Viral Video : પીધેલા ઈ-રિક્ષા ડ્રાઈવરે પોલીસના હાલ કર્યા બેહાલ, દોડાવી દોડાવીને થકવી દીધા !

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2023 | 6:05 PM

Punjab Police E Rickshaw: સોશિયલ મીડિયા પર રોજ અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક ઈ-રિક્ષા ડ્રાઈવરનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : પીધેલા ઈ-રિક્ષા ડ્રાઈવરે પોલીસના હાલ કર્યા બેહાલ, દોડાવી દોડાવીને થકવી દીધા !
Drunk e rickshaw driver Viral Video
Image Credit source: twitter

ભારતના રસ્તાઓ પર રોજ લાખો વાહનો પસાર થતા હોય છે. આ વાહનોમાં રિક્ષા મોટા પ્રમાણમાં જોવા મળે છે. રિક્ષા ડ્રાઈવર પોતાના ડ્રાઈવિંગને કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં એક ઈ-રિક્ષા ડ્રાઈવર પોતાના અનોખા કારનામાંને કારણે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

રસ્તા પર પોલીસને જોઈને ઘણાં કહેવાતા રાઈડરના હાલ બેહાલ થઈ જતા હોય છે. જેમની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના વાહનના તમામ દસ્તાવેજ હોય છે, તે પણ ઘણીવાર પોલીસને જોઈને ડરી જતા હોય છે. પણ એક ઈ-રિક્ષા ડ્રાઈવર પોલીસ સામે સ્વૈગ બતાવવાના કારણે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર હાલમાં પંજાબના અમૃતસરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નશામાં ધૂત એક ઈ-રિક્ષા ડ્રાઈવર રસ્તા પર હોલીવુડ ફિલ્મોની જેમ સીન ક્રિએટ કરતો જોવા મળી રહ્યો છે. નશાની હાલતમાં પણ ઈ- રિક્ષા ડ્રાઈવર એવી રિક્ષા ભગાવે છે કે પોલીસનો પરસેવો છૂટી જાય છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઈ-રિક્ષા ડ્રાઈવર પોલીસની પકડથી દૂર રસ્તા પર ઈ-રિક્ષા ભગાવી રહ્યો છે. તે નાની ગલ્લીઓમાંથી પસાર થઈ રહ્યો છે. તેને પકડવાના પોલીસના તમામ પ્રયાસો નાકામા થતા જોવા મળી રહ્યાં છે. એક સમયે તે ઈ-રિક્ષામાંથી કૂદીને પોલીસની પકડથી દૂર જતો જોવા મળી રહ્યો છે.

આ ઘટના તૈયારે શરુ થઈ જ્યારે ઈ-રિક્ષામાં યાત્રા કરતા એક વૃદ્ધ દંપત્તિને ગ્રીન એવન્યૂ જવું હતું પણ નશાની હાલતમાં આ ડ્રાઈવર તેમને અમૃતસરના લોરેન્સ રોડ પર ફેરવા લાગ્યા. આ વાતની જાણ તે દંપત્તિ એ પોલીસને કરી હતી.

જ્યારે એક પોલીસકર્મીએ તે ડ્રાઈવરને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે રિક્ષા ડ્રાઈવર તે પોલીસકર્મીને ટક્કર મારીને ભાગતો જોવા મળ્યો. પકડમ-પકડાઈની આ રમતમાં પોલીસ ઘણા કિલોમીટર દોડી પણ તે ઈ-રિક્ષા ડ્રાઈવર ભાગવામાં સફળ રહ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati