સ્પાઈડરમેનની સ્ટાઈલમાં ચોરે ચાલતી ટ્રેનમાંથી કરી ફોનની ચોરી, Viral Video જોઈ તમે પણ ચોંકી જશો

સ્પાઈડરમેનની સ્ટાઈલમાં ચોરે ચાલતી ટ્રેનમાંથી કરી ફોનની ચોરી, Viral Video જોઈ તમે પણ ચોંકી જશો
viral video
Image Credit source: twwiter

સોશિયલ મીડિયામાં હાલના દિવસોમાં ચોરનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં એક ચોરે આ રીતે હાથની સફાઈ બતાવી, જેને જોયા બાદ બધા દંગ રહી જાય છે.

TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jun 09, 2022 | 10:57 PM

ભારતીય રેલવેની (Indian Railway) ટ્રેનોમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરતા હોય છે. લોકો પોતાની જગ્યાએ જલ્દી અને સરળતાથી પહોંચવા ભારતીય રેલવેનો  ઉપયોગ કરતા હોય છે. દેશમાં ભારતીયરેલવેથી જોડાયેલી ઘણી વિચિત્ર ઘટનાઓ પણ રોજ જાણવા મળતી હોય છે. તમે ટ્રેનની અંદર ચોરીની ઘણી વિચિત્ર ઘટનાઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ ચોરને ઝડપથી આવતી ટ્રેનમાંથી ફોનની ચોરી કરતા જોયો છે? જો નહીં, તો આજકાલ આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં એક ચોરે પોતાના હાથની સફાઈ એવી રીતે કરી બતાવી  જે જોઇને  બધા દંગ રહી ગયા.

આ વાયરલ વીડિયો બિહારના બેગુસરાયનો હોવાનું  કહેવામાં આવી રહ્યું છે, જ્યાં એક યુવક ટ્રેનની સીડી પર બેસીને નદીના પુલને પાર કરતી ટ્રેનની બહારનો સુંદર નજારો જોઈ રહ્યો છે, ઈયર ફોન પર ગીત સાંભળી રહ્યો છે, પણ અચાનક કઈક એવું બને છે કે લોક સ્તબ્ધ થઈ જાય છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

એક યુવક ટ્રેનની સીડી પર બેસીને નદીના પુલને પાર કરતી ટ્રેનની બહારનો સુંદર નજારો જોઈ રહ્યો છે, ઈયર ફોન પર ગીત  સાંભળી રહ્યો છે. અચાનક તેનો ફોન ગાયબ થઈ જાય છે. ટ્રેનની સીડી પરથી ઉપર ઊઠીને તે અહીં-ત્યાં જુએ છે, કંઈ સમજાતું નહોતું, એટલું જ કહે છે કે તેણે ફોન લીધો હતો, પણ કોઈને ખબર નથી, કારણ કે ફોન અડધી સેકન્ડથી પણ ઓછા સમયમાં ગાયબ થઈ જાય છે.

આ વીડિયોને સ્લોમોશનમાં જોતા ખબર પડે છે કે જેવી ટ્રેન તેની પાસેથી પસાર થાય છે કે તરત જ પુલ પર લટકેલો સ્પાઈડર મેન જેવો યુવક આંખના પલકારામાં ફોન અદૃશ્ય કરી નાખે છે  અને ટ્રેનમાં ચોરીનો ભોગ બનેલો યુવક કઈ પણ  નથી કરી શકતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati