લો બોલો, આ મહિલા સાડી પહેરીને આવી તો રેસ્ટોરન્ટમાં ન મળી એન્ટ્રી ! Video જોઈને ભડકી જનતા

ભારતીય પહેરવેશમાં સાડીને મહત્તમ મહત્વ આપવામાં આવ્યુ છે. પરંતુ દિલ્હીની એક રેસ્ટોરન્ટે મહિલાને માત્ર એટલા માટે એન્ટ્રી ન આપી કે તેણે સાડી પહેરી હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

લો બોલો, આ મહિલા સાડી પહેરીને આવી તો રેસ્ટોરન્ટમાં ન મળી એન્ટ્રી ! Video જોઈને ભડકી જનતા
woman wearing saree denied entry in restaurant

Viral Video: સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જે લોકોમાં ચર્ચાનો વિષય બની જતા હોય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સાડી પહેરવાને કારણે દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં (Delhi Restaurant) એક મહિલાને એન્ટ્રી ન મળી.

 

વીડિયોમાં મહિલાને કહેવામાં આવી રહ્યું છે કે તે સાડી પહેરીને અંદર પ્રવેશી શકે નહીં.આ વીડિયો વાયરલ થયા બાદ ઈન્ટરનેટ પર ભારે હંગામો મચી ગયો હતો. ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સ (Social Media Users)આ રેસ્ટોરન્ટને બંધ કરવાની માંગ કરી રહ્યા છે.

 

કોણ નક્કી કરી રહ્યું છે કે સાડી ‘સ્માર્ટ વસ્ત્રો’ નથી?

હવે આ વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે કોઈના ડ્રેસને કારણે રેસ્ટોરન્ટમાં એન્ટ્રી કેમ ન મળી શકે. હાલ આ મુદ્દો ટ્વીટર પર #Saree સાથે ટ્રેન્ડ કરી રહ્યો છે. @ShefaliVaidya એ ટ્વીટર પર આ વીડિયો શેર કર્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું કે કોણ નક્કી કરી રહ્યું છે કે સાડી ‘સ્માર્ટ વસ્ત્રો’ નથી? મેં યુએસ, યુએઈ તેમજ યુકેની(UK) શ્રેષ્ઠ રેસ્ટોરન્ટમાં સાડી પહેરી છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

જુઓ વીડિયો

 

વીડિયો જોઈને ભડકી જનતા

સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે સ્માર્ટ ડ્રેસની વ્યાખ્યા શું છે, મને કહો? . ઘણા લોકોએ આ ‘ભેદભાવપૂર્ણ’ નીતિનો વિરોધ કર્યો છે. આ ઘટના બાદ રેસ્ટોરન્ટનું રેટિંગ (Rating) પ્રભાવિત થયું છે. રિપોર્ટ અનુસાર આ મુદ્દો સામે આવ્યા બાદ લોકો રેસ્ટોરન્ટને નેગેટિવ રેટિંગ આપી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: Video : રસ્તા પર ચાની ચૂસ્કી લેતા જોવા મળ્યા આ મુખ્યપ્રધાન, CM નો આ અનોખો અંદાજ જોઈને તમે પણ કહેશો “વાહ”

 

આ પણ વાંચો: Video : જન્મદિવસે મીણબત્તી બુઝાવવા જતા આ એક્ટ્રેસના વાળમાં આગ લાગી, પછી જે થયું એ જોઈને તમે પણ ચોંકી જશો !

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati