Viral video : મેટ્રોમાં હિન્દીમાં લખેલી સૂચનાઓ પર લગાવ્યા સ્ટીકરો, ગુસ્સામાં યુવકે કર્યું આ કામ

TV9 GUJARATI

|

Updated on: Feb 03, 2023 | 8:38 AM

Viral video : આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે, એક વ્યક્તિ મેટ્રો ટ્રેનમાં સ્ટીકર હટાવી રહ્યો છે. કારણ કે તેની નીચે હિન્દીમાં સૂચનાઓ લખેલી છે. આ ક્લિપ જોયા બાદ લોકો ખૂબ જ ઉશ્કેરાયેલા જોવા મળી રહ્યા છે.

Viral video : મેટ્રોમાં હિન્દીમાં લખેલી સૂચનાઓ પર લગાવ્યા સ્ટીકરો, ગુસ્સામાં યુવકે કર્યું આ કામ
bengaluru metro

આજના ડિજીટલ યુગમાં સૌથી નજીકનો મોબાઈલ છે અને લગભગ દરેક પાસે ઈન્ટરનેટ છે. આનો અર્થ એ છે કે લોકો પાસે હંમેશા સોશિયલ મીડિયા પર શેર કરવા માટે કંઈક ને કંઈક હોય છે. ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધા એવા પ્લેટફોર્મ છે જ્યાં વાયરલ વીડિયોની ભરમાર છે. ઘણી વખત આ ક્લિપ્સ જોયા પછી આપણને ગુસ્સો આવે છે, જ્યારે ઘણી વખત આપણી આંખો સામે ફની વીડિયો જોવા મળે છે. આજકાલ આવી જ એક ક્લિપ જોવા મળી.

આ પણ વાંચો : Twitter Weird Food Viral Video : ‘આ ગુનાની માફી નહીં મળે’, દુકાનદારે DOSAમાં નાખી એવી ચીજ કે લોકો થયા લાલઘુમ

દક્ષિણ ભારતમાં હિન્દી પ્રત્યે આટલી નફરત શા માટે?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેટ્રોમાં કન્નડ ભાષામાં સૂચનાઓ લગાવવામાં આવી છે. જેનું હિન્દી ભાષામાં નીચે ભાષાંતર કરવામાં આવ્યું છે પરંતુ તે સ્ટીકરથી છુપાવવામાં આવ્યું છે અને આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, એક વ્યક્તિ તે સ્ટીકર હટાવતો જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વ્યક્તિની ઓળખ અક્ષત ગુપ્તા તરીકે થઈ છે. આ ક્લિપ શેર કરનારા યુઝરે લખ્યું, ‘આખરે દક્ષિણ ભારતમાં હિન્દી પ્રત્યે આટલી નફરત શા માટે….?’

અહીં, વીડિયો જુઓ

આ વીડિયો ટ્વિટર પર @KananShah_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી 42 હજારથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને તેમની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે આ વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું કે, ‘દક્ષિણ ભારતમાં હિન્દી પ્રત્યે આટલી નફરત કેમ? જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘હું દક્ષિણમાં રહેતો ઉત્તર ભારતીય છું અને ક્યારેય કોઈ નફરતનો સામનો કર્યો નથી, આ બકવાસ બંધ કરો.’

મહત્વપૂર્ણ છે કે આ વીડિયો વાયરલ થયા બાદ અક્ષત ગુપ્તાએ એક વીડિયો શેર કરીને લોકોની માફી માંગી છે. તેણે કહ્યું – આ બધું મેં ભૂલથી કર્યું છે, તેથી હું તેના માટે દિલગીર છું અને હા હું કોઈપણ પ્રાદેશિક ભાષા પર થોપવામાં આવતી હિન્દીની વિરુદ્ધ પણ છું. એટલા માટે હું માફી માંગુ છું. કૃપા કરીને મારી માફી સ્વીકારો. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, દક્ષિણ ભારતમાં હિન્દીના સ્વીકારને લઈને ઘણો વિરોધ થઈ રહ્યો છે. એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યાં હિન્દી અને દક્ષિણ ભારતીય સિનેમામાં પણ આ સંઘર્ષ જોવા મળ્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati