Viral Video: મહિલાના મધુર અવાજે ગાયેલા ગીતે લોકોનું દિલ જીતી લીધુ, સોશિયલ મીડિયામાં લાખો લોકોએ સાંભળ્યુ ગીત

Viral Video : સોશિયલ મીડિયામાં કોકિલ કંઠી અવાજના લોકો દિવાના બની ગયા છે. એક મહિલાએ ગાયેલુ ગીત સોશિયલ મીડિયામાં લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ અવાજને લોકો એકબીજા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી રહ્યા છે.

Viral Video: મહિલાના મધુર અવાજે ગાયેલા ગીતે લોકોનું દિલ જીતી લીધુ, સોશિયલ મીડિયામાં લાખો લોકોએ સાંભળ્યુ ગીત
સોશિયલ મીડિયામાં એક મહિલાનો ગીત ગાતો વીડિયો થઇ રહ્યો છે ખૂબ જ પસંદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 5:20 PM

સંગીત સૌ કોઈને પ્રિય હોય છે. ગીત સાંભળવુ લોકોને ગમતુ હોય છે, જો કોઈ સામાન્ય માણસ મધુર અવાજથી ગીત ગાય તો તેના પણ લોકો વખાણ કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં આવા જ કોકિલ કંઠી અવાજના લોકો દિવાના બની ગયા છે. એક મહિલાએ ગાયેલુ ગીત સોશિયલ મીડિયામાં લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ અવાજને લોકો એકબીજા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ મહિલાએ ગાયેલા ગીતના વીડિયોને લાખો લોકોએ પસંદ કર્યો છે.

સોશિયલ મીડિયા પર મધુર અવાજવાળા લોકોના વીડિયો વારંવાર વાયરલ થતા હોય છે. આજકાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ભોજન બનાવતી વખતે ગાતી જોવા મળે છે અને એવી રીતે ગાય છે કે હૃદય આનંદમાં આવી જાય. પ્રોફેશનલ સિંગર ન હોય પણ તેનો અવાજ કોઈ પ્રોફેશનલ સિંગરથી ઓછો નથી લાગી રહ્યો.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા રોટલી બનાવી રહી છે અને સાથે જ તે પરફેક્ટ સ્વરમાં ગુંજી રહી છે. શરૂઆતમાં તે સૂરની લાંબી નોટ લઇને ચૂપ થઈ જાય છે, પરંતુ તે શાંત થતાં જ તેની પુત્રી કહેવા લાગી, “મમ્મી એક ગીત ગાઓ.” તો તેની માતા કહે છે કે ઘણો સમય થઈ ગયો છે. ત્યારે બાળક પણ કહે છે કે મને તારો અવાજ બહુ ગમે છે, તેથી જ મારે સાંભળવો છે. તે પછી મહિલા ગાવાનું શરૂ કરે છે. તે ‘મેરે નૈના સાવન ભાદો’ ગણગણવા લાગે છે. તેમનો અવાજ એટલો સુંદર છે કે કોઈ પણ વ્યક્તિ તેમના ગીતને વારંવાર સાંભળવાનું પસંદ કરશે. ભોજન બનાવતી વખતે તે ગીતમાં જ મગ્ન થઈ જાય છે.

મહિલાનો સિંગિંગ વીડિયો અહી જુઓ

આ અદ્ભુત સિંગિંગ વીડિયો IAS ઓફિસર Awanish Sharan દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘વન્ડરફુલ’. બે મિનિટ 17 સેકન્ડના આ વીડિયોને 7 લાખ 59 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 4 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘કેટલું મધુર સંગીત’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે, ‘ગૌર કરીયેગા..જે મહિલા પોતાની નોટ વડે સુગર કેન્ડી પોતાના કાનમાં ઓગાળે છે તે લોટની ગોળીઓ બનાવવામાં પણ શ્રેષ્ઠ છે. તેવી જ રીતે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘ટેલેન્ટ દરેકમાં હોય છે. કોઈના છાંટા કોઈના છૂપાવવા’, જ્યારે એક યુઝરે લખ્યું છે કે, ‘લતા દીદીની યાદ તાજા કર દી ઈન્ને અપની ગાતી’.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">