Shocking Video : પ્રેમ ખુબ જ સુંદર લાગણી છે પણ આ પ્રેમની લાગણી સાથે ઈર્ષા, લાલચ અને બદલાની ભાવના પણ સાથે આવે છે. પ્રેમના ચક્કરમાં લોકો વચ્ચે લડાઈઓ પણ થાય છે. તમે ભૂતકાળમાં એવા ઘણા લોકોને જોયા હશે જે પોતાના મનપસંદ વ્યક્તિને મેળવવા બીજા સાથે લડી લેતા હોય છે. ભૂતકાળમાં આવા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે 2 છોકરીઓ કોઈ કારણસર એકબીજા સાથે લડી રહી છે.
આ વાયરલ વીડિયોમાં એક શાળાનો નજારો જોઈ શકાય છે. આ વીડિયોમાં શાળાની બહાર 2 છોકરીઓ એકબીજાની સાથે લડાઈ કરતી જોવા મળે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શાળામાં ભણતી આ બન્ને છોકરીઓ એક છોકરા માટે એકબીજા સાથે લડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ બન્ને એકબીજાના વાળ ખેંચી રહી છે, તેઓ એકબીજાને હાથ-પગ પણ મારી રહી છે. તેઓની લડાઈ રોકવા માટે 1-2 છોકરીઓ પ્રયત્ન પણ કરે છે. છેલ્લે ઘણા પ્રયત્ન પછી આ લડાઈ ખત્મ થઈ હતી. આ લડાઈ દરમિયાન કેટલાક લોકોએ વીડિયો ઉતાર્યો હતો.
एक लड़के के लिए दो लड़कियों में हुई ज़बरदस्त भिड़ंत | Unseen India pic.twitter.com/Z73j5fBtMH
— UnSeen India (@USIndia_) October 14, 2022
છોકરીઓની લડાઈનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @USIndia_ નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ઝારખંડની એક શાળાનો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે આ છોકરીઓ જેના માટે લડે છે તે છોકરો કેટલો નસીબદાર હશે. બીજા એક યુઝરે લખ્યુ છે કે છોકરીઓ પણ છોકરાઓથી ઓછી નથી. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ પ્રેમ નહીં બીજુ શું છે, લોકો પ્રેમમાં જ આવુ કઈક કરે છે.