Viral Video : ઝડપથી જઇ રહી હતી કાર અને અચાનક જ કાર પર આવીને પડ્યો આ ખતરનાક સાપ, જુઓ વીડિયો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ ખૂબ જ લાંબો અને ખતરનાક દેખાતો સાપ કારની વિન્ડસ્ક્રીન પર ફરી રહ્યો છે. જો તમારી કાર પર અચાનક આવો સાપ આવી જાય તો તમે શું કરશો?

Viral Video : ઝડપથી જઇ રહી હતી કાર અને અચાનક જ કાર પર આવીને પડ્યો આ ખતરનાક સાપ, જુઓ વીડિયો
(File Photo) The car was speeding and suddenly the dangerous snake fell on the car
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 9:22 AM

સોશિયલ મીડિયામાં (Social Media) રોજ ઘણા વીડિયો વાયરલ (Viral Video) થાય છે. આમાં કેટલાક વીડિયો એવા હોય છે જે લોકોને હસાવી હસાવીને લોટ પોટ કરી નાખે તો કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઇને લોકો ચોંકી જાય. હાલમાં પણ એક એવો જ વીડિયો સામે આવ્યો છે જેને જોઇને લોકો ચોંકી ગગયા છે.

ખતરનાક સાપના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આવા સાપ મોટાભાગે જંગલમાં જોવા મળે છે, પરંતુ ક્યારેક વરસાદમાં આ સાપ બહાર અને રહેણાંક વિસ્તારોમાં પણ ફરતા જોવા મળે છે. પરંતુ, શું તમે ક્યારેય કારની વિન્ડસ્ક્રીન પર સાપને બેઠેલો જોયો છે ? સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ખતરનાક સાપ કારની વિન્ડસ્ક્રીન પર ફરતો જોવા મળી રહ્યો છે. આ સાપ દેખાવામાં ખૂબ જ ખતરનાક લાગી રહ્યો છે, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો વાઈરલ હોગે યુટ્યુબ પર શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાર ખૂબ ઝડપથી જઈ રહી છે. અને અચાનક જ એક સાપ કાર પર આગળ આવીને પડે છે, પહેલા તે ફન ઉપાડે છે, પછી તે કારની વિન્ડસ્ક્રીન તરફ સરકવા લાગે છે. તે વાહનની આખી વિન્ડસ્ક્રીનની આસપાસ ફરે છે. આ જોઈને ડ્રાઈવરના હોંશ ઉડી જાય છે. ડરથી ડ્રાઈવર ગાડીની બ્રેક મારી દે છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ ખૂબ જ લાંબો અને ખતરનાક દેખાતો સાપ કારની વિન્ડસ્ક્રીન પર ફરી રહ્યો છે. જો તમારી કાર પર અચાનક આવો સાપ આવી જાય તો તમે શું કરશો? દેખીતી રીતે તમે પણ ડરી જશો. અને થોડા સમય માટે તમે સમજી શકશો નહીં કે તમારે શું કરવું જોઈએ. આ ડ્રાઇવર સાથે પણ આવું જ કઇંક થયુ. વીડિયો જોઇને અંદાજો લગાવી શકાય છે કે આ સાપને જોઇને કાર માલિકના શું હાલ થયા હશે.

લોકો હવે આ વીડિયોને ખૂબ શેયર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો –

Keral: ચોંકાવનારું સત્ય! કેરળમાં નાની વયે છોકરીઓ માતા બની રહી છે, 2019 માં 15 થી 19 વર્ષની વચ્ચે 4% થી વધુ

આ પણ વાંચો –

Women Special : જાણો કેરળના 78 વર્ષના મીનાક્ષી અમ્મા વિશે, જે આ ઉંમરે પણ દીકરીઓને શીખવે છે માર્શલ આર્ટ

આ પણ વાંચો –

CM Yogi Adityanath સાથે કરી કંગના રાણાવતે મુલાકાત, યુપી સરકારે બનાવી ODOPની બ્રાન્ડ એમ્બેસેડર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">