Video: ગાયનું દુધ કાઢવા આ કાકીએ લગાવ્યુ ગજબનું દિમાગ, જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

આજકાલ એક દેશી જુગાડ વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં ગાયનું દુધ કાઢવા માટે એક મહિલા જે રીતે જુગાડ કરે છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

Video: ગાયનું દુધ કાઢવા આ કાકીએ લગાવ્યુ ગજબનું દિમાગ, જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા
Unique technique of Woman to milk cows
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 11:09 PM

Funny Video: સામાન્ય રીતે જુગાડથી કોઈ પણ મુશ્કેલ કામ ખુબ જ સરળતાથી થતુ હોય છે. સોશિયલ મીડિયા પર અવારનવાર જુગાડ સંબધિત વીડિયો (Jugaad video) વાયરલ થતાં જોવા મળે છે. જેમાં કેટલાક લોકોની જુગાડ સ્કીલ જોઈને લોકો પણ મોઢામાં આંગળા નાખી જાય છે. જ્યારે કેટલાક જુગાડ વીડિયો જોઈને લોકો હસવાનુ કંટ્રોલ કરી શકતા નથી. તાજેતરમાં આવો જ એક દેશી જુગાડ વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં એક મહિલા ગાયનું (Cow) દુધ કાઢવા જે જુગાડ કરે છે તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

ગાયનું દુધ કાઢવા માટે અનોખો જુગાડ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગાય તે બાળકને પોતાનું વાછરડું માને છે અને તેને ચાટી રહી છે. જ્યારે મહિલા દૂધ કાઢતી જોવા મળી રહી છે. તમે જાણતા જ હશો કે જો ગાયનું વાછરડુ મરી જાય તો તે દૂધ આપવાનું બંધ કરી દે છે. આ સ્થિતિમાં ઘણા લોકો ઈન્જેક્શનનો સહારો લે છે, જ્યારે આ મહિલાએ ખૂબ જ અનોખી પદ્ધતિ અપનાવી છે. આ જુગાડ જોઈને ભલભલા માણસો દંગ રહી ગયા છે. આ જુગાડ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

જુઓ વીડિયો

જુગાડ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી

આ જુગાડ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @rakeshbhatialw નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ જુગાડ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે આ જુગાડ દેશ બહાર જવો જોઈએ નહીં. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે આ રીતે પણ જુગાડ કરી શકાય એ આજે ખબર પડી. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Funny Video: ભેંસ સાથે મસ્તી ભારે પડી ! ગુસ્સે થયેલી ભેંસે આન્ટીજીના હાલ કર્યા બેહાલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">