1 બાઈક અને બેસવાવાળા 7! એક બાઈક પર પરિવારના 7 સભ્યોએ કરી એક સાથે સવારી, વીડિયો થઈ ગયો વાયરલ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ રોડની બાજુમાં બાઈક લઈને ઉભો છે. તેની સાથે 2 મહિલાઓ અને 4 બાળકો હતા, જેઓ બાઈક પર બેસીને રોડ પર વળાંક લે છે અને પછી 7 લોકો એક જ બાઈક પર બેસીને આગળ જાય છે.

1 બાઈક અને બેસવાવાળા 7! એક બાઈક પર પરિવારના 7 સભ્યોએ કરી એક સાથે સવારી, વીડિયો થઈ ગયો વાયરલ
વાયરલ વીડિયો
Image Credit source: twwiter
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jun 18, 2022 | 8:13 PM

ભારતીયો હંમેશા પોતાના દેશી જુગાડ (Desi Jugaad) માટે ચર્ચામાં રહે છે. ભારતીયોના દેશી જુગાડના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. આવા વીડિયો લોકોને ખુબ હસાવે છે અને વિચારવા મજબૂર કરી દે છે કે આવુ પણ થઈ શકે છે. આપણા લોકો એવી વસ્તુઓ બનાવવા માટે જુગાડ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જેને જોઈને દુનિયા દંગ રહી જાય છે પણ કેટલીકવાર આ દેશી જુગાડ આપણને ખતરનાક સ્થિતીમાં મુકી દે છે. હાલમાં એવો જ એક વીડિયો વાયરલ (Viral video) થયો છે, જેને જોઈને તમે કહેશો – ભાઈ, આવુ ના કરાય.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ રોડની બાજુમાં બાઈક લઈને ઉભો છે. તેની સાથે 2 મહિલાઓ અને 4 બાળકો હતા, જેઓ બાઈક પર બેસીને રોડ પર વળાંક લે છે અને પછી 7 લોકો એક જ બાઈક પર બેસીને આગળ જાય છે. નિયમો મુજબ આ ખોટુ છે. થોડા પૈસા બચાવવા આવા કામ કરી પોતાના જીવને જોખમમાં મુકવુ પણ ખોટુ છે. આ વીડિયોને જોયા બાદ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ ગુસ્સે થઈ રહ્યા છે, જ્યારે ઘણા લોકો આવા વ્યક્તિની બેદરકારી પર ગુસ્સે થઈ રહ્યા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો IPS દિપાંશુ કાબરાએ ટ્વિટર પર શેયર કર્યો છે. હમણાં સુધી આ વીડિયોને 16 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વાયરલ વીડિયો પર લોકો પોતાના વિચાર પણ મુકી રહ્યા છે.

આ રહી લોકોની પ્રતિક્રિયા

એક યુઝરે લખ્યુ કે આની ગાડી આત્મહત્યા કરી લેશે. એક બીજા યુઝરે લખ્યુ કે આ વ્યકિત ટ્રાફિકના નિયમોને નજર અંદાજ કરીને પરિવારજનોના જીવન જોખમમાં મુકી રહ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati