Viral Video : આ ભાઇએ એવો સ્ટન્ટ કર્યો કે લોકો બોલી ઉઠ્યા ‘તુમ તો બડે હેવી ડ્રાઇવર નીકલે ભાઇ’

આ વીડિયો જોઇને લોકો ચોંકી રહ્યા છે. કેટલાક લોકોએ કીધુ કે આ ભાઇની કુશળતા કમાલની છે તો કોઇએ કીધુ કે આ રીતે તેમણે જીવ જોખમમાં ન મુકવો જોઇએ.

Viral Video : આ ભાઇએ એવો સ્ટન્ટ કર્યો કે લોકો બોલી ઉઠ્યા 'તુમ તો બડે હેવી ડ્રાઇવર નીકલે ભાઇ'
Auto driver doing stunt video viral

ઇન્ટરનેટની દુનિયા મીમ (Memes) વગર બિલકુલ અધૂરી છે. એટલે જ લોકો વાત વાત પર મજા લેવા માટે અજબ ગજબ મીમ્સ શોધી લાવે છે. જો તમે સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ રહો છો તો સ્વભાવિક વાત છે કે તમે પણ હેવી ડ્રાઇવર વાળા મીમ્સ (Heavy Driver Memes) જોયા હશે. ખરેખર આ મીમ એમજ નથી બની ગયો. કેટલાક લોકો ખરેખરમાં એવી ડ્રાઇવિંગ સ્કિલ્સ બતાવી દે છે કે જેને જોઇને લોકો બોલી ઉઠે કે ‘તુમ તો બડે હેવી ડ્રાઇવર નીકલે ભાઇ’

તમે ફિલ્મોમાં ઘણા ઓટો સ્ટંટ (Auto Stunt) જોયા હશે. પરંતુ હાલમાં જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે તેમાં એક વ્યક્તિ ખરેખર ખતરનાક ઓટો ચલાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સૌથી પહેલા ઓટોવાળાએ બે ટાયર પર ઓટો ચલાવી. તે જ સમયે, આસપાસ ઘણા લોકો પણ ઉભા હતા, તે બધાએ અચાનક ઓટો ડ્રાઈવરને જોવાનું શરૂ કર્યું.

આ વીડિયો @officeofdnj દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે મને ખાતરી નથી કે તે ટેસ્ટિંગ સ્કીલનું પરીક્ષણ કરી રહ્યો છે કે ડ્રાઇવિંગ સ્કિલ કે ઓટો રિક્ષા ટાયર અને તેની તાકાતનું. જોકે, આ વીડિયો ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આ વીડિયો ચોક્કસપણે લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે જે રીતે વ્યક્તિએ વાસ્તવમાં ઓટો ચલાવી, તે ફિલ્મોના સ્ટંટ કરતા પણ વધારે સારુ હતુ. તો બીજી તરફ અન્ય યૂઝરે કહ્યું કે આ એક અદ્ભુત કુશળતા છે. જો કે, કેટલાક લોકો એવા પણ છે જે કહી રહ્યા છે કે વાસ્તવમાં આવી હવાબાજી બતાવીને ઘણી વખત લોકોના જીવ જોખમમાં મુકાય જાય છે.

આ પણ વાંચો –

Jean pierre adams : 39 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ દિગ્ગજ ફૂટબોલર ખેલાડીનું નિધન, 22 વખત ફ્રાન્સનું પ્રતિનિધિત્વ કર્યું

આ પણ વાંચો –

સુંદરતા : ઓઇલી સ્કીન માટે ઉત્તમ છે મુલતાની માટી, આ ફેસપેક બનાવીને લગાવવાથી સ્કીનની સમસ્યાઓથી મળશે છૂટકારો

આ પણ વાંચો –

સિદ્ધાર્થ શુક્લના મૃત્યુ પછી, માતાએ કહ્યા આ બે ‘શક્તિશાળી શબ્દો’, બ્રહ્માકુમારી સિસ્ટર શિવાનીએ કહી આ વાત

Click on your DTH Provider to Add TV9 Gujarati