Viral Video: Cyclone Yaasમાં ફસાયેલા 91 વર્ષની દાદીનું રેસ્ક્યુ ઓપરેશન, સોશિયલ મીડિયા પર લોકોએ પોલીસકર્મીઓના કર્યા વખાણ

Cyclone Yaas : દેશમાં એક તરફ કોરોના વાયરસનું સંકટ અને બીજી તરફ કેટલાક રાજ્યોમાં ચક્રવાતી તોફાન પણ લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યુ છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 25, 2021 | 10:47 PM

Cyclone Yaas: દેશમાં એક તરફ કોરોના વાયરસનું સંકટ અને બીજી તરફ કેટલાક રાજ્યોમાં ચક્રવાતી તોફાન પણ લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યુ છે. પહેલા ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્રમાં તાઉ તે વાવાઝોડાએ તબાહી સર્જી અને હવે પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારમાં યાસ વાવાઝોડાનું સંકટ છે.

વાવાઝોડાને કારણે સામાન્ય લોકોના જન જીવન પર અસર જોવા મળી રહી છે તેવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે અને આ વીડિયો લોકોની વાહવાહી મેળવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં કેટલાક પોલીસકર્મીઓ 91 વર્ષની દાદીને પોતોના ખભા પર લટકાવીને સુરક્ષિત સ્થળ પર લઈ જઈ રહ્યા છે. આ વીડિયોને જોયા બાદ લોકો આ પોલીસકર્મીઓના વખાણ કરી રહ્યા છે અને વીડિયોને ખૂબ વાયરલ પણ કરી રહ્યા છે.

બધા જાણે જ છે કે વાવાઝોડું કેટલી તબાહી મચાવી શકે છે. ઓરિસ્સામાં ચક્રવાતી તોફાન યાસની અસર સ્પષ્ટ પણે જોવા મળી રહી છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો સામે આવ્યો છે તેને જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે અને તેના વખાણ પણ કરી રહ્યા છે. જે પ્રમાણે તમે વીડિયોમાં જોઈ શકો છો એક ઘરડી મહિલા તોફાનમાં ફસાઈ ગઈ હતી જેની માહિતી મળ્યા બાદ રેસ્ક્યૂ ટીમ તરત જ ત્યાં પહોંચી હતી અને આ મહિલાને સુરક્ષિત સ્થાને પહોંચાડી હતી.

આ વીડિયોને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને ટ્વીટર પર ઈન્ડિયન પોલીસ સર્વિસના અધિકારી ‘AMITABH THAKUR’એ શેયર કર્યો છે. વીડિયો શેયર કરતા તેમણે આ પોલીસના વખાણ પણ કર્યા હતા. આ વીડિયો લોકો દ્વારા ખૂબ શેયર કરવામાં આવી રહ્યો છે અને લોકો તેના પર વિવિધ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો: Maharastra Corona Update : મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24,136 કેસ નોંધાયા

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">