પવિત્ર પિરામિડ પર ચઢી મહિલાએ કર્યો ડાન્સ, રોષે ભરાયેલી ભીડે આવી રીતે ઉતાર્યો ગુસ્સો, જુઓ વીડિયો

વાયરલ ક્લિપમાં જોવા મળે છે કે સેંકડો લોકોના ભારે વિરોધ છતાં મહિલા પવિત્ર પિરામિડ પર ચઢી હતી. આટલું જ નહીં તેણે લોકોને ચીડવતા પિરામિડ પર ડાન્સ પણ કર્યો હતો. જોકે, બીજી જ ક્ષણે મહિલાને તેની હરકતની કિંમત ચૂકવવી પડી હતી.

પવિત્ર પિરામિડ પર ચઢી મહિલાએ કર્યો ડાન્સ, રોષે ભરાયેલી ભીડે આવી રીતે ઉતાર્યો ગુસ્સો, જુઓ વીડિયો
Mayan Pyramid Viral Video
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Nov 23, 2022 | 6:40 PM

મેક્સિકોમાં એક મહિલા પ્રવાસી પર એક પવિત્ર સ્થળનો અનાદર કરવાના આરોપમાં સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. મહિલાને ચિચેન ઈત્ઝા ખાતે માયા પિરામિડ પર ચડતી હોય તેવો વીડિયો બનાવવામાં આવ્યો હતો. જે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વાયરલ ક્લિપમાં જોવા મળે છે કે સેંકડો લોકોના ભારે વિરોધ છતાં મહિલા પવિત્ર પિરામિડ પર ચઢી હતી. આટલું જ નહીં તેણે લોકોને ચીડવતા પિરામિડ પર ડાન્સ પણ કર્યો હતો. જોકે, બીજી જ ક્ષણે મહિલાને તેની હરકતની કિંમત ચૂકવવી પડી હતી.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં મહિલાને માયા પિરામિડ પર ચડતી જોઈ શકાય છે. આ પછી મહિલા પવિત્ર સ્થાન પર ડાન્સ કરતી જોવા મળે છે. આ દરમિયાન નીચે ઊભેલી ભીડ નારા લગાવતી અને ગુસ્સામાં વિરોધ કરતી જોવા મળે છે. બાદમાં સ્થળ પર હાજર સુરક્ષા અધિકારીએ મહિલાને નીચે ઉતારી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા પિરામિડ પરથી નીચે ઉતરતાની સાથે જ સ્થાનિક લોકો તેની સાથે ઝઘડો કરવા લાગે છે અને તેના પર પાણીની બોટલો ફેંકીને વિરોધ કરવાનું શરૂ કરી દે છે. આ દરમિયાન રોષે ભરાયેલા ટોળાએ મહિલાના વાળ ખેંચી લીધા હતા.

આ વીડિયો ટ્વિટર પર @davenewworld_2 હેન્ડલથી શેયર કરવામાં આવ્યો છે. યુઝરે લખ્યું, ‘એક મહિલા પ્રવાસીએ પ્રાચીન માયા પિરામિડ પર ચઢીને તેનું અપમાન કર્યું.’ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 80 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 2 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ સિવાય લોકો વીડિયો પર ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું છે કે, મહિલા નસીબદાર હતી કે લોકોએ તેના પર માત્ર પાણીની બોટલો ફેંકી. ત્યારે અન્ય યુઝરે મહિલાની ધરપકડની માગ કરી છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, ભીડ મહિલાને જેલમાં મોકલવાની માગ કરી રહી છે. તે યોગ્ય પણ છે. આવા લોકો માટે તે યોગ્ય જગ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati