પ્રાણ જાયે પર બોટલ ન જાયે ! ભૂકંપના આંચકા વચ્ચે દારૂની બોટલોને બચાવતા વ્યક્તિનો Video Viral

પ્રાણ જાયે પર બોટલ ન જાયે ! ભૂકંપના આંચકા વચ્ચે દારૂની બોટલોને બચાવતા વ્યક્તિનો Video Viral
Man attempts saving liquor bottles amid earthquake

સોશિયલ મીડિયા પર #earthquake ટ્રેન્ડ કરી રહ્યુ છે. આ સાથે ઈન્ટરનેટ પર ઘણા ફની વીડિયો પણ જોવા મળી રહ્યા છે. હવે એક વીડિયો સામે આવી રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ દેખાય છે જે ભૂકંપના આંચકા વચ્ચે દારૂની બોટલો બચાવવામાં વ્યસ્ત છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jan 18, 2022 | 7:31 PM

ભૂકંપ ક્યારેક-ક્યારેક આવે છે, પરંતુ જ્યારે આવે છે, ત્યારે લોકો તેને લાંબા સમય સુધી યાદ રાખે છે. કારણ સ્પષ્ટ છે કે ઘણી વખત ધરતીકંપને (Earthquake) કારણે એટલી બધી તબાહી થાય છે, જેની ભરપાઈ કરવી લગભગ અશક્ય હોય છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં (Afghanistan)  ખતરનાક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારથી સોશિયલ મીડિયાન (Social Media) પર #earthquake ટ્રેન્ડ કરી રહ્યુ છે.

આ સાથે ઈન્ટરનેટ પર ઘણા ફની વીડિયો પણ જોવા મળી રહ્યા છે. હવે હાલમાં એક વીડિયો સામે આવી રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ દેખાય છે જે ભૂકંપના આંચકા વચ્ચે દારૂની બોટલો બચાવવામાં વ્યસ્ત છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ટેબલ પાસે ઊભો છે અને ભૂકંપના આંચકાથી તેનું ટેબલ ધ્રૂજી રહ્યું છે. વીડિયોમાં રસપ્રદ વાત એ છે કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ ભૂકંપથી ડરતો નથી, પરંતુ તેની દારૂની બોટલો સંભાળતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર જોવા મળી રહ્યો છે. આ વીડિયો પર લોકો ફની રિએક્શન્સ આપી રહ્યાં છે.

આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તમે સોનાલી સિંહ નામના પેજ પર આ વીડિયો જોઈ શકો છો. વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે આ વ્યક્તિ પોતાના જીવનની કાળજી માટે બિલકુલ ચિંતિત નથી, પરંતુ તેની બોટલો સંભાળવામાં વ્યસ્ત છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારોથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, સાથે જ લોકોએ પોતાની કોમેન્ટ્સ શેર કરીને તે વ્યક્તિને એન્જોય કર્યો છે.

વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ વિશે વાત કરતા, એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું- ભાઈ જીવન કરતાં વધુ જરૂરી આલ્કોહોલ છે. અન્ય એક યુઝરે લખ્યું- આવા લોકો હજુ પણ દુનિયામાં જોવા મળે છે. ત્રીજા યુઝરે લખ્યું – લો આ વ્યક્તિ ભૂકંપ પછી તેના દારૂને લઈને ચિંતિત છે. તમને જણાવી દઈએ કે વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ઘણા બધા ઈમોજી જોવા મળી રહ્યા છે. વીડિયોને શેર કરતા પેજના એડમિને કેપ્શનમાં લખ્યું છે – #Afghanistan માં #Earthquake બાદ એક વ્યક્તિ પોતાની કિંમતી વસ્તુઓ સંભાળતો જોવા મળ્યો.

આ પણ વાંચો –

Dhanush Aishwarya Divorce : જ્યારે ધનુષે ઐશ્વર્યાથી અલગ થવાનો નિર્ણય કર્યો, સૌંદર્યાએ તેની બહેનને આ રીતે સપોર્ટ કર્યો

આ પણ વાંચો –

Viral: નાની બારીમાંથી કઈ રીતે ઘૂસવું ચોરે પોલીસને બતાવ્યો ડેમો, લોકો બોલ્યા આ પણ બહું મહેનતનું કામ છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati