ગજબ ! આ યુવતીએ ‘સ્કેટિંગ શુઝ’ પહેરીને કર્યો રાજસ્થાની ફોક ડાન્સ, આ સ્કેટિંગ ચેમ્પિયનને જોઈને લોકો મંત્ર મુગ્ધ થયા

આજકાલ એક ફોક ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ ચર્ચામાં છે. આ યુવતી જે રીતે સ્કેટિંગ શુઝ પહેરીને ફોક ડાન્સ કરી રહી છે, તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

ગજબ ! આ યુવતીએ 'સ્કેટિંગ શુઝ' પહેરીને કર્યો રાજસ્થાની ફોક ડાન્સ, આ સ્કેટિંગ ચેમ્પિયનને જોઈને લોકો મંત્ર મુગ્ધ થયા
Rajasthani folk dance video viral on social media

Viral Video : સોશિયલ મીડિયા પર અવાર નવાર ડાન્સ વીડિયો વાયરલ થતા જોવા મળે છે, ડાન્સ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવે છે. આજકાલ આવો જ એક યુનિક ડાન્સ વીડિયો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તમે રાજસ્થાની ફોક ડાન્સ જોયો હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈને સ્કેટિંગ શુઝ પહેરીને રાજસ્થાની ફોક ડાન્સ (Folk Dance) કરતા જોયા છે ? જો નહિ… તો આ વીડિયોમાં તમે આ યુનિક ડાન્સ જોઈ શકશો.

યુવતીએ સ્કેટિંગ શુઝ પહેરીને અદ્ભૂત ફોક ડાન્સ કર્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવતી સ્કેટિંગ શુઝ (Skating Shoes) પહેરીને એક કાર્યક્રમમાં રાજસ્થાની ફોક ડાન્સ કરી રહી છે. સાથે અન્ય યુવતીઓ પણ સ્ટેજ પર તેને પ્રોત્સાહન આપતી જોવા મળે છે. આ યુવતીનો ડાન્સ જોઈને કાર્યક્રમમાં હાજર તમામ લોકોને આશ્વર્ય થઈ રહ્યુ છે. ઈન્ટરનેટ પર આ વીડિયો પોસ્ટ થતા જ આ ડાન્સે યુઝર્સનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

ક્રિષ્ના કંવર ગેહલોત સ્કેટિંગ ચેમ્પિયન 

મળતી માહીતી મુજબ, આ યુવતીનું નામ ક્રિષ્ના કંવર ગેહલોત છે અને તે સ્કેટિંગ ચેમ્પિયન છે. તેમણે અત્યાર સુધીમાં અનેક મેડલ પોતાના નામ કર્યા છે. આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Odhni_by_twinkle_baisa નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ સ્કેટિંગ ફોક ડાન્સ જોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે. જ્યારે અન્ય યુઝર્સ (Users) પણ આ યુવતીની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Gujarati ‘હાસ્યનો ડાયરો’: એક બેનનું સ્ટેટ્સ- આખી દુનિયામાં હું એકલી જ શરદ પૂનમની ચાંદની છું !

આ પણ વાંચો : Video : આ ટેણિયાએ જુગાડથી એવા એન્ટિક સોફા બનાવ્યા કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

Click on your DTH Provider to Add TV9 Gujarati