ક્લાર્કના કારણે બદલાયું મહિલાનું નસીબ, રાતો-રાત બની ગઈ કરોડોની માલિક

દુનિયાનો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એક દિવસ તે લોટરી જીતે અને પછી ઇનામમાં મળેલી રકમની મદદથી તે પોતાનો દરેક શોખ પૂરો કરે. આ દિવસોમાં એક મહિલાનું ભાગ્ય એવી રીતે ચમક્યું કે લોકો જોતા જ રહી ગયા.

ક્લાર્કના કારણે બદલાયું મહિલાનું નસીબ, રાતો-રાત બની ગઈ કરોડોની માલિક
File photo

ઘણીવાર તમે લોકોને એમ કહેતા સાંભળ્યા હોય છે કે કોનું નસીબ ક્યારે બદલાય જાય. આવું જ કંઈક તાજેતરમાં એક મહિલા સાથે થયું છે. એક સ્ટોરમાં કામ કરતો ક્લાર્ક મહિલા માટે અત્યંત નસીબદાર સાબિત થયો છે. મહિલાનું નસીબ રાતોરાત ચમકી ગયું છે.

હકીકતમાં એવું બન્યું કે અમેરિકાના (America) મિશિગનમાં એક મહિલા સમજી ન શકી કે તેને કઈ લોટરીની ટિકિટ ( lottery ticket) ખરીદવી છે. તેથી મહિલાએ છેલ્લે સ્ટોરના ક્લાર્કને લોટરીની ટિકિટ ખરીદવા માટે મદદ માંગી. બસ આ નિર્ણયથી સ્ત્રીને કરોડોની માલિક બનાવી દીધી હતી.

એક રિપોર્ટ અનુસાર, ક્લાર્ક (clerk) દ્વારા મહિલાને આપવામાં આવેલી લોટરી ટિકિટથી તેને 1 મિલિયન ડોલરનો જેકપોટ જીત્યો હતો. પરિણામે મહિલા હવે 7 કરોડ રૂપિયાથી વધુની માલિક બની ગઈ છે. જેકપોટ ઇનામ જીતનાર મહિલાએ મિશિગન લોટરીના અધિકારીઓને જણાવ્યું હતું કે તે ફ્લિન્ટના મિલર પોઇન્ટ માર્ટમાં કેટલીક સ્ક્રેચ-ઓફ લોટરી ટિકિટ ખરીદવા ગઈ હતી. પરંતુ તે જાણતી નહોતી કે તે કઈ ટિકિટ ખરીદવા માંગે છે. તેથી તેણે ક્લાર્કની મદદ લેવાનું નક્કી કર્યું હતું.

મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, મેં કારકુનને મારા માટે લોટરીની કેટલીક ટિકિટ પસંદ કરવાનું કહ્યું અને તેણે આપેલી ટિકિટ મેં રાખી લીધી. લોટરી જીતવાની વાત કહેતા મહિલાએ કહ્યું, હું લંચ બ્રેક પર હતી અને કામ પર પાછા ફરતા પહેલા ટિકિટ સ્ક્રેચ કરવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં ટિકિટ સ્કેચ કર્યા બાદ મને ભરોસો ન હતો કે આટલી મોટી રકમ જીતી લીધી છે. તેથી જ પહેલા મેં વિચાર્યું કે મેં ટિકિટમાં ખોટો નંબર જોયો નથી. તે એવી ક્ષણ હતી કે હું મારી જીત પર વિશ્વાસ નકરી શકી ન હતી.

લોટરીમાં આટલી મોટી રકમ જીત્યા બાદ મહિલાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તે જીતેલી રકમમાંથી કેટલીક રકમ પરિવાર પર વેકેશનમાં ખર્ચ કરશે. આ પછી બાકીની રકમ યોગ્ય જગ્યાએ રોકાણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે કોઈનું નસીબ આ રીતે બદલાઈ ગયું હોય. ઘણીવાર ઘણા લોકો એટલા નસીબદાર હોય છે કે તેમનું જીવન રાતોરાત બદલાઈ જાય છે.

 

આ પણ વાંચો : Surat: સ્કૂલમાં 50 થી 70 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેતા વાલીઓમાં રોષ, જાણો સંપૂર્ણ વિગત

આ પણ વાંચો : લો બોલો.! રાજ્યમાં GST ચોરીમાં અમદાવાદ-સુરત અવ્વલ નંબરે, આટલા હજાર કરોડનું બોગસ બિલિંગ પકડાયું

Click on your DTH Provider to Add TV9 Gujarati