આ છોકરીએ ગુસ્સામાં તેના બોયફ્રેન્ડના માથા પર મારી દીધો ફોન, બેભાન થયા બાદ છોકરાનું મોત

આર્જેન્ટિનામાં એક છોકરીએ ગુસ્સે થઈને કંઈક એવુ કર્યું જેના માટે તેને જેલમાં જવું પડી શકે છે. આ છોકરીએ તેના બોયફ્રેન્ડ સાથેની લડાઈ દરમિયાન તેનો મોબાઈલ ફોન ફેંકીને તેના માથા પર માર્યો હતો. જેના કારણે છોકરાનું મોત થયું હતું.

આ છોકરીએ ગુસ્સામાં તેના બોયફ્રેન્ડના માથા પર મારી દીધો ફોન, બેભાન થયા બાદ છોકરાનું મોત
Girl kills her boyfriend by hitting mobile phone on his head in Argentina

આર્જેન્ટિનામાં એક છોકરીએ ગુસ્સે થઈને કંઈક એવુ કર્યું જેના માટે તેને જેલમાં જવું પડ્યુ છે. આ છોકરીએ તેના બોયફ્રેન્ડ સાથેની લડાઈ દરમિયાન તેનો મોબાઈલ ફોન ફેંકીને તેના માથા પર માર્યો હતો. જેના કારણે છોકરાનું મોત થયું હતું.

એવું કહેવાય છે કે ગુસ્સામાં વ્યક્તિનું મગજ કામ કરવાનું બંધ કરી દે છે. એટલા માટે ગુસ્સામાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. કેટલાક લોકો ગુસ્સે થઈને આવું કરે છે, જેના માટે તેમને આખી જિંદગી પસ્તાવો કરવો પડે છે. કંઇક આવું જ આર્જેન્ટિનાની એક છોકરી સાથે થયું છે, જેના માટે તેને જેલમાં જવું પડી શકે છે. તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડા દરમિયાન, આ છોકરીએ તેનો મોબાઇલ ફોન ફેંકીને તેના માથા પર માર્યો. તેને ખ્યાલ નહોતો કે આનાથી છોકરાનું મોત થઇ જશે. હાલ આ યુવતી સામે તેના પ્રેમીની હત્યાનો કેસ ચાલી રહ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

આર્જેન્ટિનાના લા નેસિઓનમાં (La Nacion) રહેતી 22 વર્ષીય રોક્સાના એડેલિના લોપેઝને (Roxana Adelina Lopez) તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો કરવો મોંઘો પડ્યો. દલીલ દરમિયાન, તેણે 23 વર્ષીય લુઈસ ગ્વાન્ટેને (Luis Guantay) તેના માથા પર મોબાઈલ ફોન ફેંકીને માર્યો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. રોક્સાના સામેનો કેસ હવે ક્રિમિનલ કોર્ટમાં ચાલી રહ્યો છે. હાલ તે જામીન પર બહાર છે.

અહેવાલ અનુસાર, આ મામલો 18 એપ્રિલનો છે. રોક્સાના અને લુઈસ વચ્ચે કોઈ બાબતે દલીલ ચાલી રહી હતી. આ દરમિયાન, લુઇસે રોક્સાના પર હાથ ઉંચક્યો. આનાથી રોક્સાના ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તેણે લુઈસને મોબાઈલ ફોનથી માથા પર માર્યો. ફોનની ઈજાને કારણે લુઈસ ત્યાં બેભાન થઈ ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

પીડિતાના વકીલે કોર્ટને જણાવ્યું કે ફોન પરથી લુઇસને માથાના જમણા ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મોબાઈલ ફોનના કારણે તેના મગજમાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જો કે, રોક્સાના અને લુઇસ વચ્ચે શું થયું તે હજુ સ્પષ્ટ થયું નથી. કોર્ટમાં સુનાવણી દરમિયાન રોક્સાનાએ તેને સ્વરક્ષણમાં ઉઠાવેલું પગલું ગણાવ્યું છે. અત્યારે કોર્ટે તેને જામીન આપ્યા છે, પરંતુ જો તે દોષિત સાબિત થશે તો તેને જેલમાં જવું પડી શકે છે.

આ પણ વાંચો –

Birthday Special : અર્ચના પુરન સિંહે 4 વર્ષ સુધી પોતાના લગ્ન છુપાવ્યા હતા, જાણો અર્ચના-પરમીતની લવ સ્ટોરી

આ પણ વાંચો –

IPO : 29 સપ્ટેમ્બરે આવી રહી છે કમાણીની વધુ એક તક, રોકાણ પહેલા જાણો ઓફર વિશે વિગતવાર

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati