વીડિયો: ઢોલ નગારા વગર નીકળી વરરાજાની જાન, આ રીતે નાચતા દેખાયા જાનૈયા
જાનૈયાઓ કાનમાં હેડફોન લગાવીને ગીત સાંભળી રહ્યા છે. તેની ધૂન પર નાચી રહ્યા છે જેના કારણે આ જાનને સાઈલેન્ડ જાન કહેવામાં આવી રહી છે. તેના કારણે રસ્તા પર કોઈ ઘોંઘાટ જોવા મળી રહ્યો નથીં. લોકો શાનદાર અંદાજમાં આ પ્રસંગને એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. આ દુનિયાની સૌથી અનોખી જાન હશે, જેમ એ દિલ હૈ મુશ્કેલમાં હતી.

લગ્ન માત્ર 2 વ્યક્તિ જ નહીં પણ 2 પરિવારોનું મિલન હોય છે. લગ્ન સમયે બંને પરિવારો વચ્ચે ખુશી, મોજ-મસ્તીનો માહોલ જોવા મળે છે. ભારતમાં સામાન્ય રીતે વરરાજાની જાનમાં ઢોલ-નગારા જોવા મળે છે. જાનૈયા તેની ધૂન પર મસ્તીથી ઝૂમતા અને નાચતા જોવા મળે છે.પણ હાલમાં એક અનોખી જાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં સાઈલેન્ટ જાન જોવા મળી રહી છે. આ જાનમાં ઢોલ-નગારા નથી વાગી રહ્યા, છતા જાનૈયાઓ ઝૂમી રહ્યા છે. આવી જાન તમે પહેલા ભાગ્યે જ જોઈ હશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા સહિતા જાનૈયાઓ મસ્ત અંદાજમાં નાચી રહ્યા છે. તમામા જાનૈયાઓએ હેડફોન લગાવ્યા છે. જેમાં ગીત વાગી રહ્યા છે અને તેની ધૂન પર તેઓ મસ્તીથી ઝૂમી રહ્યા છે.
અનોખા વરઘોડાનો વાયરલ વીડિયો
Instagram પર આ પોસ્ટ જુઓ
(Video Credit : Shefooodie )
જાનૈયાઓ કાનમાં હેડફોન લગાવીને ગીત સાંભળી રહ્યા છે. તેની ધૂન પર નાચી રહ્યા છે જેના કારણે આ જાનને સાઈલેન્ડ જાન કહેવામાં આવી રહી છે. તેના કારણે રસ્તા પર કોઈ ઘોંઘાટ જોવા મળી રહ્યો નથીં. લોકો શાનદાર અંદાજમાં આ પ્રસંગને એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. આ દુનિયાની સૌથી અનોખી જાન હશે, જેમ એ દિલ હૈ મુશ્કેલમાં હતી.
આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર shefooodie નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 25 હજારથી વધારે વાર જોવામાં આવ્યો છે. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે, આ તો મજેદાર જાન છે. બીજી યુઝરે લખ્યું છે કે, મારે આવું જ ડીજે બુક કરાવવું પડશે.આવી ઘણી પ્રતિક્રિયાઓ આ વીડિયો પર જોવા મળી રહી છે.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર હંસાબેન ભરતભાઈ પરમાર નામના મહિલા ભારે ટ્રેન્ડમાં, જુઓ અલગ અલગ વાયરલ વીડિયો
નોંધ : આ સમાચાર અહેવાલો અનુસાર છે. tv9 ગુજરાતી આ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.