‘ઉડતા પંજાબ’માં કેમ સાથે નથી જોવા મળ્યા Kareena Kapoor અને શાહિદ ? પ્રશ્નનો આવ્યો મજેદાર જવાબ

'ઉડતા પંજાબ' ના ટ્રેલર લોંચ દરમિયાન શાહિદ અને કરીનાને તેમની કેમિસ્ટ્રી વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા, જેના માટે તેઓએ ખૂબ જ સારા જવાબો આપ્યા હતા.

  • tv9 webdesk40
  • Published On - 16:50 PM, 28 Apr 2021
'ઉડતા પંજાબ'માં કેમ સાથે નથી જોવા મળ્યા Kareena Kapoor અને શાહિદ ? પ્રશ્નનો આવ્યો મજેદાર જવાબ
Shahid Kapoor, Alia Bhatt, Kareena Kapoor

એક સમય એવો હતો જ્યારે કરીના કપૂર અને શાહિદ કપૂરની જોડી વાસ્તવિક અને રીલ લાઇફમાં હિટ હતી. તેઓએ સાથે મળીને ઘણી ફિલ્મો કરી. જોકે, બ્રેકઅપ બાદ તે એક સાથે સ્ક્રીન પર દેખાઈ ન હતા. ફિલ્મ ‘ઉડતા પંજાબ’ દરમિયાન બંને અલગ થઈ ગયા હતા. આ બંને ભલે એક ફિલ્મમાં હતા પણ સાથે તેઓનો કોઈ સીન ન હતો. આ ફિલ્મમાં કરીનાએ દિલજીત દોસાંઝ સાથે જોડી બનાવી હતી અને શાહિદ કપૂરે આલિયા ભટ્ટ સાથે જોડી બનાવી હતી.

પ્રશ્નોના આપ્યા જવાબો

‘ઉડતા પંજાબ’ ના ટ્રેલર લોંચ દરમિયાન શાહિદ અને કરીનાને તેમની કેમિસ્ટ્રી વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા, જેના માટે તેઓએ ખૂબ જ સારા જવાબો આપ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ‘શું તેમને દુખ થયું છે કે તે એક જ ફ્રેમમાં નથી આવ્યા ?’ આ અંગે શાહિદે કહ્યું હતું કે ‘મતલબ જે બન્યું નથી તેના વિશે અમે ખુશ હતા કે દુખી હતા.’ જ્યારે કરીના કહે છે કે ‘ જબ વી મેટ ની ડીવીડી હંમેશા છે. ‘

 

 

 

પાછા સાથે આવવાના પ્રશ્ને તમેણે શું કહ્યું

‘શું તે બંને “જબ વી મેટ” ની સિક્વલમાં સાથે આવશો ? જવાબમાં કરીના કહે છે કે “ફક્ત ઇમ્તિયાજ જ કહી શકે, ના, શાહિદ.” આ સવાલ પર શાહિદે કહ્યું હતું કે’ જો તે બનવું હોત તો પહેલાથી જ થયું હોત. મને લાગે છે કે ઇમ્તિયાજ આના પર આગળ વધી ચુક્યા છે. ‘

સુપરહિટ રહી હતી ફિલ્મ

ડિરેક્ટર ઇમ્તિયાજ અલીની ફિલ્મ જબ વી મેટ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ફિલ્મના રિલીઝના ઘણા વર્ષો પછી પણ તેના સંવાદોથી લઈને ગીતો સુધી, તે આજે પણ પસંદ આવે છે. જબ વી મેટનાં શૂટિંગ દરમિયાન કરીના કપૂર અને શાહિદ કપૂરનું બ્રેકઅપ થઈ ગયું હતું, પરંતુ તેઓએ તેને સ્ક્રીન પર જાહેર થવા દીધું ન હતું.

આગામી મૂવીઝ

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ માં જોવા મળશે. આમાં તેમની સાથે આમિર ખાન પણ છે. આ સાથે જ શાહિદ કપૂરે તાજેતરમાં ફિલ્મ ‘જર્સી’ નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ સિવાય તે ટૂંક સમયમાં વેબ ડેબ્યૂ પણ કરવા જઇ રહ્યા છે.