વેક્સિન લઈ લો : રસ્તા વચ્ચે કોરોના વેક્સિન માટે બુમો પાડતી આ મહિલાનો વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO

વેક્સિન લઈ લો : રસ્તા વચ્ચે કોરોના વેક્સિન માટે બુમો પાડતી આ મહિલાનો વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO
woman funny video goes viral

હાલમાં એક મહિલાનો રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરે છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jan 20, 2022 | 5:57 PM

Funny Video: વિશ્વમાં ફરી એકવાર કોરોના વાયરસનો (Corona Virus) કહેર વધી રહ્યો છે. નવા વેરિઅન્ટ ઓમિક્રોનની પણ દહેશત જોવા મળી રહી છે. ત્યારે દેશમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને નિયમોમાં પણ કડકાઈ કરવામાં આવી રહી છે. બીજી તરફ વેક્સિનેશનની (Vaccination) કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે.

વેક્સિન માટે મહિલાએ લોકોને કરી અપીલ

કોરોનાને નાથવા એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને જ માનવામાં આવે છે. જો કે હજુ પણ કેટલાક લોકો વેક્સિન લેવા માટે આનાકાની કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મહિલા ગામના લોકોને વેક્સિન લેવા માટે કહી રહી છે. આ વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે.

જુઓ વીડિયો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસીકરણ અભિયાન અંતર્ગત કેટલીક મહિલાઓ રસી આપવા માટે એક ગામમાં પહોંચી છે. ત્યારે એક વૃદ્ધ મહિલા મોટેથી બૂમો પાડીને લોકોને રસી લેવા માટે અપીલ કરી રહી છે. મહિલા કહે છે કે કોરોનાની વેક્સિન લગાવો… લિલ્લુ, બિલ્લુ, મંજુ, અંજુ, લીના… બધા જલ્દી આવો.વેક્સિન લગાવી લો. આ રમુજી વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

રમુજી વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર trolls_official નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ રમુજી વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો : Viral : દરવાજો ખોલવા વાંદરાએ લગાવ્યુ ગજબનું દિમાગ, વીડિયો જોઈને યુઝર્સ કહ્યું “યે તો બડા સ્માર્ટ નિકલા”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati