આવી લિફ્ટ જીવનમાં ક્યારેય જોઇ છે ? વીડિયોમાં જુઓ ટેક્નોલોજીનો અદ્ભૂત નમૂનો

આ અદભૂત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'આ વ્હીલચેર લિફ્ટ ખૂબ જ શાનદાર છે'.

આવી લિફ્ટ જીવનમાં ક્યારેય જોઇ છે ? વીડિયોમાં જુઓ ટેક્નોલોજીનો અદ્ભૂત નમૂનો
Amazing Wheelchair lift in London
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Feb 02, 2022 | 3:06 PM

એક સમય એવો હતો જ્યારે લોકોએ લિફ્ટ (Lift) વગેરેનું નામ પણ સાંભળ્યું ન હતું, તેને જોવાની વાત તો દૂર છે. કેટલાક વર્ષો પહેલા સુધી, લિફ્ટ ફક્ત મોલ અથવા મોટી અને બહુમાળી ઇમારતોમાં (Multi-Story Building) ઉપલબ્ધ હતી, પરંતુ હવે તે રેલ્વે અને મેટ્રો સ્ટેશનો પર પણ જોવા મળે છે. ખરેખર, આનો ફાયદો એ છે કે લોકો થોડી જ ક્ષણોમાં નીચેથી ઉપર સુધી પહોંચી જાય છે. જો કે, લિફ્ટનો સૌથી વધુ ફાયદો એવા લોકોને મળે છે જેઓ વૃદ્ધ છે અને ચાલવામાં મુશ્કેલી અનુભવે છે તેમજ જેઓ વ્હીલચેર પર છે.

જો કે સોશિયલ મીડિયા પર અવારનવાર દરેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ આજકાલ લિફ્ટ અને વ્હીલચેર સાથે જોડાયેલો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટેક્નોલોજીનો એવો અનોખો નમૂનો જોવા મળે છે જે તમે જીવનમાં ભાગ્યે જ જોયો હશે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા વ્હીલચેર પર બેઠી છે અને તેની સામે એક સીડી છે. તે તેના હાથના ઈશારાથી કહે છે કે કેવી રીતે ઉપર જશે. વીડિયોમાં જોવા મળે છે કે થોડી જ વારમાં સીડી દિવાલમાં પ્રવેશે છે અને તેની જગ્યાએ નીચેથી એક લિફ્ટ જેવું માળખું બહાર આવે છે, જેમાં મહિલા આરામથી કોઈપણ મહેનત અને મુશ્કેલી વિના ઉપરના માળે પહોંચી જાય છે. વાસ્તવમાં આ લિફ્ટ ઉપરના માળે જવા માટે નથી, પરંતુ તે સીડીની ઉપરના ગ્રાઉન્ડ ફ્લોર પર જવા માટે છે. હવે આવી અદ્ભુત ટેક્નોલોજી જોઈને તમારુ પણ દિલ ખુશ થઇ ગયુ હશે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ લંડનનો નજારો છે.

આ અદભૂત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘આ વ્હીલચેર લિફ્ટ ખૂબ જ શાનદાર છે’. માત્ર 25 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 84 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 6 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે અને આ વ્હીલચેર લિફ્ટને ખૂબ જ અદભૂત ગણાવી છે.

આ પણ વાંચો –

World Wetlands Day 2022 : વર્લ્ડ વેટલેન્ડ ડે શું છે અને શા માટે ઉજવવામાં આવે છે, આવો જાણીએ

આ પણ વાંચો –

Budget Session 2022 Updates: બજેટ સત્રમાં ખડગેનો ભાજપ પર કટાક્ષ, જઈએ તો જઈએ ક્યાં, સરકાર પણ તમારી સરદાર પણ તમારા છે…

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati