તમે ક્યારેય વાઘને ઘાસ ખાતા જોયો છે ? જુઓ આ Viral Video

તમે ક્યારેય વાઘને ઘાસ ખાતા જોયો છે ? જુઓ આ Viral Video
ફાઇલ તસવીર

કોઇએ આજ સુધી વાઘને ઘાસ ખાતા નહીં જોયો હોય, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં એક વાઘ ઘાસ ખાતો જોવા મળી રહ્યો છે. આ અનોખી ઘટનાનો વીડિયો ટાઇગર રિસર્વના કર્મચારીઓએ બનાવ્યો છે.

Bhavyata Gadkari

|

Jul 02, 2021 | 11:10 PM

સોશિયલ મીડિયા પર રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ (Viral Video) થતો હોય છે. એમાંથી કેટલાક વીડિયો જોઇને લોકો ચોંકી ઉઠે છે. હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ શેયર થઇ રહ્યો છે. આ વીડિયોમાં વાઘ પોતાનું પેટ ભરવા માટે ઘાસ ખાતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઇને સૌ-કોઇ ચોંકી ઉઠ્યા છે.

વાઘ માંસાહારી પ્રાણી છે અને તે જંગલમાં અન્ય પ્રાણીઓનો શિકાર કરીને પોતાની ભૂખ સંતોષે છે. કોઇએ આજ સુધી વાઘને ઘાસ ખાતા નથી જોયો પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં એક વાઘ ઘાસ ખાતો જોવા મળી રહ્યો છે. આ અનોખી ઘટનાનો વીડિયો ટાઇગર રિસર્વના કર્મચારીઓએ બનાવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, એક વાઘ મજાથી ઘાસ ખાય રહ્યો છે. આ વિશે વિશેષજ્ઞોનું કહેવુ છે કે, વાઘ પોતાના પાચનતંત્રને તંદુરસ્ત રાખવા માટે ક્યારે ક્યારે ઘાસ પણ ખાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો ફક્ત આ વીડિયો શેયર જ નથી કરતા પરંતુ તેના પર વિવિધ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કોઇએ લખ્યુ કે, મે પહેલી વાર વાઘને ઘાસ ખાતા જોયો. તો અન્ય એક યૂઝરે લખ્યુ કે, આ તો શાકાહારી વાઘ છે.

આ પણ વાંચો – રાજ્યમાં બાયોડીઝલના નામે ભળતા પદાર્થોનું વેચાણ કરનારા સામે લેવાશે કાયદેસરના પગલા, CMએ આપી સૂચના

આ પણ વાંચો – Gujarat High Court : ગુજરાત હાઈકોર્ટે કહ્યું હાલ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય એમ નથી, જાણો શું કારણો આપ્યા હાઈકોર્ટે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati