karwa chauth : આજે દેશના ઘણા રાજ્યોમાં કરવા ચોથનું પવિત્ર પર્વ ઉજવવામાં આવ્યું . આ પર્વ પત્ની-પતિના પવિત્ર સંબંધ માટે હોય છે. પત્ની પોતાના પતિની લાંબી ઉમર માટે ઉપવાસ કરે છે. અને રાત્રે પતિ અને ચંદ્રની હાજરીમાં પોતાનો ઉપવાસ પૂરો કરતી હોય છે. પણ આ કરવા ચોથના પવિત્ર તહેવાર પર પતિ-પત્નીના મારમારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. પતિએ એવી હરકત કરી કે પત્નીએ બજારમાં લોકોની હાજરી વચ્ચે તેને માર માર્યો હતો.
વાયરલ વીડિયોમાં એક બજારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક વ્યક્તિ પોતાની ગર્લફ્રેન્ડ સાથે બજારમાં શોપિંગ કરી રહ્યો હતો. તેવામાં 3 મહિલાઓ ત્યા આવીને હંગામો કરે છે. ત્રણેય મહિલાઓ તે વ્યક્તિની સાથે સાથે તેની ગર્લફ્રેન્ડને પણ મારવા લાગે છે. તેમની વાતચીત પરથી જાણવા મળે છે કે તે વ્યક્તિ પરણિત હતો. અને કરવા ચોથના દિવસે પત્નીને છોડીને ગર્લફ્રેન્ડ સાથે બજારમાં શોપિંગ કરી રહ્યો હતો. તેવામાં તેની પત્ની અને બીજી 2 મહિલાઓ ત્યા આવી પહોંચે છે. તે તેના પતિને રંગે હાથે પકડીને ઢોરમાર મારે છે.
કરવા ચોથ પર આ વ્યક્તિ ગર્લફ્રેન્ડને કરાવી રહ્યો હતો શોપિંગ , અચાનક પત્ની સામે આવી અને પડ્યો ઢોરમાર ! #Viralvideo #karwachauth #karwachauth_2022 pic.twitter.com/EKlHXlbtId
— Tv9 Gujarati (@tv9gujarati) October 13, 2022
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ ઘટના ઉત્તરપ્રદેશનો છે. લગ્ન પછી પતિ-પત્નીની વિચાર મળતા ન હતા. નાની વાતને લઈને તેમના વચ્ચે લડાઈઓ થતી હતી. આ બન્નેએ તલાક માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પણ જેવી તેને ગર્લફ્રેન્ડ વિશેની વાત ખબર પડે છે કે તેની પત્ની દોડીને તેને મારવા દોડે છે. તેણે તેના પતિને કહ્યું- ચાલ, તને કરવા ચોથનો ચાંદ બતાવુ. આટલુ કહીને તે પતિ અને તેની પ્રેમિકા પર તૂટી પડી. તે તેની પ્રેમિકાને ચપ્પલથી મારી રહી હતી. આ દ્રશ્ય જોઈ બજારમાં આવેલા લોકો પણ ચોંકી ગયા હતા.
આ લડાઈનો લાભ લઈને એક રાહદારી પણ તે પતિને 1-2 મુક્કા મારતા દેખાયો હતો. જ્યારે એક મહિલા પણ તેમની લડાઈ રોકવાના પ્રયત્ન કરતા જોવા મળી. પોલીસે તે સ્થળે પહોંચીને બધાની ધરપકડ કરી હતી. પતિ વિરુધ શાંતિભંગનો દંડ કર્યો અને પ્રેમિકાને ચેતવણી આપીને છોડી દીધી હતી.