બાપ રે! આ મહિલા વિશાળકાય અજગર સાથે નાના બાળકની જેમ મસ્તી કરી રહી છે, Video જોઈને તમે પણ દંગ રહી જશો

આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા તેના ગળામાં વીંટાળેલા વિશાળ અજગર સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

બાપ રે! આ મહિલા વિશાળકાય અજગર સાથે નાના બાળકની જેમ મસ્તી કરી રહી છે, Video  જોઈને તમે પણ દંગ રહી જશો
woman playing with python

Viral Video: સામાન્ય રીતે અજગરને જોતા જ અમુક લોકોની હવા ટાઈટ થઈ જતી હોય છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મહિલા અજગરને ગળામાં લપેટીને મસ્તી કરી રહી છે. નવાઈની વાત તો એ છે કે આ દરમિયાન અજગર આ મહિલા પર હુમલો પણ કરતો નથી. સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને તમે પણ ચોંકી જશો.

 

વિશાળકાય અજગર સાથે આ મહિલા મસ્તી કરી રહી છે

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે બિલ્ડિંગની બહાર એક મહિલા અજગરને ગળામાં લપેટતી જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેના ગળામાં વિંટાયેલો અજગર (Python) કેટલો વિશાળ અને ખતરનાક લાગે છે.

 

પરંતુ આ મહિલા તેનાથી જરા પણ ડરતી નથી. તે તેની સાથે મસ્તી કરતી જોવા મળે છે. અજગરને જોઈને અંદાજ લગાવી શકાય છે કે તે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ આ મહિલાને જોઈને લાગી રહ્યુ છે કે તેને જરા પણ ડર લાગી રહ્યો નથી.

 

જુઓ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Royal Pythons (@royal_pythons_)

 

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર royal_pythons_નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો (Video) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે મેં ક્યારેય આટલો ખુબસુરત અજગર જોયો નથી. જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે આ મહિલાનું પાગલપન છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

 

આ પણ વાંચો: Video: પત્નીએ રંગેહાથે તેના પતિ અને ગર્લફ્રેન્ડને પકડ્યા, પછી તો ગુસ્સે થયેલી પત્નીએ બંનેને ચંપલથી ઢીબી નાખ્યા

 

આ પણ વાંચો: Video : ચાલુ ટ્રેનમાંથી ઉતરવાના ચક્કરમાં આ ગર્ભવતી મહિલા પડી ગઈ, પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો !

Click on your DTH Provider to Add TV9 Gujarati