શું તમે ક્યારેય સોનાનું વડાપાંઉ જોયું છે ? અહીંયા તો ખવાઈ પણ રહ્યું છે 22 કેરેટ સોનાનું વડાપાંઉ !

ફાસ્ટ ફુડમાં લોકોની પ્રથમ પસંદગી એટલે વડાપાંઉ. પરંતુ શું તમે ક્યારેય સોનાનો વડાપાંઉ જોયો છે ? તાજેતરમાં એક સોનાના વડાપાંઉનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

શું તમે ક્યારેય સોનાનું વડાપાંઉ જોયું છે ? અહીંયા તો ખવાઈ પણ રહ્યું છે 22 કેરેટ સોનાનું વડાપાંઉ !
world first 22k gold plated vada pav

Viral Video: મુંબઈનું નામ સાંભળતાજ લોકોને વડાપાઉંની યાદ આવતી હોય છે, એટલા માટે જ તમને મુંબઈના દરેક શેરી ખૂણામાં તમને સરળતાથી વડાપાંઉ મળી રહેશે.આ ફાસ્ટફુડમાં (FastFood) સૌથી લોકપ્રિય ફુડ છે, પરંતુ જ્યારે 2000 રૂપિયાનું વડાપાંઉ મળે તો ! તાજેતરમાં એક સોનાના વડાપાંઉનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જે જોઈને તમે પણ દંગ રહી જશો.

એક અહેવાલ મુજબ, UAEના અલકરામાં O,Pao નામનું રેસ્ટોરન્ટ ખોલવામાં આવ્યુ છે, જેના મેનુમાં વડાપાંઉની Dh99 (લગભગ 2000 રૂપિયા) કિંમત લખવામાં આવી છે,આ રેસ્ટોરન્ટ મેનુમાં વડાપાઉંની કિંમત જોઈને ઘણા લોકોને આશ્વર્ય થયુ, પરંતુ દાવો કરવામાં આવ્યો છે કે આ દુનિયાનુ પહેલુ 22 કેરેટ સોનાનું ‘ગોલ્ડન પ્લેટેડ વડાપાઉં’ છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by O’Pao (@opaodxb)

એટલું જ નહીં, આ વડાપાઉં પર 22K ગોલ્ડ પ્લેટથી આવરણ (Golden Plated Vada Paav)ચઢાવવામાં આવ્યુ છે, જેના કારણે તેની કિંમત સામાન્ય વડાપાંઉ કરતા ઘણી વધારે રાખવામાં આવી છે. આ સોનાના વડાપાંઉ હાલ લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

જુઓ લોકોની પ્રતિક્રિયા

 

આ પણ વાંચો: Video : પુલ પર ટર્નિંગ વખતે જ નદીમાં ખાબકી કાર, વીડિયોમાં જુઓ દિલધડક દ્રશ્યો !

આ પણ વાંચો: ગાયને ન્હાવાનું મન થતા સ્વિમિંગ પૂલમાં લગાવી ડુબકી ! પછી જે થયુ એ જોઈને તમને પણ આશ્વર્ય થશે

Click on your DTH Provider to Add TV9 Gujarati