ભારે વરસાદમાં પક્ષીએ બચ્ચાને પલળતા બચાવ્યા, વીડિયો જોઇ આપ પણ કહેશો વાહ !

Viral Video : આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે સાથે અનેક લાઇક્સ પણ મળી ચૂકી છે.

  • Publish Date - 1:29 pm, Thu, 22 July 21 Edited By: Niyati Trivedi
ભારે વરસાદમાં પક્ષીએ બચ્ચાને પલળતા બચાવ્યા, વીડિયો જોઇ આપ પણ કહેશો વાહ !
IFS officer Sudha Raman Shares Video

ઇન્ટરનેટની દુનિયામાં રોજ કોઇને કોઇ વીડિયો એવો આવે છે જે જોઇ લોકોનું દિલ ખુશ થઇ જાય. અત્યારે સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક પક્ષી વરસાદમાં પોતાના બચ્ચાને પલળતા બચાવવાની કોશિશ કરી રહ્યુ છે. પક્ષીની આ મમતાને જોઇ કેટલાક લોકોનુ દિલ ભરાઇ આવ્યુ. કોઇપણ મા માટે પોતાના બાળકોની સુરક્ષા સૌથી વધારે મહત્વ રાખે છે.

IFS  અધિકારી સુધા રમને ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો. આ વીડિયોના કેપ્શનમાં સુધા રમને લખ્યુ કે કારણ કે તે એક મા છે. આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે સાથે અનેક લાઇક્સ પણ મળી ચૂકી છે. આપને જણાવી દઇએ કે હકીકતમાં ક્લિપ ફોટોગ્રાફર Alper Tuydes એ આ શેર કર્યુ હતુ. જે બાદ કેટલાક લોકોએ પોત-પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો

https://twitter.com/SudhaRamenIFS/status/1417476708752662531?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1417476708752662531%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fbird-protecting-its-babies-from-rain-has-gone-crazy-viral-on-social-media-746123.html

આ 12 સેકન્ડના વીડિયોમાં જોઇ શકાય છે કે પક્ષી ઉભુ છે  અને બચ્ચાઓ તેની નીચે લપાઇને બેસ્યા છે. જોરદાર વરસાદ વરસી રહ્યો છે પરંતુ મા પોતાની પાંખ ફેલાવીને બાળકો માટે છત્રી બની જાય છે. સોશિયલ મીડિયાની દુનિયામાં આવા વીડિયો છવાયેલા રહે છે. સુધા રમન એક આઈએફએસ ઓફિસર છે જે આ પ્રકારના રસપ્રદ વીડિયો શેર કરતા રહે છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati