Crime News: પતિને રોજ પ્રોટીન શેકમાં ધીમુ ઝેર ભેળવીને પિવડાવી રહી પત્નિ, 30 કિલો વજન ઘટી જતા થયો પર્દાફાશ

56 વર્ષીય જેડી મેકકેબને તેમની પત્ની દ્વારા લાંબા સમય સુધી ધીમા ઝેર પ્રોટીન શેક સાથે મિશ્રિત ખોરાક આપવામાં આવતો હતો. બંનેના લગ્નને 17 વર્ષ થયા છે. તેમને બે બાળકો પણ છે.

Crime News: પતિને રોજ પ્રોટીન શેકમાં ધીમુ ઝેર ભેળવીને પિવડાવી રહી પત્નિ, 30 કિલો વજન ઘટી જતા થયો પર્દાફાશ
Wife mix slow poison in protein shake and gave it to husband

Crime News: સામાન્ય રીતે પતિ -પત્ની વચ્ચે કોઈને કોઈ મુદ્દે અણબનાવ થતો રહે છે. જોકે, આ બધાની વચ્ચે પણ બંને વચ્ચે પ્રેમ રહે છે. પરંતુ કેટલાક યુગલો એવા હોય છે જે આ બાબતોને પોતાના દિલમાં રાખે છે અને બાદમાં આ સંબંધોમાં ખાટાપણું પેદા કરવા માટે પૂરતું હોય છે. કેટલીકવાર મામલો એટલો વધી જાય છે કે બંને એકબીજાને મારવાના વિચારો પણ કરવા લાગે છે. આવો જ એક કિસ્સો અમેરિકાથી પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલા તેના પતિ પર એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે તેને રસ્તામાંથી હટાવવાની યોજના શરૂ કરી.

અમેરિકાના સાઉથ કેરોલિનામાં રહેતા આ કપલને જોઈને બધાને લાગતું હતું કે આ બંને કેટલા ખુશ છે. લગ્નના 17 વર્ષ પછી પણ પત્ની તેના પતિનું ખૂબ ધ્યાન રાખે છે. તેનો પતિ જીમમાંથી પરત ફર્યા બાદ, મહિલા તેને પ્રોટીન શેક જાતે બનાવતી હતી. પરંતુ કદાચ પતિને ખ્યાલ ન હતો કે તે જે પ્રોટીન શેક પીતો હતો તેને તંદુરસ્ત ગણીને, તેની પત્ની તેમાં સ્લો પોઇઝન મિક્સ કરતી હતી.

એક સ્અથાનિક અહેવાલ મુજબ, મહિલા તેના પતિને આર્સેનિક નામના ઝેર સાથે મિશ્રિત પ્રોટીન શેક આપતી હતી. આ એક ધીમું ઝેર છે, જે ધીમે ધીમે શરીર પર તેની અસર છોડે છે. મહિલાનું આ ભયાનક કાવતરું ત્યારે સામે આવ્યું જ્યારે તેના પતિનું વજન ઘટવા લાગ્યું. ઝેરને કારણે તેનું વજન 30 કિલો જેટલું ઘટી ગયું હતું.

રિપોર્ટ અનુસાર, 56 વર્ષીય જેડી મેકકેબને તેમની પત્ની દ્વારા લાંબા સમય સુધી ધીમા ઝેર પ્રોટીન શેક સાથે મિશ્રિત ખોરાક આપવામાં આવતો હતો. બંનેના લગ્નને 17 વર્ષ થયા છે. તેમને બે બાળકો પણ છે. અચાનક JDને નબળાઇ લાગવા લાગી. આ સિવાય તેના પેટમાં પણ ખૂબ દુખાવો થતો હતો. જ્યારે તેણે તેના ડોક્ટરની સલાહ લીધી ત્યારે એક ભયાનક ઘટસ્ફોટ સામે આવ્યો. ડોક્ટરે કહ્યું કે તમારા શરીરમાં આર્સેનિક નામનું ઝેર છે.

આ પણ વાંચો –

Narendra Giri Last Rites: આજે 12 વાગ્યે નરેન્દ્ર ગિરીનું પોસ્ટમોર્ટમ કરાશે, બાગંબરી મઠના બગીચામાં અપાશે સમાધી

આ પણ વાંચો –

ફાટેલી ચલણી નોટ સ્વીકારવાનો બેંક ઇન્કાર કરે છે ? જાણો આ RBI નો આ નિયમ જે તમને પૂરેપૂરું મૂલ્ય અપાવશે

આ પણ વાંચો –

Covid-19: છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 26 લોકો થયા સંક્રમિત, 6 વિદ્યાર્થી પોઝિટિવ થવાથી બે સ્કૂલ બંધ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati