
2023 વીતી ગયું અને 2024 વિશ્વભરમાં ઉજવણી સાથે આવી ગયું. જ્યાં એક તરફ ગત વર્ષ કેટલાક દેશો માટે યુદ્ધનું વર્ષ હતું તો કેટલાક દેશો નવી સિદ્ધિઓની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. હવે 2024 માટે આગાહીઓનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. નવા વર્ષમાં આપણી રાહ શું છે તે જાણવાની ઉત્સુકતા મનમાં છે. ચાલો જાણીએ કે 16મી સદીના ફ્રેન્ચ જ્યોતિષી નાસ્ત્રેદમસ 2024 માટે શું કહ્યું છે.
નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2024માં દુનિયાને નવા પોપ મળશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે પોપ ફ્રાન્સિસ વિશ્વને વિદાય આપી શકે છે. તેણે આગાહી કરી હતી કે રાજા ચાર્લ્સનું સ્થાન કોઈ એવી વ્યક્તિ લેશે જેની કોઇને કલ્પના પણ નહીં હોય. હવે આ સાથે અટકળોનો સમયગાળો શરૂ થઈ ગયો હતો કે પ્રિન્સ હેરી રાજગાદી સંભાળી શકે છે.
જો કે, નવા રાજા પ્રિન્સ હેરી હશે કે અન્ય કોઈ હશે તે અંગે હાલ કોઈ સંકેત નથી. ખાસ વાત એ છે કે નાસ્ત્રેદમસે મહારાણી એલિઝાબેથના નિધનની સચોટ ભવિષ્યવાણી કરી હતી.
નાસ્ત્રેદમસે પણ સમુદ્રમાં યુદ્ધની આગાહી કરી હતી. તેમના મતે ચીન હિંદ મહાસાગરમાં તબાહી મચાવશે, જેના કારણે યુદ્ધ શરૂ થશે. જો કે સુરક્ષા નિષ્ણાતોને ટાંકીને કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનને હારનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય તેમણે 2024માં પૃથ્વી પર દુષ્કાળ અને પૂર વધવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી.
વર્ષ 2023ને વિદાય આપતાં, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની શરૂઆત સૌપ્રથમ થઈ. અહીં લોકોએ જોરદાર આતશબાજી અને ખુશીઓ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં પ્રથમ વખત નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષને આવકારવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ફટાકડા ફોડ્યા હતા.
લોકો રેસ્ટોરંટ્સ, પબ, ડિસ્કો અને જાહેર સ્થળોએ પાર્ટીઓ કરીને ઉજવણી કરતા જોવા મળ્યા હતા. અહીં ઘડિયાળમાં સૌથી પહેલા બાર વાગે છે. બે કલાક પછી ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ. ઓસ્ટ્રેલિયાના ટોંગા આઇલેન્ડમાં પણ પ્રથમ વખત નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ટોંગા ટાપુ અને ભારત વચ્ચે લગભગ સાડા સાત કલાકનો સમય તફાવત છે.