પોતાના જન્મદિવસે આ બાળકે કેક પરની મીણબત્તી સાથે કર્યુ એવુ કામ કે વાયરલ થઈ ગયો વીડિયો

આ વાયરલ વીડિયોમાં જ્યાં એક બાળક પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે, તેની સામે એક કેક મૂકવામાં આવી છે અને તેના પર મીણબત્તી પણ મૂકવામાં આવી છે. જેને ઓલવવા માટે તેણે ઘણી મહેનત કરવી પડી હતી, પરંતુ મીણબત્તી ઓલવાઈ ગયા બાદ બાળકે અદભુત પ્રતિક્રિયા આપી હતી. જેને જોઈ લોકો ખુબ ખુશ થયા.

પોતાના જન્મદિવસે આ બાળકે કેક પરની મીણબત્તી સાથે કર્યુ એવુ કામ કે વાયરલ થઈ ગયો વીડિયો
વાયરલ વીડિયો
Image Credit source: Instagram
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jun 18, 2022 | 10:01 PM

સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ્સ એવી જગ્યા છે, જ્યાં તમને દરેક પ્રકારના વીડિયો જોવા મળશે. ફની, ઈમોશનલ, કયૂટ એવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. હાલમાં આવો જ એક કયૂટ અને દિલ જીતી લેનાર વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર દરરોજ બાળકો સાથે જોડાયેલા વીડિયો વાયરલ (Viral video) થતા રહે છે. જે યુઝર્સને ખૂબ પસંદ આવે છે. હાલમાં વાયરલ થયેલા વીડિયોને જોયા પછી લોકોને તેમનું બાળપણ યાદ આવે છે. તમને આ વીડિયોને વારંવાર જોવાની ઈચ્છા થશે. વાયરલ વીડિયોમાં દેખાતા બાળકની ક્યૂટનેસ જોઈને તમે પણ કહેશો- કેટલુ કયૂટ બાળક છે આ.

દરેક બાળક પોતાના જન્મદિવસ માટે ઉત્સાહિત હોય છે. પોતાના મિત્રોને પોતાના ઘરે બોલાવવા અને કેક કાપવાથી લઈને જન્મદિવસની પાર્ટીના અંત સુધી તેઓ ખૂબ જ ઉત્સુક હોય છે. આ વાયરલ વીડિયોમાં જ્યાં એક બાળક પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે, તેની સામે એક કેક મૂકવામાં આવી છે અને તેના પર મીણબત્તી પણ મૂકવામાં આવી છે. જેને ઓલવવા માટે તેણે ઘણી મહેનત કરવી પડી હતી, પરંતુ મીણબત્તી ઓલવાઈ ગયા બાદ બાળકે અદભુત પ્રતિક્રિયા આપી હતી. જેને જોઈ લોકો ખુબ ખુશ થયા.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ ફની વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર minikvideolarim નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. હમણા સુધી 1.7 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ સિવાય લોકો વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ બાળક ખરેખર ક્યૂટ છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘આ બાળકે મારું દિલ જીતી લીધું છે.’

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક તેના જન્મદિવસ પર કેક કાપી રહ્યો છે. તે દરમિયાન ત્યાં હાજર તેના પરિવારજનો તાળીઓ પાડીને તેનો ઉત્સાહ વધારી રહ્યા છે. આ દરમિયાન બાળક મીણબત્તી ઓલવતો જોવા મળે છે, પરંતુ તે ઓલવતો નથી. આ પછી બાળક મીણબત્તીને હાથ મારીને બુઝાવે છે અને ત્યાં હાજર તમામ લોકો હસવા લાગે છે અને તેમને જોઈને તે સુંદર બાળક પણ હસવા લાગે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati