Viral : શાકભાજી ખરીદવા નીકળેલા આ બાળકની ગજબની તૈયારી ! માસુમના અંદાજ પર ફિદા થયા યુઝર્સ

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક નાનુ બાળક શાકભાજી ખરીદવા જઈ રહ્યુ છે. બાળક જે અંદાજ સાથે શાકભાજી લેવા જઈ રહ્યુ છે તે જોઈને ચહેરા પર સ્મિત આવી જશે.

Viral : શાકભાજી ખરીદવા નીકળેલા આ બાળકની ગજબની તૈયારી ! માસુમના અંદાજ પર ફિદા થયા યુઝર્સ
Cute video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 5:03 PM

Viral Video : દરેક વ્યક્તિને નાના બાળકો ખૂબ જ ગમે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર બાળકો સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. શું તમે ક્યારેય નાના બાળકને શાકભાજી (Vegetables) ખરીદતા જોયુ છે ? ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળે છે. જેમાં એક બાળકી જે રીતે શાકભાજી ખરીદી રહી છે, તે જોઈને તમને પણ નવાઈ લાગશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક બાળકી શાકભાજી ખરીદવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Tintin’s child’ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સને આ ક્યુટ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Kabir Sood (@tintinkabacha)

બાળકના અંદાજે દરેકનું દિલ જીત્યુ

વીડિયોમાં બાળક જે અંદાજ સાથે શાકભાજી લેવા જઈ રહ્યુ છે તે જોઈને કોઈપણના ચહેરા પર સ્મિત આવી જશે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. યુઝર્સ (Users) આ વીડિયોને એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, બાળકના ખભા પર એક બેગ (Bag) લટકેલી છે. બાળકની આ ક્યૂટ સ્ટાઇલે ઇન્ટરનેટ પર દરેકના દિલ જીતી લીધા. યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘કાશ દરેક બાળકનું આટલું મગજ હોય’, જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘આટલા નાના બાળકને કામ કરાવવું ખોટું છે’ આ ક્યુટ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Video : રીંછના પોલ ડાન્સે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! આ પોલ ડાન્સ જોઈને હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો: Video: ‘બાલા ઓ બાલા’ સોંગ પર આન્ટીનો અનોખો ડાન્સ, યુઝર્સ કહ્યુ-હિંમત હોય તો જ જુઓ…..

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">