ઘેલા વરરાજા ! પોતાના લગ્નમાં ભાન ભુલ્યો આ યુવાન, 15 ફૂટ ઉંચા DJ પર ચઢીને કર્યો ડાન્સ, જુઓ VIDEO

આજકાલ લગ્નનો એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં એક યુવક જે રીતે DJ પર ચડીને ડાન્સ કરી રહ્યો છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો.

ઘેલા વરરાજા ! પોતાના લગ્નમાં ભાન ભુલ્યો આ યુવાન, 15 ફૂટ ઉંચા DJ પર ચઢીને કર્યો ડાન્સ, જુઓ VIDEO
Wedding video goes viral

Funny Video : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા પર લગ્ન સંબધિત (Wedding) વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સામાન્ય રીતે લગ્નમાં દુલ્હા-દુલ્હન કંઈક અનોખુ કરવા અગાઉથી જ તૈયારી કરતા જોવા મળે છે. તમે લગ્નમાં ઉત્સાહિત વરરાજા (Groom) જોયા હશે, જે પોતાના લગ્નમાં એટલા ઉત્સાહિત થઈ જાય છે, કે જોઈને લોકો પણ હેરાન રહી જાય છે. આજકાલ આવો જ એક લગ્નનો રમુજી વીડિયો વાયરલ (Viral) થઈ રહ્યો છે. જે જોઈને તમે પણ વિચારમાં પડી જશો.

વરરાજાએ તો ભારે કરી …!

બેગાની શાદીમાં અબ્દુલ્લા દિવાના….આ સોંગ તમે સાંભળ્યું જ હશે અને ઘણા લગ્નોમાં લોકોને બેગાના લગ્નમાં ડાન્સ કરતા પણ જોયા હશે. પરંતુ મધ્યપ્રદેશના (Madhya pradesh)બુરહાનપુરથી એક અનોખો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક દુલ્હા પોતાના લગ્નમાં ખુબ ઉત્સાહિત થઈ જાય છે અને DJ પર ચડીને ડાન્સ કરતા જોવા મળે છે.તમને જણાવી દઈએ કે, આ ઘટના બુરહાનપુરના લાલબાગ સ્ટેશન વિસ્તારની છે. વીડિયોમાં જોઈ શકાય છે કે,ઉંચાઈનો ડર રાખ્યા વગર વરરાજા બિન્દાસ ડાન્સ કરતા જોવા મળે છે.

જુઓ વીડિયો

લગ્નનો વીડિયો થયો વાયરલ

વીડિયોમાં જોઈ શકાય છે કે, ઉત્સાહમાં વરરાજા ઘોડી પરથી નીચે ઉતરે છે અને મિત્રો અને સંબંધીઓ સાથે ડાન્સ (Dance) કરવા લાગે છે. જે બાદ 15 ફૂટ ઉંચા ડીજે પર ચઢીને તે ડાન્સ કરતો જોવા મળે છે. આ નજારો જોઈને જાનૈયાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. લગભગ અડધા કલાકની જહેમત બાદ આ વરરાજા તેના એક વૃદ્ધ સંબંધીના કહેવા પર નીચે ઉતર્યો અને પછી ઘોડી પર સવાર થયો.આ લગ્નનો વીડિયો યુઝર્સને (Users)ખુબ પસંદ આવી રહ્યો છે.

આ રમુજી વીડિયો ટ્વિટર પર Nikhil Suryavanshi નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : ચાલાક ચીનની દરેક હરકત પર ભારતની હવે ચાંપતી નજર, લદ્દાખમાં ચાર ઇઝરાયેલી હેરોન ડ્રોન તૈનાત રખાશે

આ પણ વાંચો : SCએ કહ્યું, વિજય માલ્યાની રાહ ન જોઈ શકાય, 18 જાન્યુઆરીએ અવમાનના કેસમાં સજા પર સુનાવણી

  • Follow us on Facebook

Published On - 8:00 am, Wed, 1 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati