Viral Video: લગ્ન પ્રસંગમાં ફોટોગ્રાફર ખેંચી રહ્યો હતો કપલ્સની તસવીરો પછી થયુ કઈંક એવુ કે બધા ચોંકી ગયા

વીડિયોમાં તમે જોઇ શકો છો કે વરરાજા અને દુલ્હન ફેરા લીધા બાદ ખુશી ખુશી ચાલીને આગળ આવી રહ્યા છે. પરંતુ અચાનક જ તેમના ચહેરાના હાવભાવ અચાનક બદલાઇ જાય છે.

Viral Video: લગ્ન પ્રસંગમાં ફોટોગ્રાફર ખેંચી રહ્યો હતો કપલ્સની તસવીરો પછી થયુ કઈંક એવુ કે બધા ચોંકી ગયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 7:33 PM

સોશિયલ મીડિયા (Social Media) પર રોજ લગ્ન પ્રસંગ સાથે જોડાયેલા વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. આમા કેટલાક વીડિયો યૂઝર્સને હસાવી હસાવીને લોટપોટ કરી નાખે છે તો કેટલાક વીડિયો લોકોને ચોંકાવી દે છે. કેટલાક વીડિયો એવી શીખ આપીને જાય છે કે તેને વારંવાર જોવાનું મન થાય. લગ્ન પ્રસંગનો એક એવો જ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને તમે સમજી જશો કે લગ્ન હોય કે અન્ય કોઈ ફંક્શન દરેક જગ્યાએ કામ કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આપણે બધા તો જાણીએ જ છીએ કે ભારતીય લગ્ન ખૂબ ધામધૂમથી થાય છે અને તેમાં ઘણા બધા રિતી રિવાજો હોય છે. લોકોને લગ્ન પ્રસંગમાં ફોટોઝ ખેંચાવડાવવાનો ખૂબ શોખ હોય છે. લોકો ફોટોગ્રાફરને પકડીને વારંવાર સારા ફોટોઝ ક્લિક કરવા રિક્વેસ્ટ કરતા રહે છે સાથે જ નવા નવા પોઝ અને એન્ગલ સાથે ફોટોઝને ક્લિક કરવા કહે છે. આ વીડિયોને જોઈને લાગે છે કે ફોટોગ્રાફરે કપલની વાતને જરા વધારે જ સીરિયસ લઈ લીધી. જેનું પરિણામ પણ તેણે ભોગવવું પડ્યુ. ફોટોગ્રાફીમાં સમગ્ર રીતે ડૂબેલો ફોટોગ્રાફર ક્યારે પાણીમાં પડી જાય છે તેને ખબર જ નથી પડતી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા અને દુલ્હન ફેરા લીધા બાદ ખુશી ખુશી ચાલીને આગળ આવી રહ્યા છે. પરંતુ અચાનક જ તેમના ચહેરાના હાવભાવ અચાનક બદલાઈ જાય છે. તેમના હાવભાવ જોઈને કોઈને પણ લાગશે કે કોઈ મોટી ઘટના ઘટી ગઈ છે. તેમના આ એક્સપ્રેશન્સ ખૂબ વ્યાજબી હતા કારણ કે તેમનો ફોટોગ્રાફર ફોટો ક્લિક કરતા કરતા પૂલમાં પડી જાય છે અને પ્રસંગમાં હાજર દરેક લોકો જોતા જ રહી જાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને યૂઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યુ કે ફોટોગ્રાફર જ્યારે પૂલમાં પડ્યો ત્યારે વરરાજાના એક્સપ્રેશન્સ જોવા જેવા હતા.

આ પણ વાંચો – માસ્ક પહેર્યા વગર ફરતી મહિલાને અટકાવ્યા બાદ રસ્તા વચ્ચે સિવિલ ડિફેન્સ કર્મચારીને માર્યો માર, મહિલા વિરુદ્ધ નોંધાયો ગુનો

આ પણ વાંચો – Gold Price Today : શું હાલમાં છે સોનુ ખરીદવાનો ઉત્તમ સમય? જાણો શું છે આજના લેટેસ્ટ રેટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">