Viral Video : ઈન્ટરનેટની દુનિયામાં શું જોવું તે અનુમાન લગાવવું ખરેખર મુશ્કેલ છે. અહીં કેટલાક એવા નજારા પણ છે જેના પર વિશ્વાસ ન કરી શકાય. સોશિયલ મીડિયા (Social media) પર હાલમાં જે વીડિયો સામે આવ્યો છે તે ઉંદર(Rats) અને બિલાડીનો છે. ઉંદર-બિલાડીની દુશ્મની જગપ્રસિદ્ધ છે. બિલાડીઓ હંમેશા ઉંદરો કરતા વધુ મજબૂત રહી છે. પરંતુ કલ્પના કરો કે જો બિલાડી ક્યારેય ઉંદરોના ડરથી ખેતર છોડી દે તો તે કેવું દ્રશ્ય હશે. વાયરલ થઈ રહેલા લેટેસ્ટ વીડિયોમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઉંદર વાઈનના ગ્લાસ પાસે પહોંચે છે. પછી તેને જોઈને તે ચાખી લે છે. થોડા સમય પછી તે એટલો નશો ચડી જાય છે કે તાનમાં આવને બિલાડી સાથે લડે છે. ઉંદરના અચાનક હુમલાને જોઈને બિલાડી ત્યાંથી ભાગી જવાનું સારું માને છે. ઉંદર અને બિલાડીને લગતો આવો વીડિયો તમે ભાગ્યે જ જોયો હશે.
આ વીડિયોમાં તમે આગળ જોશો કે ઉંદરનું ઉગ્ર સ્વરૂપ જોઈને બિલાડી ખેતર છોડીને ભાગી ગઈ હતી. આ નજારાઓને જોઈને કોઈપણ માટે વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આ વીડિયો પર નેટીઝન્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 18plusguyy નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે.