Viral Video: ભયંકર પૂરને કારણે પાકિસ્તાનીઓના રુવાટાં ઉભા થઈ ગયા, લોકોએ કહ્યું – આ કર્મોનું ફળ મળી રહ્યુ છે

પાકિસ્તાનમાં એવુ ભયંકર પૂર (Pakistan floods) આવ્યુ છે કે દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. આ પૂરના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયા છે.

Viral Video: ભયંકર પૂરને કારણે પાકિસ્તાનીઓના રુવાટાં ઉભા થઈ ગયા, લોકોએ કહ્યું - આ કર્મોનું ફળ મળી રહ્યુ છે
Pakistan Floods Viral VideoImage Credit source: twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 10:09 PM

કુદરત જ્યારે કોપાયમાન થાય છે ત્યારે કોઈને નથી છોડતુ. પ્રકૃતિએ ભગવાન પાસેથી માનવજાતને મળેલી સૌથી અમૂલ્ય ભેટ છે પણ જ્યારે માણસ તેનો અનાદર કરે છે, ત્યારે કુદરત પોતાનું રૌદ્ર રુપ બતાવીને માનવજાતને ચેતવણી આપે છે. 2013નું ઉતરાખંડનું પૂર આપણે સૌ જાણીએ છે. આવી અનેક કુદરતી આફતમાં ભલાભલ દેશોને પોતાની ભૂલો સમજાઈ છે. હાલામાં ભારતના પડોશી દેશ પાકિસ્તાન મોટી આફતનો સામનો કરી રહ્યુ છે. પાકિસ્તાનમાં એવુ ભયંકર પૂર (Pakistan floods) આવ્યુ છે કે દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. આ પૂરના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયા છે.

પાકિસ્તાનીઓએ આવુ ભયંકર પૂર કદાચ પહેલા ક્યારે જોયુ નહીં હશે. આ પૂરમાં 30 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે, 10 લાખ લોકો બેઘર થયા છે, 80 હજારથી વધુ પ્રાણીઓ અને 1200થી વધારે પાકિસ્તાનીઓના મોત થયા છે. 1 લાખ કરતા  વધારે મકાનો આ પૂરમાં વહી ગયા છે, 40થી વધારે નાના ડેમ અન 200થી વધારે બ્રિજ આ પૂરમાં તબાહ થયા છે.  અહીં જોવા મળતા વીડિયો તે પૂરની ભયાનકતા દર્શાવે છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ રહ્યા પાકિસ્તાનમાં આવેલા ભયંકર પૂરના વીડિયો અને ફોટોઝ

આ તમામ ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી અલગ અલગ હેન્ડલથી અપલોડ થયા છે અને અપલોડ થવાની સાથે જ આ વીડિયો વાયરલ થઈ ગયા હતા. આ વીડિયો જોઈને લાગી રહ્યુ છે કે પાકિસ્તાનમાં હમણા સુધીનું સૌથી ભયાનક પૂર આવ્યુ છે. આ વીડિયોમાં પાકિસ્તાનીઓ ખુબ લાચાર દેખાય રહ્યા છે. આ વાયરલ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સના મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યા હતા. કેટલાક લોકોએ તેમના માટે પ્રાર્થના કરતી પ્રતિક્રિયા આપી તો બીજી તરફ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે પાકિસ્તાનીઓએ હમણા સુધી આતંક ફેલાવીને અનેક પરિવારો બરબાદ કરી નાંખ્યા. આ પૂર તેમના કર્મોનું ફળ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">