Shocking Video : ભારતમાં લગ્નની સિઝન હોય કે ન હોય, સોશિયલ મીડિયા પર લગ્નને લગતા વીડિયો વાયરલ થતા જ હોય છે. રોજ સોશિયલ મીડિયા પર લગ્ન સંબંધિત અનેક વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો સુંદર લગ્નના દ્રશ્યો બતાવે છે, કેટલાક વીડિયો ખુબ ભયાનક હોય છે અને કેટલાક વીડિયો ખુબ રમૂજી હોય છે. સોશિયલ મીડિયા પર હાલમાં આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ લોકો પહેલા આશ્ચર્યમાં મુકાયા અને પછી હસી હસીને લોટપોટ થઈ ગયા હતા.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વર અને કન્યા લગ્ન મંડપમાં બેઠા છે. તે દરમિયાન વર તેની ભાવિ પત્નીને મિઠાઈ ખવડાવે છે પણ તે ના પાડે છે. તેવામાં વર દબાણ કરીને તેને મીઠાઈ ખવડાવે છે. તે જ રીતે કન્યા પણ તેને મીઠાઈ ખવડાવવામાં દબાણ કરે છે. તેવામાં તે બન્ને વચ્ચે ભયંકર બબાલ થાય છે. તે બન્ને એકબીજાને થપ્પડ પણ મારે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
Wedding gone Wrong 👹 pic.twitter.com/cx2NohrKbz
— Tarek Fatah (@TarekFatah) October 6, 2022
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TarekFatah નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે અરેન્જ મેરેજ કરાવવાનું આ પરિણામ છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, સામાન્ય રીતે આવુ લગ્નના થોડા સમય પછી થાય છે , પણ આ કપલનો લગ્નના દિવસે જ શરુ થઈ ગયા. અન્ય એક યુઝરે લખ્યુ છે કે , આ લોકોના તો 36 એ 36 ગુણ મળે છે. આવી અનેક રમૂજી પ્રતિક્રિયા આ વીડિયો પર લોકો આપી રહ્યા છે. આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે.