એરપોર્ટ પર ચાલતા-ચાલતા Sonu Soodની વ્યકિતએ માગી મદદ, કહ્યું – ‘વિગતો મોકલ.. હું જોઉં છું’

બોલિવૂડ એક્ટર સોનુ સૂદે (Sonu Sood) છેલ્લા એક વર્ષમાં સાબિત કરી દીધું છે કે તે માત્ર એક સારા અભિનેતા જ નથી, પરંતુ ખૂબ જ સારા વ્યક્તિ પણ છે. ગયા વર્ષે જ્યારે દેશમાં લોકો કોરોના રોગચાળો અને લોકડાઉનનો ભોગ બન્યા હતા,

  • tv9 webdesk40
  • Published On - 17:56 PM, 28 Apr 2021
એરપોર્ટ પર ચાલતા-ચાલતા Sonu Soodની વ્યકિતએ માગી મદદ, કહ્યું - 'વિગતો મોકલ.. હું જોઉં છું'
Sonu Sood

બોલિવૂડ એક્ટર સોનુ સૂદે (Sonu Sood) છેલ્લા એક વર્ષમાં સાબિત કરી દીધું છે કે તે માત્ર એક સારા અભિનેતા જ નથી, પરંતુ ખૂબ જ સારા વ્યક્તિ પણ છે. ગયા વર્ષે જ્યારે દેશમાં લોકો કોરોના રોગચાળો અને લોકડાઉનનો ભોગ બન્યા હતા, ત્યારે સોનુ સુદ લોકો માટે મસીહા તરીકે રસ્તા પર આવ્યા હતા અને દરેકની થઈ શકે તેવી મદદ કરી હતી. હવે જ્યારે કોરોના વાયરસની બીજી લહેરે દેશની કમર તોડી નાખી છે, ત્યારે સોનુ સૂદ ફરીથી લોકોને મદદ કરી રહ્યો છે.

 

 

તાજેતરમાં જ સોનુ સૂદને મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા, જ્યાં એક વ્યક્તિએ તેમની પાસે મદદની માંગ કરી હતી. સોનુને તેમની ફ્લાઈટ પકડવાની ઉતાવળ હતી, પરંતુ તે છતાં તેમણે ચાલતા-ચાલતા તે વ્યક્તિ સાથે વાત કરી અને કહ્યું તમારી વિગતો મોકલો, હું દવા મોકલીશ. આ સમગ્ર વાતચીતનો એક વીડિયો સામે આવ્યો છે, જેને સોનુ સૂદના ફેન પેજ દ્વારા તેમના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

 

 

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સોનુ તેમના ચહેરા પર માસ્ક પહેરીને એરપોર્ટની અંદર જઈ રહ્યા છે, ત્યારે એક વ્યક્તિ તેમની પાસે આવીને ઈન્જેક્શન વિશે કંઇક કહે છે. જે પછી સોનુએ તેમને પૂછ્યું, કોને રેમડેસિવર અથવા Tocilizumabની જરૂર છે? આ પછી, સોનુ તે વ્યક્તિને કહે છે કે તેનું સરનામું મોકલાવે, અમે ક્યાં દવા મોકલવી. સોનુ તેમની સાથે હાજર ટીમ મેમ્બરને તે વ્યક્તિની વિગતો લઈ લેવા કહે છે અને આગળ ચાલ્યા જાય છે. અભિનેતાના આ વીડિયો પર લોકો સોનુને ખૂબ પ્રેમ અને આશીર્વાદ આપી રહ્યા છે.

 

 

 

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સોનુ સૂદે એક પ્લેટફોર્મ શરૂ કર્યું છે, જેની મદદથી તે લોકોને હોસ્પિટલોમાં પલંગ, ઓક્સિજન અને દવાઓ ઉપલબ્ધ કરાવશે. સોનુ સૂદે તાજેતરમાં જ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે.

 

 

આ પણ વાંચો :- TMKOC નાં ‘Roshan Singh Sodhi’ પહેલા હતા ફાર્માસિસ્ટ, આના કારણે તેમણે અભિનયની દુનિયામાં મૂક્યો પગ

આ પણ વાંચો :- ‘અસદ ખાન’ થી લઈને ‘દયાબેન’, જ્યારે અચાનક શોને અલવિદા કહીને આ સ્ટાર્સે તોડ્યું ચાહકોનું દિલ