Viral Video: પોતાની આખા દિવસની કમાણી ગણતા જોવા મળ્યો વૃદ્ધ, વીડિયો જોઈ લોકો થયા ભાવુક

તમે તમારી આસપાસ સંઘર્ષ કરી રહેલા જીવનથી થાકેલા કે દુખને કારણે રડતા અનેક લોકોને જોયા હશે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ લગભગ 70 વર્ષની ઉંમરના એક વૃદ્ધ વ્યક્તિનો વીડિયો વાયરલ (Viral video) થઈ રહ્યો છે.

Viral Video: પોતાની આખા દિવસની કમાણી ગણતા જોવા મળ્યો વૃદ્ધ, વીડિયો જોઈ લોકો થયા ભાવુક
Viral Video Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 7:34 PM

Emotional Video: આ ધરતી પર ટકી રહેવા માટે કીડીથી લઈને માણસ સુધી સૌ કોઈ સંઘર્ષ કરે છે. પોતાનું પેટ ભરવા માણસ પોતાના ટેલેન્ટ અને ક્ષમતા અનુસાર કામ કરે છે અને જે કમાણી થાય તેમાંથી પરિવારનું પેટ ભરે છે અને બીજી સુવિધાની આપવાની સાથે સાથે તેમની ઈચ્છાઓ પુરી કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ શાકભાજી-ફળ કે ખાવાની વસ્તુઓ વેચે છે, કોઈ ઘરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વેચે છે, કોઈનો પોતાનું બિઝનેસ છે તો કોઈ બીજાને ત્યાં નોકરી કરે છે, કોઈ મજૂરી કરે છે તો કોઈ ચોરી કરીને પોતાના પરિવારનું પેટ ભરે છે. દરેકના જીવનમાં સંઘર્ષ છે, અને અંતિમ શ્વાસ સુધી બધાને જીવનની મુશ્કેલીઓનો સામનો કરીને જીવવાનું છે. તમે તમારી આસપાસ સંઘર્ષ કરી રહેલા, જીવનથી થાકેલા કે દુખને કારણે રડતા અનેક લોકોને જોયા હશે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ લગભગ 70 વર્ષની ઉંમરના એક વૃદ્ધ વ્યક્તિનો વીડિયો વાયરલ (Viral video) થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં એક કાચા ઢાબાનો નજારો જોવા મળી રહ્યો છે. એક વૃદ્ધ વ્યક્તિ તે ઢાબાના છાપરાની છાયામાં એક ટેબલ પર બેઠા છે. તેની પાછળ એક કિશોર પોતાનું કામ કરી રહ્યો છે. ઢાબાની પાછળ એક નદી પણ વહેતી જોવા મળે છે. વૃદ્ધ જ્યાં બેઠા છે ત્યાં પાણીનો એક જગ અને ગ્લાસ જોવા મળી રહ્યો છે. આ વૃદ્ધ જે આ ઢાબામાં પોતાના પૈસા ગણી રહ્યા છે. તેમની આગળ જ એક સાયકલ છે, જેની પાછળ કેટલો સામાન છે. જે આ વૃદ્ધનો જ છે. તે કોઈ વસ્તુ રોજ ગલી-ગલીમાં વેંચવા નીકળે છે. સાંજ થતા તેઓ આ રીતે પોતાની કમાણી ગણી રહ્યા છે. કદાચ માંડ માંડ તેમણે 500 રુપિયાની કમાણી કરી હશે.તેમના હાથમાં કેટલીક ચલણી નોટ અને ટેબલ પર કેટલાક પૈસાના સિક્કા હતા પણ તેમના ચહેરા પર હતો આખા દિવસનો થાક અને પરિવારના ભવિષ્યની ચિંતા. આ વીડિયો જોઈ સૌ કોઈ ભાવુક થયા છે. કારણ કે દરેક વ્યક્તિના પરિવારમાં કોઈને કોઈ સભ્ય એ આવા દિવસો જોયા જ હોય છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @Gulzar_sahab નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે આખા દિવસની કમાણી. માત્ર 18 સેકેન્ડના આ વીડિયોને 3 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, આ વીડિયોએ મારુ દિલ જીતી લીધુ. બીજા એક યુઝરે લખ્યુ કે, ભારતમાં લગભગ દરેક સામાન્ય વ્યક્તિ આજ સ્થિતિમાં છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, જીવનમાં અંતિમ શ્વાસ સુધી આજ રીતે ટકી રહેવાનું છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">