Viral Video: લંડનમાં નીકળ્યો દેશી વરઘોડો, અંગ્રેજોએ વગાડયું બેન્ડ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria

Updated on: Jan 23, 2023 | 11:41 PM

આ ક્રેઝ હવે ભારત જ નહીં પણ વિદેશની ધરતી પણ જોવા મળી રહ્યો છે. હાલમાં લંડનના રસ્તા પર નીકળેલા એક વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: લંડનમાં નીકળ્યો દેશી વરઘોડો, અંગ્રેજોએ વગાડયું બેન્ડ
Viral Video
Image Credit source: Twitter

ભારતમાં લગ્નની તૈયારીઓ એક ઉત્સવની જેમ કરવામાં આવે છે. લગ્નમાં સારા કપડા પહેરવાનો, સંબંધીઓને મળવાનો, સારુ ભોજન ખાવાનો, વરઘોડા અને સંગીત સેરેમનીમાં નાચવાનો ભારતીયોમાં ભારે ક્રેઝ જોવા મળે છે પણ આ ક્રેઝ હવે ભારત જ નહીં પણ વિદેશની ધરતી પણ જોવા મળી રહ્યો છે. હાલમાં લંડનના રસ્તા પર નીકળેલા એક વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં લંડનના રસ્તાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિદેશની ધરતી પર કોઈ ભારતીયનો વરઘોડો નીકળતા તમે પહેલા ક્યારેય નહીં જોયો હશે. આ વરઘોડો ગુરમીત ચઢ્ઢા નામના એક ભારતીયની છે, તે કમ્પ્લીટ સર્કિલ વેલ્થ નામની કંપનીમાં મેનેજિંગ પાર્ટનર અને ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર છે. આ વીડિયો લંડનમાં ગુરમીનના લગ્ન સમયનો છે.

આ વીડિયો જોઈને તમે પહેલા તો વિશ્વાસ જ નહીં કરી શકો. કારણ કે ભારતની ધરતીને જે અંગ્રેજોએ 200 વર્ષ સુધી ગુલામી હેઠળ રાખ્યું, તે જ અંગ્રેજોની હાલની પેઢી એક ભારતીયના વરઘોડામાં બેન્ડ વગાડી રહી છે. વાયરલ વીડિયોમાં તમે ભારતીયોને નાચતા અને અંગ્રેજોને બેન્ડ વગાડતા જોઈ શકો છે. આ અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ પણ વાંચો : Viral Video : એક જ શ્વાસમાં ભારતીય વડાપ્રધાનના નામ બોલી ગઈ, ટેલેન્ટેડ NRI બાળકીનો ગજબનો વીડિયો થયો વાયરલ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,મેરે દેશ કી તસ્વીર બદલ રહી હૈ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, પૈસા બોલતા હેૈ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ વીડિયો જોઈ ગાંધીજી ખુશ થયા હશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati