Viral Video: દરિયાકિનારે પહોંચી સૂમો પહેલવાને કર્યો ડાન્સ, હસી હસીને લોટપોટ થયા યુઝર્સ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક દરિયા કિનારાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આ સુંદર દરિયા કિનારે એક વિશાળ સુમો પહેલવાન જેવો વ્યક્તિ અર્ધનગ્ન હાલતમાં જોવા મળી રહ્યો છે.

Viral Video: દરિયાકિનારે પહોંચી સૂમો પહેલવાને કર્યો ડાન્સ, હસી હસીને લોટપોટ થયા યુઝર્સ
Viral VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 7:41 PM

દુનિયામાં લોકો પોતાની ખુશી વ્યક્ત કરવા માટે અલગ અલગ રીત અપનાવતા હોય છે. કોઈ ચુપચાપ અંદરોઅંદર પોતાની ખુશીની ઉજવણી કરતા હોય છે. કોઈ પોતાના નજીકના લોકોને પોતાની ખુશી શેયર કરીને ઉજવણી કરતા હોય છે અને કેટલાક લોકો સંગીત અને નૃત્યનો આનંદ માણીને પોતાની ખુશી વ્યક્ત કરતા હોય છે. આવા ડાન્સના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થતા હોય છે

જો તમે સોશિયલ મીડિયાના એક્ટિવ યુઝર્સ હોઉં તો તમે ડાન્સના અનેક વીડિયો જોયા જ હશે. ભારતમાં તો કોઈપણ શુભ પ્રસંગે લોકો ડાન્સ અને સંગીતની મદદથી ઉજવણી કરતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક સુમો પહેલવાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોવા મળતો સુમો પહેલવાન તમે પહેલા ભાગ્યે જ જોયો હશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક દરિયા કિનારાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આ સુંદર દરિયા કિનારે એક વિશાળ સુમો પહેલવાન જેવો વ્યક્તિ અર્ધનગ્ન હાલતમાં જોવા મળી રહ્યો છે. તે દરિયાકિનારાના દ્રશ્યો જોઈને એટલો ખુશ થઈ જાય છે કે તે દરિયા કિનારે જ નાચવા લાગે છે. તે કોઈ ડાન્સરની જેમ કમર મટકાવતો જોવા મળી રહ્યો છે.

આ રહ્યો એ રમૂજી વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુશી વ્યક્ત કરવા માટે ડાન્સ કરવો જરુરી છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ડાન્સ એ માણસની ખુશીને શબ્દો કરતા વધારે સારી રીતે વ્યક્ત કરી શકે છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ વીડિયો જોઈ મારો દિવસ ખુશખુશાલ થઈ ગયો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">