ભારે કરી ! બાળકી રમકડાનું ટેમ્પરેચર તપાસવા પહોંચી સિક્યુરિટી ગાર્ડ પાસે, Video જોઈ યુઝર્સ કહ્યુ “જવાબદાર નાગરિક”

આજકાલ એક નાની બાળકીનો વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે જે રીતે જવાબદાર નાગરિક તરીકેની ફરજ બજાવે છે, તે જોઈને યુઝર્સને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે.

ભારે કરી ! બાળકી રમકડાનું ટેમ્પરેચર તપાસવા પહોંચી સિક્યુરિટી ગાર્ડ પાસે, Video જોઈ યુઝર્સ કહ્યુ જવાબદાર નાગરિક
Little Girl Video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 5:50 PM

Cute Video : કોરોના વાયરસના આગમન પછી લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. દરેક જગ્યાએ પણ એન્ટ્રી લેતા પહેલા ટેમ્પરેચર તપાસવું, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક લગાવવું, હેન્ડ સેનિટાઇઝિંગ… હવે આ વસ્તુઓ લોકોની આદત બની ગઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળકી ગાર્ડને તેના રમકડાનું તાપમાન પણ ચેક કરાવવાની વિનંતી કરતી જોવા મળે છે. આ ક્યૂટ મોમેન્ટ (Cute Moment) લોકોના દિલ જીતી રહી છે.

બાળકીની સમજણ જોઈને યુઝર્સ દંગ રહી ગયા

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કોરોના વાયરસને નાથવા માટે કોવિડ પ્રોટોકોલનું (Covid Protocol)  પાલન કરવું ખૂબ જ જરૂરી છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક બાળકીનો ખૂબ જ ક્યૂટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકી સિક્યોરિટી ગાર્ડને તેનું તાપમાન ચેક કરાવવા અને તેના રમકડાનું તાપમાન માપવા કહે છે.

જુઓ વીડિયો

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકીના હાથમાં એક રમકડું છે. તે સિક્યુરિટી ગાર્ડ (Security Guard) પાસે જાય છે અને તેને તેનું તાપમાન તપાસવા કહે છે. આ દરમિયાન, જ્યારે ગાર્ડ તાપમાન તપાસવા માટે આગળ વધે છે, ત્યારે છોકરી તેના બંને હાથ લંબાવે છે. રસપ્રદ વાત એ છે કે એક જાગૃત નાગરિક તરીકે, બાળકી ગાર્ડને તેના રમકડાનું તાપમાન પણ તપાસવા કહે છે. બાળકીનો આ ક્યુટ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહ્યો છે.

વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

આ વીડિયો Dinesh Joshi નામના વ્યક્તિએ ટ્વિટર પર શેર કર્યો છે. યુઝરે કેપ્શનમાં (Caption) લખ્યું છે કે, એક જવાબદાર નાગરિક આવો હોવો જોઈએ. આ ક્યૂટ વીડિયો જોયા બાદ લોકો પણ બાળકી પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, આ વીડિયો માત્ર ક્યૂટ જ નથી પરંતુ એક સારો પાઠ પણ છે. આ સિવાય અન્ય યુઝર્સ પણ બાળકીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Video: ‘બાલા ઓ બાલા’ સોંગ પર આન્ટીનો અનોખો ડાન્સ, યુઝર્સ કહ્યુ-હિંમત હોય તો જ જુઓ…..

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">