Viral Video : શું સ્માર્ટવોચથી સ્કેન કરીને પણ ફાસ્ટેગ એકાઉન્ટમાંથી ચોરી થઈ શકે છે ? જાણો હકીકત

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં ફાસ્ટેગ એકાઉન્ટમાંથી પૈસાની ચોરી થઈ રહી છે. ચાલો જાણીએ સમગ્ર મામલો.

Viral Video : શું સ્માર્ટવોચથી સ્કેન કરીને પણ ફાસ્ટેગ એકાઉન્ટમાંથી ચોરી થઈ શકે છે ? જાણો હકીકત
Viral VideoImage Credit source: twwiter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 5:55 PM

ટેક્નોલોજીના વિકાસ સાથે આપણી સુવિધામાં પણ વધારો થયો છે. પણ આ ટેક્નોલોજીનો ખોટો ઉપયોગ કરીને કેટલાક લોકો ભોળા લોકોને લૂંટી લેતા હોય છે. એવા ઘણા સમાચાર આપણે રોજબરોજ સાંભળતા આવ્યા છે. આપણે  ફાસ્ટેગ   (FASTag) વિશે જાણીએ જ છે. ગયા વર્ષે જ સમગ્ર ભારતમાં તેને ફરજિયાત કરવામાં આવ્યું હતું. ટોલ પ્લાઝા પર ટોલ વસૂલાતને સરળ અને સલામત બનાવવા તેમજ ટોલ પ્લાઝા પર વારંવાર ટ્રાફિક જામ ન થાય તે માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ફાસ્ટેગ વાહન પર લગાડવામાં આવતુ એક સ્ટીકર છે, જે તમારા વાહનના આગળના કાચ પર લગાવવામાં આવે છે અને તે તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલ હોય છે. જ્યારે પણ તમે ટોલ પ્લાઝા પરથી પસાર થાવ છો, ત્યારે તમારે તમારું વાહન રોકીને ટોલ ટેક્સ ભરવાની જરૂર નથી, તેના બદલે તમારા વાહન પર લગાવેલા ફાસ્ટેગમાંથી સ્કેનર દ્વારા ટોલ ટેક્સ કાપવામાં આવે છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં ફાસ્ટેગ એકાઉન્ટમાંથી પૈસાની ચોરી થઈ રહી છે. ચાલો જાણીએ સમગ્ર મામલો.

વાયરલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક કારનો કાચ સાફ કરતી વખતે એક બાળક તેની સ્માર્ટ વોચથી FASTag સ્કેન કરે છે અને પછી કારચાલક સાથે વાતચીચ દરમિયાન ત્યાંથી ભાગી જાય છે. આ પછી કાર ચાલક કહે છે કે આ એક પ્રકારનું કૌભાંડ છે. સ્માર્ટ વોચથી સ્કેન કરીને ફાસ્ટેગ એકાઉન્ટમાંથી પૈસાની ચોરી થાય છે અને લોકોને તેની ખબર પણ નથી હોતી. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે લોકોએ પણ તેને સાચો માની લીધો અને વીડિયોને રીટ્વીટ અને શેર કરવાનું શરૂ કર્યું. પણ તેની પાછળની હકીકત કઈક અલગ જ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ રહ્યો એ વાયરલ વીડિયો

ફાસ્ટેગ અને પેટીએમની સ્પષ્ટતા

FASTagના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વાયરલ થયેલા વીડિયોના જવાબમાં, એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે FASTag પર કોઈપણ અનધિકૃત ઉપકરણ વ્યવહાર કરી શકે નહીં, પરંતુ ફક્ત નોંધાયેલા વેપારીઓ એટલે કે ટોલ અને પાર્કિંગ પ્લાઝા ઓપરેટર્સ જ તે કરી શકે છે. તેથી તે સંપૂર્ણપણે સલામત છે. Paytm એ ટ્વિટર પર એક પોસ્ટ પણ કરી છે અને કહ્યું છે કે વાયરલ વીડિયોમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. Paytm ફાસ્ટેગ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

ફાસ્ટેગ અને પેટીએમના નિવેદન પછી એ વાત સ્પષ્ટ છે કે આ રીતે ફાસ્ટેગમાંથી પૈસા ઉપાડવા અશક્ય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">