે તેઓ શરૂઆતમાં નાવિકો માટે જે શબ્દ વપરાતો તે ‘અહોય’ કે ‘હાય’ (Ahoy)નો ઉપયોગ કરતા હતા. પરંતુ એક વખત થૉમસ એડિસને ‘Ahoy’ શબ્દ ખોટો સાંભળી લીધો અને 1877માં તેમણે ‘Hello’ શબ્દ બોલવાનો પ્રસ્તાવ મૂક્યો. તે માટે તેમણે પિટ્સબર્ગની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ એન્ડ પ્રિન્ટિંગ ટેલિગ્રાફ કંપનીના અધ્યક્ષ ટીબીએ સ્મિથને પત્ર લખ્યો અને કહ્યું કે ટેલીફોન પર વાત કરતા પહેલા સૌથી પહેલો શબ્દ ‘Hello’ બોલવો જોઈએ. અને જ્યારથી તેમણે પહેલી વખત ફોન કર્યો અને ‘Hello’ બોલ્યા ત્યારથી આજના દિવસ સુધી આપણે ફોન ઉપાડતા ‘Hello’ જ બોલીએ છીએ.

આ પણ વાંચો: જો તમને શોખ છે ‘એનિમલ પ્રિન્ટ’ના આવા સ્ટૉકિંગ્સ પહેરવાનો તો વાંચી લેજો આ ખબર, તમારા પણ તૂટી શકે છે પગ!

તમને કહી દઈએ કે એ જમાનામાં ટેલિફોન એક્સચેન્જમાં કામ કરતી મહિલા ઑપરેટરને ‘Hello Girls’  કહેવામાં આવતું.

જો તમને પણ આજ સુધી એવી ગેરસમજ હતી કે ફોન ઉપાડતા સૌથી પહેલા ‘Hello’ શબ્દ બોલવા પાછળ ગ્રાહમ બેલની લવ સ્ટોરી છે, તો આ આર્ટિકલ જરૂરથી શેર કરો.

[yop_poll id=703]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">